• Home
  • News
  • ઓસ્ટ્રિયામાં આતંકી હુમલો:રાજધાની વિયેનામાં આતંકી અટેક,7 લોકોના મોત;યહૂદી ધર્મસ્થળ પાસે પણ ફાયરિંગ
post

વિયનામાં આતંકી હુમલાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-03 10:40:46

ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં મંગળવાર સવારે આતંકી હુમલો થયો હતો. રિપોટ્સના જણાવ્યા પ્રમાણે, ફાયરિંગમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. શરૂઆતની માહિતી પ્રમાણે, 6 અલગ અલગ લોકેશન્સ પર ફાયરિંગ થયું. ઓસ્ટ્રિયાના હોમ મિનિસ્ટર કાર્લ નેહમારના જણાવ્યા પ્રમાણે, ઘટનાને આતંકી હુમલા સિવાય બીજું કંઈ ન કહી શકાય. ઘાયલોને હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે.

ફાયરિંગ ચાલું
ઓસ્ટ્રિયાની સરકારી ન્યૂઝ એજન્સી ઓઆરએફના જણાવ્યા પ્રમાણે, ઘટના સોમવાર રાતે(ભારતીય સમય પ્રમાણે મંગળવાર સવારે)બની હતી. અપડેટ્સના જણાવ્યા પ્રમાણે, ઘણા વિસ્તારોમાં અટકી અટકીને ફાયરિંગ ચાલી રહ્યું હતું. મૃતકો વિશે હાલ ચોક્કસ માહિતી સામે આવી નથી. ન્યૂયોર્ક ટાઈમ્સ અને ધ ગાર્જિયને તેની સંખ્યા 2 કહી છે. સાથે જ ન્યૂઝ એજન્સી IANSએ મૃતકોનો આંકડો 7 કહ્યો છે. પોલીસે કહ્યું ક સ્થિતિ ખરાબ છે. કૃપિયા કોઈ પણ સ્થિતિમાં સાર્વજનિક સ્થળો પર જવાથી બચો.મૃતકોમાં એક પોલીસ અધિકારી પણ સામેલ છે.

હુમલાખોર કોણ છે?
અત્યાર સુધી આ અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી કે હુમલાખોર કોણ અને કેટલા છે. અને આ લોકોનું કનેક્શન છે.પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, હુમલામાં એક અધિકારી માર્યો ગયો છે. અમે પુરી શક્તિથી તેમનો મુકાબલો કરી રહ્યાં છીએ. એક હુમલાખોર યહૂદી ધર્મસ્થળ સિનેગોગ પાસે ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. તેમના ચહેરા પર માસ્ક છે. વિએનામાં યહૂદી સમુદાયના નેતા ઓસ્કર ડ્યૂટેકે કહ્યું કે, અમે એવું ન કહી શકીએ કે હુમલો કોણ કર્યો અને શું અમારું ધર્મસ્થળ જ નિશાના પર હતું.

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો
વિયનામાં આતંકી હુમલાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે. અમુકમાં હુમલાખોર જોવા પણ મળી રહ્યાં છે. ઘટના રાતે લગભગ 8 વાગ્યાની છે. અહીંયા સોમવાર રાતથી જ મહામારીને રોકવા માટે લોકડાઉન લાગું કરવાનું હતું. વિયનાના ચાન્સલરે કહ્યું કે, અમારું શાંત શહેર ભયમાં છે.

adv

Related News

post
post
post
post
post
post
post