• Home
  • News
  • યુક્રેનને મળી જર્મની પાસેથી 18 લેપર્ડ ટેન્ક:યુદ્ધમાં રશિયાના T90 ટેન્કને ટક્કર આપશે, વિદેશ મંત્રીએ કહ્યું- અમે વચન પાળ્યું
post

યુક્રેનના લોકોને આ ટેન્કના ઉપયોગ કરવાની ટ્રેનિંગ આપવી પણ સરળ રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-28 19:54:56

કિવ: રશિયા સામે યુદ્ધ લડવામાં મદદ માટે જર્મનીએ લેપર્ડ 2 ટેન્કની પ્રથમ બેચ યુક્રેન મોકલી છે. જર્મનીના સંરક્ષણ પ્રધાન બોરિસ પિસ્ટોરિયસે તેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, મને આશા છે કે આ 18 બેટલ ટેન્ક્સ યુદ્ધમાં યુક્રેન માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

અત્યાર સુધી યુક્રેને લેપર્ડ 2 ટેન્ક પહોંચાડવા પર કોઈ પ્રતિક્રિયા નથી આપી. જોકે, આ વાતની પુષ્ટિ જરૂર કરી છે કે તેમને ટેન્ક મળી ગઈ છે. ખૂબ જ ચર્ચા અને દબાણ પછી જર્મનીએ જાન્યુઆરીમાં લેપર્ડ 2 ટેન્ક યુક્રેનને આપવા માટે સંમતિ બતાવી હતી.

જર્મનીએ વચન પાળ્યું
સંરક્ષણ મંત્રી બોરિસ પિસ્ટોરિયસે જણાવ્યું કે, અમે યુક્રેનને સમય પર લેપર્ડ 2 ટેન્કની ડિલીવરી કરી વચન પાળ્યું છે. જર્મનીએ લેપર્ડ ટેન્ક સિવાય 2 ટેન્ક રિકવરી વ્હીકલ અને 40 ઈન્ફેન્ટરી ફાઇટિંગ વ્હીકલ એટલે ટેન્કને યુદ્ધના મેદાન સુધી પહોંચાડતું વાહન પણ યુક્રેન મોકલ્યું છે. લેપર્ડ 2 ટેન્કને ચલાવવા માટે જર્મનીએ યુક્રેનના સૈનિકોને લગભગ દોઢ મહિનાની ટ્રેનિંગ પણ આપી છે.

BBC મુજબ, લેપર્ટ ટેન્ક વિશેષ રીતે રશિયાની T90 બેટલ ટેન્કનો મુકાબલો કરવા માટે બનાવવામાં આવી છે. તેની સંભાળ લેવી ખૂબ જ સરળ હોય છે. બીજી ટેન્કની સરખામણીમાં તેમાં ઓછું ઈંધણ વપરાય છે.

યુક્રેનને બ્રિટન પાસેથી પણ ચેલેન્જર 2 ટેન્ક મળી
જર્મનીની લેપર્ડ 2 ટેન્ક સિવાય યુક્રેનને બ્રિટન પાસેથી પણ ચેલેન્જર 2 ટેન્ક મળી છે. યુક્રેનના સંરક્ષણ મંત્રી ઓલેક્સી રેજનિકોવે ચેલેન્જર ટેન્ક સાથેની તસવીર પોસ્ટ કરી તેની પ્રશંસા કરી હતી. બીજી તરફ, બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે યુક્રેનના સૈનિકોને ટ્રેનિંગ લીધા પછી પરત મોકલવાની વાત પર કોઈ જવાબ નથી આપ્યો.

લેપર્ડ 2 ટેન્કની વિશેષતાઓ જાણો...

લેપર્ડ-2 ટેન્ક્સ યુક્રેનમાં બનેલા રશિયાનાં બંકર્સને દૂરથી જ સરળતાથી તબાહ કરી શકે છે.

યુક્રેન સુધી આ ટેન્ક્સને પહોંચાડવી સરળ છે, કારણ કે આ ટેન્ક્સ યુરોપના દેશોમાં જ બને છે.

તેના સ્પેર પાર્ટ્સ મળવા અને રિપેરિંગ જેવા કામ સરળતાથી થઈ જાય છે.

યુક્રેનના લોકોને આ ટેન્કના ઉપયોગ કરવાની ટ્રેનિંગ આપવી પણ સરળ રહેશે.

1986માં બીયર ટેસ્ટ પાસ કરી વાયરલ થઈ હતી લેપર્ડ 2 ટેન્ક
1986
માં જર્મનીએ ટેન્કની કાબેલિયત તપાસવા માટે એક પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણનો વીડિયો ખૂબ જ વાયરલ થયો. આ વીડિયોમાં સૈનિકે ટેન્કની ગનની ઉપર બીયરથી ભરેલો ગ્લાસ રાખ્યો હતો.

જ્યારે ટેન્ક ચાલવાનું શરૂ કરે છે, તો ગ્લાસ પડ્તો પણ નથી તેની જગ્યા પરથી હલતો પણ નથી. અહીં સુધી કે તેમાં ભરેલી બીયર પર છલકાતી નથી. ટેન્કની શાનદાર ડિઝાઈનના કારણે આ ગ્લાસ હલતો પણ નથી ટેન્કે પોતાના ટારગેટ પર નિશાન તાક્યું હતું.

22 લોકો સામે ઈમરજન્સી બ્રેક લગાવી​​​​​​​
2014
માં એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં અંદાજે 60 ટન વજનની લેપર્ડ 2 ટેન્કની સામે સૂટ પહેરી આરામથી 22 લોકો ઊભા હતા. ટેન્ક 72 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી તેમની સામે આવી હતી.

ટેન્ક ખૂબજ નજીક આવી છતાય તેમના ચહેરા પર કોઈ ભય નહતો. ટેન્ક ખૂબજ સરળતાથી થોડાક જ મીટરના અંતરે લોકો પાસે આવીને ઊભી રહી ગઈ. આ વીડિયોમાં ટેન્કની ખાસ ઈમરજન્સી બ્રેકને બતાવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post