• Home
  • News
  • VIDEO : 'પાકિસ્તાન જવું હોત તો અમે...', ભાજપના ગઢમાં ફારૂક અબ્દુલ્લાએ જુઓ શું-શું કહ્યું...
post

અમે લોકો હિન્દુસ્તાની હતા, હિન્દુસ્તાની છે અને હિન્દુસ્તાની રહીશુ: ફારૂક અબ્દુલ્લા

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-08 18:04:49

ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતા જમ્મુના નગરોટા વિધાનસભા ક્ષેત્રમાં નેશનલ કોન્ફરન્સે મોટી રેલી યોજી હતી. નેશનલ કોન્ફરન્સના સાંસદ ડો. ફારૂક અબ્દુલ્લાએ રેલીને સંબોધિત કરી હતી. તેમણે લોકોને સંબોધિત કરતા કહ્યું કે આટલી ઠંડી અને ધુમ્મસમાં તમે લોકો આવ્યા છો. જેઓ કહે છે કે નેશનલ કોન્ફરન્સ ક્યાંય નથી તેમને હું જવાબ આપું છું. તેઓ કહે છે કે તેઓ પાકિસ્તાની છે અને આતંકવાદીઓ સાથે મળેલા છે. તેમણે તમને એ ક્યારેય નથી જણાવ્યું કે, કે આપણા 1500 મંત્રીઓ, સ્પીકર, ધારાસભ્યો અને કાર્યકરો માર્યા ગયા.


મહારાજા સાહેબ જમ્મુ કાશ્મીરને આઝાદ જોવા માંગતા હતા

ફારૂક અબ્દુલ્લાએ કલમ 370ને યાદ કરતાં કહ્યું કે 370 અમે નહોતી બનાવી તેને મહારાજ જમ્મુ-કાશ્મીર હરિ સિંહે બનાવી હતી. તેમણે આ કલમ 370 કેમ લાગુ કરી હતી? તે સમયે ન તો ભારત હતું કે ન તો પાકિસ્તાન હતું. તેમણે આ કાયદો એટલા માટે લાદ્યો હતો કે લોકો બહારથી આવીને અહીં વસવાટ ન કરે અને અહીંના લોકોની જમીન અને નોકરીઓ પચાવી ન પા઼ડે. તેમણે અહીંની નોકરી જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકો માટે રાખી હતી. જમ્મુના લોકોએ કલમ 370 હટાવી તે સમયે ખૂબ પર ખૂબ ઢોલ-નગારા વગાડ્યા. આજે તેઓ સમજી રહ્યા છે કે શું થઈ રહ્યું છે. આજે જમ્મુ માટે નોકરીઓ ક્યાં છે? એક નોકરી નીકળી અને તેના માટે પણ કેરળથી આવીને અહીં સ્થાયી થયો. શું હવે અહીં લોકો બહારથી આવશે? શું અહીં પોલીસના લોકો બહારથી આવશે? શું આપણા લોકો એટલા અભણ છે કે તેઓ IG અને DG ન બની શકે?

જમ્મુ અને શ્રીનગર બંને જગ્યાએ સચિવાલય

પોતાની વાતને આગળ ધપાવતા તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આટલો બુદ્ધિશાળી કોઈ નથી જે અહીંની યુનિવર્સિટીનો વાઈસ ચાન્સેલર બની શકે, તે પણ બહારથી આવ્યો છે. અમે જમ્મુ અને શ્રીનગર બંને જગ્યાએ સચિવાલય કેમ રાખ્યું? કારણ કે શ્રીનગરમાં ઠંડી હોય તે સમયે જમ્મુમાં અને જ્યારે જમ્મુમાં ગરમી હોય ત્યારે સચિવાલય શ્રીનગરમાં કામ કરશે.

હિંદુ-મુસ્લિમ વચ્ચે ભેદભાવ નથી કર્યો: ફારુક અબ્દુલ્લા

ફારુક અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, 1996માં આતંકવાદના સમયગાળા દરમિયાન આજની આ પાર્ટીઓ ક્યાંય નહોતી. શ્રીનગર જતા ડરતા હતા. પછી મેં નક્કી કર્યું કે લોકોને બચાવવા હોય તો ચૂંટણી લડવી પડશે અને અમે ચૂંટણી લડ્યા. જેટલી પણ સ્કૂલો અહીં 1996માં બંધ થઈ ગઈ હતી, અમે તેને રેહબારે તાલીમ હેઠળ ફરીથી શરૂ કરી. અમે અહીં ડોક્ટરો લાવ્યા, રસ્તાઓ બનાવ્યા અને પુલ બનાવ્યા છે. 1996 સુધી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ઓફિસમાં બેસતા હતા. મેં તેમને હેલિકોપ્ટર આપ્યું અને કહ્યું કે દૂરના વિસ્તારોમાં જાઓ અને ત્યાંના લોકોની ભરતી કરો. મેં એમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે ભેદભાવ નથી કર્યો. અમે ક્યારેય એ નથી જોયું કે તમે હિંદુ છો કે મુસ્લિમ અને જમ્મુના છો કે શ્રીનગરના છો.આ સાથે જ તેમણે કહ્યું કે એ ભૂલી જાય છે કે, જ્યારે વિધાનસભા પર હુમલો થયો હતો ત્યારે ફારુક અબ્દુલ્લા ક્યાં હતા. ભગવાન મને બચાવવાના હતા. કારણ કે, 5 મિનિટ પહેલા જ મને ગવર્નરે બોલાવ્યો હતો અને આ હુમલામાં 40 લોકો માર્યા ગયા હતા. અમે લોકો હિન્દુસ્તાની હતા, હિન્દુસ્તાની છે અને હિન્દુસ્તાની રહીશુ. જો અમારે પાકિસ્તાન જવું હતું તો અમે 1947માં ચાલ્યા ગયા હોત અમને કોઈ રોકી શકે એમ નહોતું.

adv

Related News

post
post
post
post
post
post
post