• Home
  • News
  • 24 ફેબ્રુઆરીએ 12 વાગ્યે US પ્રમુખ અમદાવાદ પહોંચશે, રોડ શો બાદ મોટેરા સ્ટેડિયમનો કાર્યક્રમ પૂરો કરી સાડા 3 વાગ્યે આગ્રા જશે
post

મેલેનિયાને આગ્રાનો તાજમહેલ જોવામાં વધારે રસ હોવાથી ગાંધી આશ્રમની મુલાકાત રદ્દ થઈ હોવાની ચર્ચા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-20 09:42:05

અમદાવાદ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ મધ્યાહને 12 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચી ભારતના બે દિવસીય પ્રવાસની શરૂઆત કરશે. રોડ શો બાદ તેમાં તેઓ અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પકાર્યક્રમમાં ભાગ લેશે. અહીં તેઓ વડાપ્રધાન મોદી સાથે અંદાજે 1.10 લાખ લોકોને સંબોધન કરશે. સાંજે ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયા સાથે તાજમહેલ નિહાળવા માટે આગ્રા રવાના થશે. બીજા દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં બંનેનું ઓફિશિયલ સ્વાગત કરાશે. રાજઘાટ બંને પહોંચીને બાપૂને શ્રદ્ધાંજલિ આપશે. દ્રીપક્ષીય વાતચીત અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત ટ્રમ્પ તેમની પત્ની સાથે વોશિંગ્ટન પરત ફરશે. જોકે તેમની અમદાવાદ મુલાકાત દરમિયાન સાબરમતી આશ્રમની મુલાકાત કપાય તેવું સૂત્રો દ્વારા જાણવા મળે છે.


ટ્રમ્પનું ભારતનું શિડ્યુલ
24
ફેબ્રુઆરી
>> અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 12 વાગ્યે અમદાવાદ આવશે, એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે, ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર અપાશે અને સાંસ્કૃતિક રીતે સ્વાગત કરાશે.

>> અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને PMનો મોટર કોન્વોય સાબરમતી આશ્રમ અને રિવર ફ્રન્ટ જવા રવાના થશે, ત્યાં 20 મિનિટ ફાળવશે. (આગ્રા તાજમહેલ જોવા માટે મેલેનિયાની ઈચ્છા હોવાથી સાબરમતીનો કાર્યક્રમ ટૂંકાવી દેવાયો હોવાની શક્યતા)

>> 1-15 વાગ્યે તેઓ નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટ માટે મોટેરા સ્ટેડિયમ જશે.

>> અમેરિકી પ્રમુખ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા સાથે 3:30 વાગ્યે આગ્રા જવા રવાના થશે.

>> 4:30 વાગ્યે બંને આગ્રા પહોંચશે, યોગી આદિત્યનાથ તેમને સ્વાગત કરશે અને સાંજે 5 વાગ્યે બંને તાજમહેલની મુલાકાત લેશે.

>> સાડા પાંચ વાગ્યે દિલ્હી જવા રવાના થશે.

>> વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજાયેલા રાત્રિ ભોજનમાં રાત્રે 7 વાગ્યે બંને જોડાશે.


25
ફેબ્રુઆરી
>> સવારે 9 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે ટ્રમ્પનું સેરેમોનિયલ વેલકમ કરાશે.

>> રાજઘાટની મુલાકાત કરશે.

>> હૈદરાબાદ હાઉસ ખાતે દ્રિપક્ષીય મુલાકાત, ડેલિગેશન લેવલે વન ટુ વન.

>> હૈદરાબાદ હાઉસમાં બપોરનું ભોજન.

>> તાજ મૌર્ય હોટલમાં બિઝનેશ ઈવેન્ટ.

>> રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ ભોજન સમારંભ.

>> રાતના 10 વાગ્યે વોંશિગ્ટન જવા ટ્રમ્પ રવાના થશે.


વાયુસેના ટ્રમ્પના પ્લેનને સુરક્ષા આપશે
ભારતીય વાયુસેના જેવું પ્રમુખ ટ્રમ્પનું એરફોર્સ વનભારતીય સીમામાં પ્રવેશશે તેની સાથે જ તેને સુરક્ષા આપશે. એરફોર્સ વનની સુરક્ષામાં વાયુસેનાના સુખોઈ અને મિરાજ-2000 સહિતના ફાઈટર પ્લેન સુરક્ષામાં જોતરાઈ જશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post