• Home
  • News
  • ગુજરાતમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી, કાલે કચ્છ, બનાસકાંઠા અને 12થી 14મી સુધી અમરેલી, ભાવનગરમાં પડશે વરસાદ
post

ડો.મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં ગઈકાલે સિઝનનું સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-10 19:47:18

અમદાવાદ: ઉનાળાના બે મહિના પૂર્ણ થવાના આરે છે પરંતુ કમોસમી વરસાદ કેડો મૂકતો નથી. હવામના વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી ખેડૂતોની આ વર્ષે માઠી બેસી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કાલે કચ્છ, બનાસકાંઠામાં વરસાદ પડશે. જ્યારે 12થી 14 એપ્રિલ સુધી અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં કમોસમી વરસાદ પડી શકે છે.

ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડી શકે છે
રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડી શકે છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વરસાદી માહોલ રહેશે. તેમજ બે દિવસ ગરમીનું જોર પણ યથાવત રહેશે. ગરમી વચ્ચે કમોસમી વરસાદ પણ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ
ડો.મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં ગઈકાલે સિઝનનું સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે પણ ગરમીનો પારો ઊંચકાયો છે. તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ તાપમાનનો પારો ઉંચકાશે. એક તરફ ગરમી અને બીજી તરફ ગરમીનો માર રાજ્યમાં રહેશે. અગાઉ ભુજમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં આજે બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જે આગામી બે દિવસ સુધી યથાવત રહેશે. તેમજ અમદાવાદમાં વરસાદ પણ પડી શકે છે.

ગુજરાતના આ શહેરોમાં આજનું હાઈએસ્ટ તાપમાન

શહેર

તાપમાન(ડિગ્રીમાં)

અમદાવાદ

38

આણંદ

39

ભરૂચ

39

ભુજ

36

ડીસા

38

ધોરાજી

36

દાહોદ

37

ગાંધીનગર

37

જુનાગઢ

34

સુરત

35

અમરેલી

39

અંજાર

35

ભાવનગર

37

બોટાદ

40

ધોળકા

39

ધ્રાંગધ્રા

38

ગાંધીધામ

35

જાનગર

31

રાજકોટ

37

વડોદરા

37

માર્ચ મહિનામાં 64 તાલુકામાં માવઠાથી નુકસાન

થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમા રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરાઇ હતી‌. બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગત માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકસાન થયું હોવાના અહેવાલો મળ્યા હતા.

565 ટીમ નુકસાનનો સરવે કરી રહી છે
પાક નુકસાનીના અહેવાલોના આધારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર, અરવલ્લી અને ભરુચ જિલ્લામાં મળી કુલ 565 સરવે ટીમ દ્વારા વિગતવાર સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આંબાના પાકમાં નુકસાનીની રજૂઆતોને ધ્યાને લઈ જિલ્લા તંત્ર તરફથી અસરગ્રસ્ત વિસ્તારમાં પાક નુકસાન સરવેની કામગીરી હાલ પ્રગતિમાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post