• Home
  • News
  • રશિયા સામે યુક્રેનનું 'બ્રહ્માસ્ત્ર':તુર્કીના ડ્રોનથી યુક્રેન તબાહી મચાવી રહ્યું છે, રશિયાની આર્મીના બે કાફલાને કઈ રીતે ઉડાવ્યો તેનો વીડિયો રિલિઝ કર્યો
post

આ ડ્રોન રશિયા-યુક્રેન યુદ્ધમાં તબાહી મચાવી રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-28 11:57:51

યુક્રેન પણ રશિયા સામેના યુદ્ધમાં તુર્કીના ખતરનાક લડાયક ડ્રોન બેયરેકતાર ટીબી-2નો ઉપયોગ કરી રહ્યું છે. આ ડ્રોન વડે યુક્રેને રશિયાની તેલથી ભરેલી ટ્રેનને ઉડાવી દીધી હતી. આ ટ્રેન રશિયાની સેના માટે ઇંધણ સપ્લાય કરવા જતી હતી. આટલું જ નહીં, યુક્રેનિયન મીડિયાનો દાવો છે કે આ ડ્રોન સિસ્ટમથી ખાર્કિવની નજીક રશિયાની આર્મીના કાફલાનો ખાતમો કર્યો છે, પરંતુ પ્રશ્ન યથાવત્ છે કે આ ખતરનાક ફાઇટર ડ્રોન રશિયા સામે યુક્રેનને કેટલો સાથ આપી શકશે? યુક્રેને રશિયાની આર્મીના બે કાફલાને કઈ રીતે ઉડાવ્યો તેનો વીડિયો રિલિઝ પણ કર્યો છે.

ચાલો જણાવીએ કે આ તુર્કી ડ્રોન કેવી રીતે ચર્ચામાં આવ્યું અને યુક્રેન માટે તેનું શું મહત્વ છે.

Bayrektar- આ નામ હવે સેનામાં ભય પેદા કરે છે. જ્યારે આકાશમાં ઉડતા આ ડ્રોનનો અવાજ નીચેની દુશ્મન સેનાઓ સુધી પહોંચે છે ત્યારે ગભરાટ ફેલાઈ જાય છે. સૈનિકો પોતાનો સામાન મુકીને ભાગવા લાગે છે.

આર્મેનિયા-અઝરબૈજાન યુદ્ધમાં પ્રદર્શિત ક્ષમતા
ગયા વર્ષે, આર્મેનિયા-અઝરબૈજાન વચ્ચેના નાગાર્નો-કારાબાખ યુદ્ધ દરમિયાન, આ તુર્કી નિર્મિત ફાઇટર ડ્રોને આર્મેનિયાના સૈન્યને પત્તાની જેમ વેર-વિખેર કરી નાખ્યું હતું. ત્રણ દાયકાથી કારાબખ પર કબજો કરેલા આર્મેનિયાની સેનાનો પરાજય થયો હતો અને અહીં ફરીથી અઝરબૈજાનનો કબજો થયો છે.

હવે આ ડ્રોન રશિયા-યુક્રેન યુદ્ધમાં તબાહી મચાવી રહ્યું છે. યુક્રેનિયન સૈન્યએ તેના ઉપયોગના ફૂટેજ પણ જાહેરમાં જાહેર કર્યા છે. યુદ્ધ ક્ષેત્રથી આવી રહેલા અહેવાલો એ પણ જણાવી રહ્યા છે કે યુક્રેન બેયરેકતાર ટીબી-2નો ઉપયોગ કરી રહ્યું છે.

યુક્રેનિયન સૈન્ય દ્વારા શનિવારે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેયરેકતારે એક આખી રશિયાની તેલથી ભરેલી ટ્રેનને નષ્ટ કરી દીધી છે. તે રશિયાની સેના માટે ઇંધણ સપ્લાય કરી રહી હતી.જો યુક્રેનના મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો ખાર્કિવ નજીક આ ડ્રોને રશિયન સેનામાં ભયાનક તબાહી મચાવી છે.

સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો છે જેમાં યુક્રેનના સૈનિકો તેની પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ ગયા વર્ષે યુદ્ધ દરમિયાન અઝરબૈજાનની સેનાએ ડ્રોન હુમલાના ફૂટેજ જાહેર કરવાનું ચાલુ રાખ્યું હતું. અને આનાથી આર્મેનિયન સેનામાં ભય ફેલાયો હતો.

યુક્રેને વર્ષ 2019માં તુર્કી પાસેથી આ ડ્રોન ખરીદવાની શરૂઆત કરી હતી. યુક્રેને પણ સ્વીકાર્યું છે કે તે આ ડ્રોન્સનો ઉપયોગ રશિયાની સેના વિરુદ્ધ કરી રહ્યું છે. જ્યારે, રશિયાના સમાચાર એજન્સીઓએ સેનાને ટાંકીને અનેક TB-2 ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો છે. સરકારી સમાચાર સેવા સ્પુતનિકે પણ આવા જ દાવા કર્યા છે. જો કે, આવા દાવાઓની મોટાભાગની ટ્વીટ્સ હવે દૂર કરવામાં આવ્યા છે.

આ ડ્રોન ખૂબ જ શક્તિશાળી છે
બેયરેકતારનું ઉત્પાદન કરતી તુર્કીની સંરક્ષણ કંપની બેયકીરના જણાવ્યા અનુસાર માનવરહિત ડ્રોન ટીબી-2 138 માઈલ પ્રતિ કલાક (222 કિલોમીટર પ્રતિ કલાક)ની ઝડપે ઉડી શકે છે, જે ચાર સ્માર્ટ મિસાઈલ અથવા 330 પાઉન્ડ વિસ્ફોટક લઈ શકે છે. આ ડ્રોન 39 ફૂટ લાંબુ અને 21 ફૂટ પહોળું છે અને તે 18 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે.

આ ડ્રોનનો યુદ્ધમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેણે તેની ક્ષમતા સાબિત કરી છે. જો કે આર્મેનિયા યુદ્ધ દરમિયાન તે ખૂબ અસરકારક સાબિત થયું છે, પરંતુ તેની ખામીઓ પણ સામે આવી હતી. તુર્કીની સેના સીરિયામાં તેનો ઉપયોગ કરતી રહી છે. તેના દ્વારા કુર્દિશ દળોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.

આ ડ્રોન જમીન પર કાર્યરત ટેન્ક અને એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવામાં ખૂબ અસરકારક સાબિત થયું છે. આ ડ્રોનની બીજી ખાસ વાત એ છે કે તે એર ડિફેન્સ સિસ્ટમને ચકમો આપી શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post