• Home
  • News
  • યૂક્રેન એરલાઇન્સે કહ્યું- ક્રેશનું કારણ આતંકી હુમલો હોઇ શકે, ઈરાને કહ્યું- પ્લેનમાંથી કોઇ મદદનો મેસેજ મોકલાયો ન હતો
post

એરલાઇન્સના વાઇસ પ્રેસિડન્ટે કહ્યું- રેકોર્ડ દર્શાવે છે કે વિમાન 2400 ફુટની ઉંચાઇ પર ઉડી રહ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-10 09:03:32

કીવ: ઈરાનમાં બુધવારે થયેલી વિમાન દુર્ઘટનામાં યૂક્રેન ઈન્ટરનેશનલ એરલાઇન્સે તેનું કારણ ટેક્નિકલ ખામી હોવાનું માનવાથી સ્પષ્ટ ઇનકાર કર્યો છે. એરલાઇન્સના વાઇસ પ્રેસિડન્ટ ઇહોર સોંસ્નોવસ્કીએ કહ્યું કે તેની આશંકા નથી દુર્ઘટના કોઇ ટેક્નિકલ ખામીના લીધે થઇ. પ્લેન ક્રેશમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત 176 લોકો માર્યા ગયા હતા. વિમાને ઇમામ ખોમૈની એરપોર્ટથી ઉડાન ભરી હતી અને 3 મિનિટ બાદ તે પરાંડ વિસ્તારમાં ક્રેશ થઇ ગયું હતું. યુક્રેનની સુરક્ષા પરિષદેકહ્યું કે મિસાઇલ કે ડ્રોનની સ્ટ્રાઇક પણ પ્લેન ક્રેશનું કારણ હોઇ શકે. અંગે ન્યૂઝ એજન્સીએ ઈરાનની પ્રારંભિક તપાસ અંગેના રિપોર્ટના અમુક અંશ જાહેર કર્યા હતા. ઈરાનની તપાસના રિપોર્ટમાં જણાવાયું છે કે પ્લેનમાંથી કોઇ પણ પ્રકારનો મદદનો કોલ કરવામાં આવ્યો હતો. તે સિવાય રિપોર્ટમાં કહેવાયું હતું કે પ્લેનનું બ્લેકબોક્સ મેળવી લેવાયું છે પરંતુ તેમાં ક્ષતિ પહોંચી છે અને અમુક ડેટા તેમાંથી જતો રહ્યો છે.


શું કહ્યું એરલાઇન્સે?

સોંસ્નોવસ્કીએ પણ કહ્યું- તેહરાન એરપોર્ટ પણ સામાન્ય એરપોર્ટ જેવું છે. અમે ઘણા વર્ષોથી અહીં પ્લેનનું સંચાલન કરી રહ્યા છીએ. પાયલટો પાસે પણ ઇમરજન્સી પરિસ્થિતિઓ સામે કામ કરવાની ક્ષમતા હતી. અમારા રેકોર્ડ્સ જણાવે છે કે વિમાન 2400 ફુટની ઉંચાઇ પર ઉડી રહ્યું હતું. ક્રૂના અનુભવને જોતા ખામી ખૂબ નાની રહી હશે. અમે તો તેને માત્ર એક સંયોગ માની શકીએ છીએ.


એરલાઇન્સે પાયલટોનો અનુભવ પણ જણાવ્યો

·         કેપ્ટન વોલોડાઇમર ગેપોનેંકો- બોઈંગ 737 ઉડાડવાનો 11600 કલાકનો અનુભવ જેમાં 5500 કલાક કેપ્ટન રહ્યા

·         ઇન્સ્ટ્રક્ટર પાયલટ ઓલેક્સિય નોમકિન- બોઈંગ 737 ઉડાડવાનો 12000 કલાકનો અનુભવ જેમાં 6600 કલાક કેપ્ટન રહ્યા

·         ફર્સ્ટ ઓફિસર સર્હી ખોમેંકો- બોઈંગ 737 ઉડાડવાનો 7600 કલાકનો અનુભવ


·         યૂક્રેનની સુરક્ષા પરિષદનો દાવો- મિસાઇલ સ્ટ્રાઇક, આતંકી હુમલો અથવા એન્જિનમાં ધડાકો થવાથી વિમાન ક્રેશ થયું

યૂક્રેનની સુરક્ષા પરિષદનો દાવો- મિસાઇલ સ્ટ્રાઇક, આતંકી હુમલો અથવા એન્જિનમાં બ્લાસ્ટ થવાથી વિમાન ક્રેશ થયું
યૂક્રેનની સુરક્ષા પરિષદે કહ્યું કે ઈરાનમાં તેના વિમાન ક્રેશ પાછળ રશિયાની મિસાઈલ, ડ્રોનની ટક્કર અથવા આતંકી હુમલો કારણ હોઇ શકે છે. હકીકતમાં એક દિવસ પહેલા ઈરાનની ઇસ્ના ન્યૂઝ એજન્સીએ વિમાન ક્રેશના ફુટેજ જાહેર કર્યા હતા. તેમાં બોઈંગ 737-800ને નીચે પડતા પહેલા આગના ગોળામાં પલટાઇ જતું જોઇ શકાય છે. યૂક્રેન સુરક્ષા પરિષદના મંત્રી ઓલેસ્કી દાનિલોવે કહ્યું કે તેમણે ઈરાનમાં દુર્ઘટનાની તપાસ માટે 10થી વધુ તપાસકર્તાઓ મોકલ્યા છે.

બ્લેક બોક્સ ઈરાન પાસે રહેશે

ઈરાનની એવિએશન ઓથોરિટીએ સ્પષ્ટ કરી દીધું છે કે ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ એરલાઇન્સને સોંપવામાં નહીં આવે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ પણ દુર્ઘટનાને લઇને કહ્યું કે તેમની સરકાર આંતરરાષ્ટ્રીય સહયોગિયો સાથે મળીને કામ કરી રહી છે. તપાસ ઉંડાણપૂર્વક થશે અને દરેક સવાલોનો જવાબ આપવો પડશે.

adv

Related News

post
post
post
post
post
post
post