• Home
  • News
  • ગુરુવારે US સિક્રેટ સર્વિસની ટીમ અમદાવાદમાં, ટ્રમ્પની વિઝિટ 100 કરોડમાં પડશે
post

આ ટીમ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ગાંધી આશ્રમ તથા મોટેરા સ્ટેડિયમની સુરક્ષા સંદર્ભે ઝીણવટભરી સમીક્ષા કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-12 09:24:49

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તથા અમેરિકાના પ્રથમ મહિલા નાગરિક એવા ટ્રમ્પના પત્ની મેલેનિયાની અમદાવાદ વિઝિટના સંદર્ભમાં અમેરિકાની ટોચની એજન્સી યુએસ સિક્રેટ સર્વિસની ચુનંદી ટીમ ગુરુવારે અમદાવાદમાં ધામા નાખશે, ટીમ ક્યાં સુધી રોકાશે તેની જાણકારી નથી, પરંતુ ટીમ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ગાંધી આશ્રમ તથા મોટેરા સ્ટેડિયમની સુરક્ષા સંદર્ભે ઝીણવટભરી સમીક્ષા કરશે. ટીમ સાથે દેશની ટોચની સુરક્ષા એજન્સી એનઆઈએની ટીમ પણ જોડાશે, સંભવતઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ પણ મિશનમાં સામેલ થશે.   ટોચના સૂત્રો કહે છે કે, હજી કેન્દ્રીય વિદેશ મંત્રાલય તરફથી ગુજરાત સરકારને ટ્રમ્પની વિઝિટ અંગે સત્તાવાર જાણ કરી નથી, પરંતુ રાજ્ય સરકારના વહીવટી તંત્રએ મંગળવારે બપોરે સંબંધિત વિવિધ સરકારી વિભાગોના વડાઓની બેઠક યોજી પ્રોગ્રામની વિસ્તૃત ચર્ચા કરી હતી.

૧૭મીની મુલાકાત વખતે PM ટ્રમ્પના કાર્યક્રમની સમીક્ષા કરશે

પીએમ ૧૭મી ફેબ્રુઆરીએ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેઓ ટ્રમ્પની મુલાકાતની તૈયારીની સમીક્ષા કરશે.

સ્ટેટ નહિ વિદેશ મંત્રાલયનો પ્રોટોકોલ ફોલો થશે

અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવશે ત્યારે કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયનો પ્રોટોકોલ ફોલો કરવામાં આવશે. .

૨૦૦ વોકીટોકીદૂરબીનહેન્ડસ્ફ્રી મંગાવાશે

·         ૧૯ મિનિટનો એરપોર્ટથી સ્ટેડિયમ સુધીનો બંદોબસ્ત

·         . કિલો મીટરનો રસ્તો ભાટ વાળો

·         ૨૪ કલાક સતત પેટ્રોલિંગ, સામાન્ય ચેકિંગ યથાવત્ રહેશે

ટ્રમ્પ ૨૪મી ફેબ્રુઆરીએ સીધા અમદાવાદ આવશે ?  ટ્રમ્પ ૨૪મીએ કે પછી ૨૫મી ફેબ્રુઆરીએ અમદાવાદ આવશે તે હજુ વિધિવત્ રીતે જાહેર થયું નથી, પરંતુ આધારભૂત સૂત્રોનું માનીએ તો ટ્રમ્પ ૨૪મી ફેબ્રુઆરીએ સીધા અમદાવાદ આવે તેવી શક્યતા છે.

બજેટ હવે ૨૪ને બદલે ૨૬મી ફેબ્રુઆરીએ રજૂ કરાશે

બજેટ ૨૪મી ફેબ્રુઆરીએ રજૂ થવાનું હતું. પણ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને પગલે હવે ૨૬મી ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરાશે.

ટ્રમ્પની વિઝિટ ૧૦૦ કરોડમાં પડશે !  ટોચના જાણકાર સૂત્રો કહે છે કે, જગત જમાદાર દેશ યુએસના પ્રેસિડેન્ટની અમદાવાદ ટ્રીપ બધું મળીને લગભગ ૧૦૦ કરોડમાં પડે તેવી ગણતરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે રસ્તા નવા બનાવી રહ્યું છે, મંગળવારથી વિઝિટના રૂટ ઉપરની ફૂટપાથ નવી બનાવી રહ્યું છે તથા એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીના ઊભા રસ્તે ડફનાળા સુધી અથવા છેક આશ્રમ સુધી રસ્તાની બંને તરફ થોડા થોડા અંતરે સ્ટેજ ઊભા કરી કળાવૃંદો મારફત નર્તન કરાવવાની જવાબદારી સંભાળવાનું છે, તેના દ્વારા આશરે રૂ. ૩૫-૪૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ મુકાયો છે. આમ તો ગ્રાન્ટ રાજ્ય સરકાર મ્યુનિ. કોર્પો.ને ચૂકવવાની છે. રાજ્ય સરકાર પોતે તમામ ઇવેન્ટમાં રૂ. ૨૦-૨૫ કરોડ ખર્ચશે એવી ગણતરી કરાઈ છે. આટલો ખર્ચો કેન્દ્ર સરકારના વિદેશમંત્રાલય દ્વારા થશે. જ્યારે મોટેરા સ્ટેડિયમમાં થનારી ઇવેન્ટનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન ઉઠાવશે, એવું નક્કી થયું છે.

એરપોર્ટ ખાતેના ઇવેન્ટની જવાબદારી સાંસ્કૃતિક વિભાગના શીરે

રાજ્ય સરકાર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ટ્રમ્પ અને તેમના ધર્મપત્નીના સ્વાગત માટે વિશાળ ડોમ બનાવી સાંસ્કૃતિક વ્યવસ્થા કરવાની જવાબદારી રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગને સોંપી છે. ઇવેન્ટમાં પણ દેશના વિવિધ રાજ્યોની ભાતીગળ સંસ્કૃતિ રજૂ થશે. તદુપરાંત ગાંધીઆશ્રમમાં જરૂરી વ્યવસ્થા, મોટેરા સ્ટેડિયમ ખાતે પીવાના પાણીની, કામચલાઉ ટોઇલેટ્સની, વિશાળ પાર્કિંગ ઊભું કરવાની જવાબદારી રાજ્ય સરકારનું તંત્ર કરી રહ્યું છે.

અમદાવાદની ટ્રમ્પની વિઝિટ સંદર્ભે વ્હાઇટ હાઉસનું નિવેદન

ટ્રમ્પના ટ્વિટ બાદ મંગળવારે સાંજે કેન્દ્રીય વિદેશમંત્રાલયે સત્તાવાર રીતે એવું જાહેર કર્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા અમદાવાદ અને નવી દિલ્હી ખાતે ૨૪-૨૫ ફેબ્રુઆરી દરમિયાન આવવાના છે, તે સંદર્ભે વ્હાઇટ હાઉસ દ્વારા જણાવાયું છે કે, અમદાવાદ વિઝિટ માટે પસંદ કરાયું છે કારણ કે અમદાવાદ વડા પ્રધાન મોદીના માદરે વતન ગુજરાતમાં આવેલું છે અને શહેરે મહાત્મા ગાંધીના જીવનમાં અગત્યનો ભાગ ભજવ્યો છે. યુએસ પ્રેસ સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે, પ્રેસિડેન્ટ તથા ફર્સ્ટ લેડી અમદાવાદમાં પ્રવાસ એટલા માટે કરી રહ્યા છે કે, શહેર વડા પ્રધાન મોદીના વતન ગુજરાતમાં આવેલું છે, જેણે મહાત્મા ગાંધીના જીવનમાં તથા ભારતની આઝાદીની ચળવળમાં મોટો ભાગ ભજવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પને સ્ટેડિયમ સુધી લાવવા માટે ભાટથી મોટેરા રોડને VVIP રસ્તા તરીકે ડેવલપ કરાયો

ગુજરાત સરકારના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ, ડા અને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ ભેગા મળીને ભાટથી મોટેરાને જોડતાં એક રોડને પહોળો કરી દુલ્હનની જેમ સજાવી રહ્યાં છે કેમ કે, અગામી ૨૪મીએ અમદાવાદની મુલાકાતે આવનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી રોડ થઇ મોટેરા સ્ટેડિયમ સુધી પહોંચે તેવી સંભાવના છે. એવું કહેવાઇ રહ્યું છે કે, સુરક્ષાના કારણોસર પણ ભાટથી મોટેરાના રોડની પસંદગી કરાઇ છે. રોડને પહોળો કરીને તેની ઉપર સ્ટ્રીટ લાઇટ, ફુટપાથ અને ડેકોરેશનની વ્યવસ્થા કરાઇ રહી છે. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ થઇ ગાંધીનગર તરફ જવાના રોડ ઉપર ડાબી બાજુએ ભાટ ગામનું પાટિયું આવે છે. અહીંથી મોટેરા અને કોટેશ્વરને જોડતો એક રોડ આવેલા છે. ભાટથી રોડ ઉપર દોઢ કિ.મી. જેટલા આગળ જાઓ એટલે આગળ બે ફાંટા પડે છે એક રોડ મોટેરા સ્ટેડિયમ તરફ જાય છે તો બીજો રોડ કોટેશ્વર ગામ તરફ જાય છે જે રોડ પાછો મોટેરા સાથે જોડાય છે. આમ, એરપોર્ટથી રોડ ઉપર વીવીઆઇપી મુવમેન્ટ થઇ શકે તેના માટે પસંદ કરાયો છે. રોડ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. આમ ત્રણ ઓથોરીટી રોડને પહોળો કરીને સજાવવાની કામગીરી કરી રહી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post