• Home
  • News
  • પેરિસમાં અનોખું મતદાન, એસયુવી કારમાલિકોએ કલાકની ત્રણ ગણી પાર્કિંગ ફી ભરવી પડશે!
post

એક કલાક કાર પાર્કિંગ ફી 18 યુરો એટલે કે રૂ. 1,609 નક્કી કરાઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-05 16:57:05

ફ્રાંસના જ નહીં, દુનિયાના સૌથી હેપનિંગ અને ફેશન સિટી તરીકે જાણીતા પેરિસમાં હાલમાં જ એક અનોખું મતદાન થયું. મતદાન હતું, પાર્કિંગ ફી માટેનું. હા, પાર્કિંગ માટે મતદાન. વાત એમ છે કે, પેરિસ મ્યુનિસિપાલિટીએ એક જનમત લીધો કે, પેરિસ શહેરમાં મોટી એસયુવી કારના પાર્કિંગ માટે ત્રણ ગણી ફી ઉઘરાવવામાં આવે કે નહીં. તેમાં 54.5% લોકોએ તરફેણમાં અને 45.5%એ વિરુદ્ધમાં મત આપ્યો.

આ જનમત ઉઘરાવવાનો હેતુ એ છે કે, પેરિસ મ્યુનિસિપાલિટી આ શહેરને થોડા વર્ષોમાં ફૂલ્લી બાઈકેબલ એટલે કે સાઈકલ ફ્રેન્ડલી સિટી બનાવીને ભારેખમ અને પ્રદૂષણ ફેલાવતા વાહનોમાંથી મુક્ત કરવા ઈચ્છે છે. આ જનમત પછી 1.6 ટન કે તેથી વધુ વજનની એસયુવી કારના માલિકોએ  એક કલાકની પાર્કિંગ ફી 18 યુરો એટલે કે રૂ. 1,609 નક્કી કરાઈ છે. જ્યારે નાની કાર માટે 6 યુરો પ્રતિ કલાક ફી નક્કી કરાઈ છે. જ્યારે પેરિસમાં રહેતા અથવા કામ કરતા લોકો, ટેક્સી ડ્રાઈવરો, ઉદ્યોગપતિઓ, આરોગ્ય કર્મચારીઓ અને વિકલાંગ લોકોને પાર્કિગ ફી ચુકવવી પડશે નહીં.

આ અંગે પેરિસના મેયર એન હિડાલ્ગોએ કહ્યું કે,'એસયુવી કાર પેરિસ શહેરની સાંકડી ગલીઓમાં વધુ જગ્યા રોકે છે તેમજ પ્રદૂષણનું કારણ બને છે જે સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે અને નાની કાર વધુ ટ્રાફિક અકસ્માતોનું કારણ બને છે.' ઉલ્લેખનીય છે વર્ષ 2023માં પેરિસમાં અકસ્માત અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રિક સ્કૂટર પર પ્રતિબંધ મૂકવા માટે પણ મતદાન થયું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post