• Home
  • News
  • US પ્રેસિડેન્ટ ઈલેક્ટ બાઈડન આગામી સપ્તાહમાં સાર્વજનિક રીતે વેક્સિન લેશે, જર્મનીમાં એક દિવસમાં 954 લોકોના મોત
post

વિશ્વમાં અત્યાર સુધીમાં 7.45 કરોડથી વધુ સંક્રમિત, 16.54 લાખ મૃત્યુ થયા, 5.23 કરોડ સ્વસ્થ

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-17 11:32:24

વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 7.45 કરોડથી વધુ થઈ ગયો છે. 5 કરોડ 23 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 16 લાખ 54 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirusના જણાવ્યા મુજબના છે. અમેરિકામાં વેક્સિનેશન શરૂ થયું છે. અહીં કેટલાક લોકો વેક્સીન મૂકાવવાથી ડરી રહ્યાં છે. આ ડરને દૂર કરવા માટે પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડેન અાગામી સપ્તાહે વેક્સીનેશન કરાવશે. જર્મનીમાં સંક્રમણથી મૃત્યુ થવાનો સિલસિલો વધ્યો છે.

અમેરિકા અને પ્રેસિડેન્ટ ઈલેક્ટ પર બે મહત્વના અપડેટ
પ્રથમ- 20 જાન્યુઆરીએ થનાર શપથ ગ્રહણ સમારંભમાં મેહમાનીની સંખ્યા ઘણી ઓછી રહેશે. સામાન્ય રીતે આ સમારંભ માટે લગભગ 2 લાખ ટિકિટ વેચાય છે. જોકે આ વખતે કોરોનાના કારણે માત્ર એક હજાર ટિકિટ જ વેચાશે. આ સિવાય સીનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના 535 સભ્યો હશે. વિગતે માહિતી ઝડપથી આપવામાં આવશે.

બીજી- પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડન આગામી સપ્તાહે સાર્વજનિક રૂપથી વેક્સિનેશન કરાવશે. હાલના વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સ પત્ની કરેનની સાથે શુક્રવારે વેક્સીનેશન કરાવશે. ધ ગાર્ડિયનના એક રિપોર્ટ મુજબ, બાઈડેને પોતે એ વાતનો સ્વીકાર કર્યો છે કે દેશના ઈન્ફેક્શિયસ ડિસીઝ એક્સપર્ટ અને ટ્રમ્પની કોરોના ટાસ્ક ફોર્સના એક્સપર્ટ ડોક્ટર એન્થોની ફોસીએ તેમને ઝડપથી વેક્સિન લેવાનું કહ્યું છે.

જર્મનીમાં વેક્સિનેશન પહેલા જ સ્થિતિ બગડી
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ જર્મન સરકાર અને અહીંના હેલ્થ રેગ્યુલેટર 27 ડિસેમ્બરે વેક્સિનને મંજૂરી આપી શકે છે. સૌથી પહેલા તે કેર હોમ્સમાં રહી રહેલા વૃદ્ધોને આપવામાં આવશે. તે પછી બાકીના લોકોનો નંબર આવશે. જર્મની બાયોએનટેક અને ફાઈઝરની વેક્સીનને મંજૂરી આપવા જઈ રહી છે.
વેક્સિનેશન પહેલા જર્મનીમાં સ્થિતિ બગડી રહી છે. અહીં બુધવારે એક દિવસમાં 952 લોકોના મોત થયા છે. દુકાનો, સ્કુલ અને તમામ બિન જરૂરી સંસ્થા બંધ કરાવવામાં આવ્યા છે. જર્મનીમાં 11 દિવસથી પ્રત્યેક દિવસે 400 લોકોના મોત થઈ રહ્યાં છે. બીજી તરફ ફ્રાન્સે 6 સપ્તાહના સખ્ત લોકડાઉનથી સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું છે.

નેતન્યાહૂ પણ વેક્સિનેશન કરાવશે
ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ આ સપ્તાહે વેક્સિનેશન કરાવશે. માનવામાં આવી રહ્યું છે કે આગામી સપ્તાહે નેતન્યાહૂ ફાઈઝરની વેક્સિન સાર્વજનિક રીતે લેશે. જોકે સરકારે એ સ્પષ્ટ કર્યું નથી કે દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામ સંપૂર્ણ રીતે ક્યારે શરૂ થશે.

કોરોનાની હોમ ટેસ્ટ કિટ ઉપલબ્ધ
ઓસ્ટ્રેલિયાએ કોરોનાની હોમ ટેસ્ટ કિટ તૈયાર કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ કિટ એલ્યૂમે કંપનીએ તૈયાર કરી છે. ખાસ વાત એ છે કે અમેરિકાની સરકારે તેને પોતાના દેશમાં ઉપયોગ કરવાની પણ મંજૂરી આપ છે. અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(FDA)એ એક નિવેદનમાં કહ્યું કે આ ટેસ્ટ કિટથી 20 મિનિટમાં કોવિડ-19ના ટેસ્ટનું રિઝલ્ટ આવશે. આ ટેસ્ટ કિટમાં નાકમાંથી સ્વાબ લઈને ટેસ્ટ કરવામાં આવે છે. તેના માટે સ્માર્ટફોન એપની જરૂરિયાત પડશે. કારણ કે તેના ઉપયોગની રીત એપમાં આપવામાં આવી છે. યુઝરે કેટલીક માહિતીઓ આપવી પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post