• Home
  • News
  • USA: યુનાઇટેડ સ્ટેટ્સ ઇન અમદાવાદ, 24મીએ સવારે 11.55 વાગ્યે એરપોર્ટ પર ટ્રમ્પનું વિમાન ઉતરશે
post

150 મિનિટનો ટ્રમ્પ શૉ: 6 વર્ષમાં અમદાવાદ આવનારા ટ્રમ્પ પાંચમા રાષ્ટ્રપ્રમુખ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 09:14:21

અમદાવાદઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ અમદાવાદ આવી રહ્યા છે. આ અત્યાર સુધીના કોઈ પણ રાષ્ટ્રપ્રમુખની સૌથી ચર્ચિત ભારત યાત્રા ગણાવાઈ રહી છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી કોઈ દેશના પાંચમા વડા ભારત આવી રહ્યા છે. દિવ્ય ભાસ્કર તમને ટ્રમ્પની યાત્રાને લઈને તમામ માહિતી સરળ અને સહજ રીતે જણાવી રહ્યું છે...

ક્યારે, કેટલા વાગે આવશે, જશે?
ટ્રમ્પનું એરફોર્સ-1 વિમાન 24 ફેબ્રુઆરી સોમવારે સવારે 11:55 વાગ્યે એરપોર્ટ પહોંચશે. ત્યાર પછી સાબરમતી આશ્રમ જશે. ત્યાં 25 મિનિટ પસાર કરશે. બપોરે 1:15 વાગ્યે મોટેરા સ્ટેડિયમ પહોંચશે. આ દરમિયાન મોદી પણ તેમની સાથે હશે. ત્યાર પછી પહેલા મોદી અને પછી ટ્રમ્પનું ભાષણ થશે. બપોરે 3:30 વાગ્યે ટ્રમ્પ દિલ્હી જવા રવાના થશે.

રોડ શૉ ક્યાંથી ક્યાં સુધી?
એરપોર્ટથી સાબરમતી આશ્રમ અને આશ્રમથી પાછા મોટેરા સ્ટેડિયમ સુધી ટ્રમ્પ રોડ શૉ કરતા કરતા જ જશે અને આવશે. આ દરમિયાન 10 હજાર પોલીસ જવાન રસ્તાની બંને તરફ સુરક્ષામાં તહેનાત રહેશે. 50 હજાર લોકો પણ એ વખતે ત્યાં હાજર રહેશે.

સુરક્ષા માટે શું?
ટ્રમ્પની 150 મિનિટની મુલાકાત વખતે 25 હજાર જવાન તહેનાત રહેશે. તેમાં 65 ACP, 200 ઈન્સ્પેક્ટર, 800 સબ ઈન્સ્પેક્ટર સહિત 12 હજાર સિટી પોલીસ અને સાથે એનએસજી, સેન્ટ્રલ ફોર્સ, એસપીજી, એલઆરડી, એસઆરપીએફ અને સીઆરપીએફ જવાનો સામેલ હશે. ચીનના પ્રમુખ, જાપાન અને ઈઝરાયેલના વડાપ્રધાનો માટે પણ આવી સુરક્ષા વ્યવસ્થા ન હતી. રોડ શૉના 22 કિ.મી.ના રસ્તામાં ચેકિંગ માટે 7 ટીમ હશે. રોડ શૉ અને સ્ટેડિયમમાં આયોજિત મેગા શૉમાં જનારાની 120 ડોર ફ્રેમ, 240 મેટલ ડિટેક્ટર થકી તપાસ થશે.

સ્ટેડિયમની અંદર?
સ્ટેડિયમમાં સમગ્ર સુરક્ષા અમેરિકન સિક્રેટ ટીમ પાસે રહેશે. યુએસથી આવેલા કમાન્ડો સંપૂર્ણ સુરક્ષા સંભાળશે. ગુજરાત પોલીસ ત્યાં સિવિલ ડ્રેસમાં ભીડમાં હાજર રહેશે. સ્ટેડિયમના દરેક ગેટ પર એક મેડિકલ ટીમ રહેશે. તેમાં એક મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ અને હેલ્થ વર્કર રહેશે. 28 પાર્કિંગ પ્લોટના દરેક પ્લોટમાં એક મેડિકલ ટીમ મોજુદ રહેશે. કોઈને અંદર ખાદ્યસામગ્રી નહીં લઈ જવા દેવાય. ત્યાં સુધી કે, પાણીની બોટલ પણ અંદર લઈ જવાની મંજૂરી નહીં હોય.

સાફ-સફાઈ માટે?
22
કિ.મી.ના સમગ્ર રૂટ પર દર 100 મીટરે એક સફાઈકર્મી તહેનાત રહેશે. સ્ટેડિયમની અંદર સીડીઓ પાસે પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે. એ માટે 73 કાઉન્ટર બનાવાયા છે, જ્યાં દરેક કાઉન્ટર પાસે બેથી પાંચ સફાઈકર્મી હાજર રહેશે, જેથી અવ્યવસ્થા અને ગંદકી ના ફેલાય.

આ પાંચ મહત્ત્વની માહિતી પણ વાંચો

·         સ્ટેડિયમમાં સ્પેશિયલ હોસ્પિટલ

સ્ટેડિયમમાં 30 બેડની સ્પેશિયલ હોસ્પિટલ તૈયાર કરાઈ છે. તેમાં ટ્રમ્પ, મેલેનિયા અને મોદી સિવાય મુખ્ય વીવીઆઈપીના બ્લડ ગ્રૂપ રખાયા છે. હોસ્પિટલમાં એક આઈસીયુ, ઈમર્જન્સી સેન્ટર પણ બનાવાયું છે. કોઈ પણ પ્રકારની ઈમર્જન્સીની સ્થિતિમાં શહેરમાં એસવીપી, એલજી, શારદાબહેન અને સોલા સિવિલમાં બે-બે વોર્ડ ખાલી રાખવાની પણ સૂચના અપાઈ છે.

·         આજે સુરક્ષા વિમાન આવશે

રવિવારે સવારે 9થી 10 વાગ્યા વચ્ચે સુરક્ષાકર્મીઓની ટીમનું સ્પેશિયલ એરક્રાફ્ટ લેન્ડ થશે. તેમાં સુરક્ષા ટીમ સાથે સુરક્ષાને લગતા સાધનો લઈને પણ એક ટીમ આવશે. 19 ફેબ્રુઆરીથી સમગ્ર સુરક્ષા ફોર્સ એલર્ટ મોડમાં આવી જશે. એરપોર્ટથી લઈને સ્ટેડિયમ અને સાબરમતી સુધી હાઈરાઈઝ બિલ્ડિંગ પર સ્નાઈપર્સ તહેનાત રહેશે.

·         300 કારનો કાફલો

ટ્રમ્પના સુરક્ષાકર્મીઓ માટે મર્સિડિઝ, બીએમડબલ્યુ સહિત હાઈ સિક્યોરિટી ફિચર્સ ધરાવતી 300 કારની વ્યવસ્થા કરાઈ છે. આ કાર ફક્ત અમેરિકન પ્રમુખની સુરક્ષામાં તહેનાત લોકો માટે જ હશે.

·         1000 NRIએ શિડ્યૂઅલ બદલ્યું

અમેરિકાથી આશરે એક હજાર NRI અમદાવાદમાં જ હતા, જે એક-બે દિવસમાં પાછા જવાના હતા. પરંતુ હવે તેમને સૂચના અપાઈ છે કે, ટ્રમ્પના શૉ સુધી તેઓ અમદાવાદમાં જ રોકાય. આ કારણસર તમામ 1000 NRIએ તેમનું શિડ્યુઅલ બદલ્યું છે.

·         અમદાવાદ આવનાર ટ્રમ્પ 5મા વડા

2014માં મોદી વડાપ્રધાન બન્યા પછી ટ્રમ્પ અમદાવાદની મુલાકાત લેનારા 5માં રાષ્ટ્રપ્રમુખ બનશે. આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અહીં આવી ચૂક્યા છે. ટ્રમ્પ અમેરિકાના પહેલા રાષ્ટ્રપતિ હશે, જે ગાંધી આશ્રમ જશે. ગાંધી આશ્રમમાં ટ્રમ્પ માટે 3 જગ્યાની જાણકારી મોકલાઈ છે, જેમાં હૃદય કુંજ, મીરા કુટિર અને મગન નિવાસ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post