• Home
  • News
  • યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો વીડિયો જાહેર, કહ્યું- હું કિવમાં જ છું, કોઈથી ડરતો નથી
post

ઝેલેન્સ્કીએ કહ્યું- પશ્ચિમના દેશો માટે એક સ્પષ્ટ સંકેત છે કે રશિયા સામેના પ્રતિબંધો પૂરતા નથી

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-08 11:35:12

રશિયા અને યુક્રેન વચ્ચે સતત 13મા દિવસે યુદ્ધ ચાલુ છે. બંને દેશ એકબીજા સામે ઝુકવા તૈયાર નથી. એટલું જ નહીં બંને દેશના નેતાઓ એકબીજા પર શાબ્દિક પ્રહારો પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી કિવ છોડીને બંકરમાં છુપાઈ ગયા છે. પરંતુ હવે આ દાવાને રદિયો આપતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે કહ્યું છે કે તે કોઈ બંકરમાં છુપાયો નથી અને હું કિવમાં જ છું.

જ્યાં સુધી યુદ્ધ ન જીતાય ત્યાં સુધી હું અહીં જ રહીશ: ઝેલેન્સ્કી
ઝેલેન્સ્કીએ કહ્યું કે હું મેદાન છોડવાનો નથી. અમે હંમેશા કહેતો આવ્યો છું કે સોમવારનો દિવસ ખૂબ જ મુશ્કેલ દિવસ હોય છે. આપણા દેશમાં યુદ્ધ ચાલી રહ્યું છે. તેથી અમારા માટે દરરોજ હવે સોમવાર છે. તેણે કહ્યું કે હું અહીં કિવની બરકોવા શેરીમાં જ હાજર છું. હું કોઈથી ડરતો નથી. જ્યાં સુધી હું મારું દેશભક્તિથી ભરેલું યુદ્ધ જીતીશ નહીં ત્યાં સુધી હું અહીં જ રહીશ.

ભગવાન ક્યારેય માફ કરશે નહીં: ઝેલેન્સ્કી
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ બીજો વિડિયો જાહેર કરીને કહ્યું કે ભગવાન માફ નહીં કરે. આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં, અને ક્ષમાને બદલે, નિર્ણય આવશે. હુમલાખોરની ધૃષ્ટતા પશ્ચિમના દેશો માટે એક સ્પષ્ટ સંકેત છે કે રશિયા સામેના પ્રતિબંધો પૂરતા નથી.

ખાર્કિવમાં રશિયાનો જનરલ માર્યો ગયો: યુક્રેન
13
માં દિવસના યુદ્ધની વચ્ચે યુક્રેન તરફથી મોટો દાવો કરવામાં આવ્યો છે. યુક્રેનની મિલિટરી ઈન્ટેલિજન્સનું કહેવું છે કે તેણે ખાર્કિવમાં એક રશિયન જનરલની હત્યા કરી છે. તેની ઓળખ મેજર જનરલ વિટાલી ગેરાસિમોવ તરીકે થઈ છે. અધિકારીઓનું કહેવું છે કે આ મેજર જનરલે રશિયા તરફથી ક્રિમિયા, ચેચન અને સીરિયાની લડાઈમાં ભાગ લીધો હતો. જો કે, રશિયા તરફથી હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post