• Home
  • News
  • VIDEO: અબુ ધાબીમાં PM મોદીને ગાર્ડ ઑફ ઑનર, UAEમાં લોન્ચ કર્યા UPI અને RuPay કાર્ડ
post

આ મંદિરમાં લગભગ 2000-5000 ભક્તોના મંદિરમાં આપવાની શક્યતા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-13 19:25:53

યુએઈમાં આવેલા પહેલા હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબી પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત અરબ અમીરાત (UAE)ની બે દિવસીય મુલાકાતે છે. અબૂ ધાબી પહોંચવા પર UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાને તેમનું સ્વાગત કર્યું. ભારતના UPIનો ડંકો વાગી રહ્યો છે. ત્યારે હવે UAEમાં પણ UPI RuPay કાર્ડ પેમેન્ટ થઈ શકશે. વડાપ્રધાન મોદીએ યુએઈ પહોંચ્યા બાદ રાષ્ટ્રપિ અલ નાહ્યાન સાથે ત્યાં UPI અને RuPay કાર્ડ લોન્ચ કર્યા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ નાહ્યાનની સાથે RuPay કાર્ડથી પેમેન્ટ પણ કર્યું હતું.

વડાપ્રધાન મોદીને અપાયું ગાર્ડ ઑફ ઑનર

વડાપ્રધાન મોદીને ગાર્ડ ઑફ ઑનર અપાયું. સંયુક્ત અરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાને વડાપ્રધાન મોદીને ગળે લગાવ્યા.

વડાપ્રધાન મોદી 2 દિવસના UAE પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બે દિવસીય યાત્રા પર યુએઈના પ્રવાસે પહોંચ્યા છે. 14 ફેબ્રુઆરીએ તેઓ અબુ ધાબીમાં પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ધાટન કરશે. સાથે જ યુએઈમાં રહેતા ભારતીય મૂળના લોકોને સંબોધિત પણ કરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીયો ઉમટે તેવી શક્યતા છે. જોકે, આ કાર્યક્રમ પહેલા વરસાદે બધી મજા બગાડી દીધી છે. વરસાદના કારણે કાર્યક્રમનો સમય ઘટાડી દેવાયો છે.

adv

Related News

post
post
post
post
post
post
post