• Home
  • News
  • ઉત્તરાખંડ: હેમકુંડ સાહિબના કપાટ 11 ઓક્ટોબરથી 5 મહિના સુધી થઈ જશે બંધ
post

હેમકુંડ સાહિબના કપાટ બંધ થવાની તારીખ સામે આવ્યા બાદ દર્શન માટે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-02 17:12:07

ચમોલી: શિખોના સોથી પવિત્ર સ્થળ હેમકુંડ સાહિબ અને લોકપાલ લક્ષ્મણ મંદિર જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો ઉતાવવળ કરજો કારણ કે તેમના કપાટ 11 ઓક્ટોબરે બપોરે 1 વાગ્યે શીતકાળ માટે બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદ તે આગામી 5 મહિના માટે બંધ રહેશે અને આ દરમિયાન દર્શન થઈ શકશે નહીં. હેમકુંડ સાહિબના કપાટ બંધ થવાની તારીખ સામે આવ્યા બાદ ત્યાં દર્શન માટે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો છે. અત્યાર સુધીમાં એક લાખ 60 હજાર 800 તીર્થયાત્રીઓ હેમકુંડ સાહિબના દર્શન કરી ચૂક્યા છે.

15,225 ફૂટની ઊંચાઈ પર સ્થિત ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબ

સમુદ્રતળેથી 15,225 ફૂટની ઊંચાઈ પર સ્થિત ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબ અને લોકપાલ લક્ષમણ મંદિરના કપાટ આ વર્ષે 20 મેં ના રોજ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા. શરૂઆતમાં માર્ગ અને હવામાનને ધ્યાનમાં રાખી 12 વર્ષથી નાની ઉંમરના બાળકો અને વૃદ્ધોને યાત્રા કરવા પર રોક લગાવી હતી. તેમ છતાં યાત્રા પર તેની કોઈ અસર ન પડી. પ્રતિબંધ હટાવ્યા બાદ યાત્રાએ વધુ ગતિ પકડી. જોકે, જુલાઈમાં વરસાદ શરૂ થયા બાદ યાત્રા થોડી ધીમી પડી હતી પરંતુ સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાયની શરૂઆત થતાં જ ધામમાં ભારે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. હાલમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શ કરવા માટે પહોંચી રહ્યા છે.

આ વર્ષે પગપાળા યાત્રા માર્ગમાં સુધારો કરવામાં આવ્યો

ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબ મેનેજમેન્ટ ટ્રસ્ટના મેનેજર સરદાર સેવા સિંહે જણાવ્યું કે, ટ્રસ્ટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ વર્ષે શ્રી હેમકુંડ સાહિબના દરવાજા 11 ઓક્ટોબરે બપોરે 1 વાગ્યે બંધ કરી દેવામાં આવશે. આ વખતે ગત વર્ષની ભૂલોમાંથી બોધપાઠ લઈને પગપાળા માર્ગને સુધારવાની સાથે સાથે શૌચાલય, ટીન શેડ, બેન્ચ, રેલિંગ વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ વધારવામાં આવી હતી. ટ્રસ્ટે શ્રદ્ધાળુઓ માટે ખંગારિયા અને હેમકુંડ સાહેબ વચ્ચે મેડિકલ કેમ્પની પણ વ્યવસ્થા કરી છે. ગોવિંદઘાટથી ખંગારિયા સુધી હવાઈ સેવા પણ સતત ચાલુ છે.

adv

Related News

post
post
post
post
post
post
post