• Home
  • News
  • US પ્રેસિડેન્ટ ઇલેક્ટ બાયડન અને તેમનાં પત્નીએ ટીવી સામે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો
post

ડેમોક્રેટ પાર્ટીના આ સૌથી મોટા નેતાને કેમેરા સામે વેક્સિન આપવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-22 10:00:03

અમેરિકામાં વધતા કેસ અને વેક્સિનેશન અંગેની ચિંતાઓ વચ્ચે રાષ્ટ્રપતિ ઇલેકટ જો બાઈડને જાહેરમાં ફાઇઝર રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. ત્યાર બાદ તેમણે કહ્યું હતું, સાવચેત રહો, એ એકદમ સુરક્ષિત છે. બાઇડનને વેક્સિન અપાયાના કલાકો પહેલાં તેમની પત્ની જીલને પણ વેક્સિન અપાઇ હતી. બંનેને આ વેક્સિન નેવાર્ક ડેલાવેરની ક્રિસ્ટીના હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં આપવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં ટીવી કેમેરા પણ હાજર હતા.

બાઈડને કહ્યું- વેક્સિન સુરક્ષિત છે
અમેરિકી રાષ્ટ્રપતિ ઇલેકટ જો બાઈડને સોમવારે ફાઇઝર કંપનીની રસી લગાવાઈ હતી. ડેમોક્રેટ પાર્ટીના આ સૌથી મોટા નેતાને કેમેરા સામે વેક્સિન આપવામાં આવી હતી. બાઈડનને હજી પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. થોડા દિવસ પછી તેને બીજો ડોઝ આપવામાં આવશે. બીજા ડોઝની તારીખ પ્રમુખ ઇલેકટની તબીબી ટીમ દ્વારા નક્કી કરવામાં આવશે. બાઈડન વેક્સિન લગાવવા પહોંચ્યા હતા ત્યારે તેમણે તબીબી ટીમને કહ્યું- હું એકદમ તૈયાર છું. વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા પછી તેમણે ત્યાં હાજર વૈજ્ઞાનિકો અને ટીમનો આભાર માન્યો. આ આપણા માટે મોટી આશા છે.

થોડા સમય પછી મીડિયા સાથેની વાતચીતમાં બાયડને કહ્યું- હું દરેકને ખાતરી આપવા માગું છું કે વેક્સિનેશનથી ડરવાની જરૂર નથી. મારી પત્ની જીલે પહેલેથી જ આ વેક્સિન લગાવી છે. તમારે આપણા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો પર વિશ્વાસ રાખવો જોઈએ.

ટ્રમ્પે વેક્સિન ન લગાવી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજી સુધી કોરોના વેક્સિન લગાવી નથી. ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસે શુક્રવારે તેમણે પત્નીની સાથે વેક્સિન લગાવી હતી. ટ્રમ્પની ટીમે પણ આ બાબતે કોઈ માહિતી આપી નથી કે વેક્સિનને લઈને સૌથી વધુ ચર્ચાયેલા ટ્રમ્પ આખરે આ ડોઝ લેશે કે નહીં. વ્હાઇટ હાઉસના પ્રેસ- સેક્રેટરી કેલી મેક્કેનીએ શુક્રવારે કહ્યું- અમારી પાસે અત્યારે આ વિશે કોઈ માહિતી નથી.

ત્રણ પૂર્વ રાષ્ટ્રપતિ વેક્સિનેશન કરાવશે
અમેરિકાના ત્રણ પૂર્વ પ્રેસિડેન્ટ્સ બિલ ક્લિન્ટન, જ્યોર્જ બુશ જુનિયર અને બરાક ઓબામાએ કહ્યું હતું કે તેઓ ટીવી પર લાઈવ ઈવેન્ટ દરમિયાન વેક્સિનેશન લગાવી શકે છે. આ કવાયતનો હેતુ એ છે કે લોકોને લઈને આશંકાઓ અને તેમના ડરને દૂર કરવો. બિલ ક્લિન્ટન, જ્યોર્જ બુશ જુનિયર અને બરાક ઓબામાએ કહ્યું હતું કે ટીવી પર લાઇવ ઇવેન્ટ દરમિયાન તેઓ વેક્સિનેશન કરાવશે.

આ કવાયતનું કારણ શું છે
ગયા મહિને સર્વે એજન્સી ગેલઅપે એક મતદાન કર્યું હતું. આમાં અમેરિકન લોકો પાસેથી વેક્સિન વિશે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. લગભગ 40% અમેરિકનોએ સર્વેમાં કહ્યું હતું કે તેને વેક્સિન વિશે થોડો ડર અને આશંકાઓ છે. આ લોકોને ડર છે કે એનાથી આડઅસર અને રિએકશન થઈ શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post