• Home
  • News
  • ડોનાલ્ડ ટ્રમ્પને આંચકો, હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં મહાભિયોગ પ્રસ્તાવ પાસ
post

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં પાસ થઈ ગયો

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-19 11:39:33

વોશિંગટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં પાસ થઈ ગયો. આ પહેલા અમેરિકાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં બુધવારે લગભગ 10 કલાક સુધી ચર્ચા થઈ. આ દરમિયાન ડેમોક્રેટિક પ્રતિનિધિ સુસાન ડેવિસે ગૃહમાં જોરદાર ભાષણ આપતા કહ્યુ કે અમે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ નથી લગાવી રહ્યા. તેઓ જાતે આવું કરી રહ્યા છે. તમે રાષ્ટ્રપતિ છો અને તમે ન્યાયમાં અડચણ ઊભી કરો છો. તમે એક વિદેશી નેતાને લાંચ આપવાનો પ્રયાસ કરો છો. તમે રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે. તમારો મહાભિયોગ થશે.

નીચલા ગૃહથી પ્રસ્તાવ પાસ થયા બાદ હવે ઉચ્ચ ગૃહ સેનેટમાં કેસ ચાલશે. ટ્રમ્પને આવતા મહિને સેનેટમાં કેસનો સામનો કરવો પડી શકે છે, પરંતુ અહીં તેમની પાર્ટીને બહુમત છે. એવામાં નથી લાગતું કે તેમને પદથી હટાવી શકાશે. આ પહેલા હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવની સ્પીકર નેન્સી પૉલોસીએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ તરીકે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આ પહેલા મંગળવારની સાંજે જ ડોનાલ્ડ ટ્રમ્પે નેન્સી પૉલોસીને પત્ર લખીને તેમને પર પ્રહારો કર્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post