• Home
  • News
  • VIDEO: લગ્ન બાદ પ્રથમવાર કેમેરા સામે આવ્યા રાઘવ-પરિણીતિ, એક્ટ્રેસ જઈ રહી છે સાસરે
post

પરિણીતી અને રાઘવની આ તસવીરો હોટેલમાંથી પરત ફરતી વખતે લેવામાં આવી છે. જેમાં પરી એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે. તસવીરોમાં પરિણીતી ચોપરા શરમાતી જોવા મળી રહી છે. પરિણીતી બ્લુ જીન્સ સાથે પિન્ક ટોપ પહેર્યું હતુ.

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-25 17:23:27

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા હવે AAP નેતા રાઘવ ચઢ્ઢાની દુલ્હન બની ગઈ છે. આ કપલ રવિવારે ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. દંપતીએ પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં લીલા પેલેસમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને પહેલીવાર મીડિયા સામે આવ્યા છે. આ કપલ લગ્ન પછી પહેલીવાર સાથે જોવા મળ્યા છે. બંને જેટી પર ચડી ગયા અને હોટેલમાંથી એરપોર્ટ જવા નીકળ્યા. 

પરિણીતી અને રાઘવની આ તસવીરો હોટેલમાંથી પરત ફરતી વખતે લેવામાં આવી છે. જેમાં પરી એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે. તસવીરોમાં પરિણીતી ચોપરા શરમાતી જોવા મળી રહી છે. પરિણીતી બ્લુ જીન્સ સાથે પિન્ક ટોપ પહેર્યું હતુ. 

જ્યારે લગ્ન બાદ બહાર આવેલી આ તસવીરોમાં રાઘવ ચઢ્ઢા એકદમ ડેશિંગ દેખાતા હતા. તેમણે સફેદ રંગના સ્ટાઇલિશ શર્ટ સાથે કાળું પેન્ટ પહેર્યું હતું. તસ્વીરોમાં રાઘવ અને પરી હોટલમાંથી એરપોર્ટ તરફ જતા જોવા મળે છે. બંનેએ વોક કરતી વખતે પાપારાઝીને ઘણા પોઝ પણ આપ્યા હતા.

તસવીરોમાં પરિણીતી તેના પતિ રાઘવનો હાથ પકડેલી જોવા મળી રહી છે. આ ઉપરાંત બંને વચ્ચેનું બોન્ડિંગ પણ અદ્ભુત લાગે છે.

adv

Related News

post
post
post
post
post
post
post