• Home
  • News
  • અમેરિકાએ વિશ્વ સ્વાસ્થય સંગઠનનું ફંડ રોક્યું, ટ્રમ્પે કહ્યું- સંગઠને કોરોનાની ગંભીરતા ન સમજી
post

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું- WHOએ ચીનનો પક્ષ લીધો, કોરોનાની ગંભીરતાને છુપાવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 11:24:33

વોશિંગ્ટન: અમેરિકાએ વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના ફંડ પર સ્ટે લગાવી દીધો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે આ વિશે જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે, WHOએ ચીનમાં ફેલાયેલા કોવિડ-19ની ગંભીરતા છુપાવી છે. જો સંગઠને પાયાના સ્તર પર કામ કર્યું હોત તો આ મહામારી સમગ્ર દુનિયામાં ન ફેલાતી અને મૃતકોની સંખ્યા ઘણી ઓછી હોત.

ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, તેઓ તેમના પ્રશાસનને ફન્ડિંગ રોકવાનો આદેશ આપવાના છે. WHOએ આ મહામારી વિશે પારદર્શકતા ન રાખી. યુએનની આ સંસ્થાને સૌથી વધારે ફંડ આપનાર અમેરિકા હવે આ વિશે વિચાર કરશે કે આ પૈસાનું શું કરવામાં આવે. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા દર વર્ષે WHOને 400-500 મિલિયન ડોલર (અંદાજે 3 હજાર કરોડ રૂપિયા) ફંડ આપે છે, જ્યારે ચીન 40 મિનિયન ડોલર (અંદાજે 300 કરોડ રૂપિયા) ફંડ આપે છે. WHOના મહાનિર્દેશક ટેડ્રોસ ગેબ્રેસસે કહ્યું હતું કે, કોવિડ-19ને રાજકીય રંગ આપશો તો માત્ર મોતના આંકડા જ વધશે.

ટ્રમ્પનો આરોપ- WHOએ પોતાની ફરજ ન નીભાવી

·         ટ્રમ્પે કહ્યું કે કોરોના વિશે WHO તેમની ફરજ નીભાવવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, ચીનમાં જ્યારે આ વાઈરસ ફેલાયો ત્યારે યુએન સંસ્થાએ તેને છુપાવવાનો પ્રયત્ન કર્યો અને તે માટે તેમને જવાબદાર ગણાવવા જોઈએ. આ પહેલાં પણ ટ્રમ્પે WHO પર ચીનનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો છે.

·         ટ્રમ્પે કહ્યુ- ચીનના વુહાન શહેરમાં જ્યારે કોરોના વાઈરસના કેસ સામે આવ્યા ત્યારે WHOએ તેની ગંભીરતા સમજવામાં નિષ્ફળ રહી. શુંWHOએ મેડિકલ એક્સપર્ટ દ્વારા ચીનની મૂળ સ્થિતિ સમજવાનો પ્રયત્ન કર્યો હતો? આ મહામારીને વુહાનમાં સીમિત કરી શકાત અને તેમાં ઘણાં ઓછા લોકોના જીવ જાત. તેમણે કહ્યું કે, હજારો જીવ બચી જાત અને દેશની અર્થવ્યવસ્થાને પણ નુકસાન ન થાત. 

 

adv

Related News

post
post
post
post
post
post
post