• Home
  • News
  • પ્રત્યાર્પણ વિરુદ્ધ વિજય માલ્યા લંડનની રોયલ કોર્ટ પહોંચ્યા
post

મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશમાં અનેક ત્રુટિ હોવાનો દાવો માલ્યાના વકીલે અરજીમાં કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-12 10:25:54

લંડન: ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાને ભારતીય બેન્કો સાથે છેતરપિંડીના આરોપસર બ્રિટનથી ભારતમાં પ્રત્યાર્પણ કરવાના આદેશ વિરુદ્ધ લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં અરજી કરી છે. તેમના વકીલોએ કહ્યું છે કે મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશમાં ગણી ખામી છે.
બ્રિટનના સરકારી વકીલ બુધવારે જવાબ આપશે

કિંગફિશર એરલાઈન્સના માજી વડા 64 વર્ષીય વિજય માલ્યા તેમના વકીલ સાથે કોર્ટમાં આવ્યા હતા અને પત્રકારોને મળ્યાં વિના નીકળી ગયા હતા. તેમણે એટલું કહ્યું હતું કે તેઓ અહીં સુનાવણી માટે આવ્યા છે. એપ્રિલ 2017માં પ્રત્યાર્પણ વોરંટ અંગે થયેલી ધરપકડ પછી તેઓ હાલમાં જામીન પર છે. કાર્યવાહી ત્રણ દિવસ ચાલશે. માલ્યાના વકીલ મૌખિક દલીલ કરશે અને ભારત સરકારવતી બ્રિટનના સરકારી વકીલ બુધવારે જવાબ આપશે. ગુરુવારે દલીલ પૂરી થયા પછી કોર્ટ ચુકાદો આપશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post