• Home
  • News
  • ટેસ્ટ રેન્કિંગમાં સ્મિથને પછાડીને વિરાટ ફરી બન્યો નંબર વન
post

ICCની લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં ફરી એક વખત વિરાટ કોહલી એક નંબર પર આવી ગયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-04 16:05:42

ICCની લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં ફરી એક વખત વિરાટ કોહલી એક નંબર પર આવી ગયો છે. ખેલાડીઓને નવી રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી 928 પોઇન્ટ સાથે ટોપ સ્થાને પહોંચી ગયો છે. વિરાટે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને પાછળ છોડીને આ સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાન વિરુદ્ધ કંઇ ખાસ ન કરી શકવાના કારણે સ્મિથને આ નુકસાન થયું છે અને અત્યારે તે 923 પોઇન્ટ સાથે બીજા નંબરે છે.

ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન અને ઇન્ગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે પૂર્ણ થયેલી સીરીઝ બાદ લેટેસ્ટ રેન્કિંગમાં બદલાવ જોવા મળ્યા છે. ભારતનો મયંક અગ્રવાલ અત્યારે ટોપ-10માંથી બહાર થઇ ગયો છે અને તે અત્યારે 12મા સ્થાને છે. જોકે ટોપ-10 હજુ ભારતના ત્રણ ખેલાડી છે. ભારત તરફથી વિરાટ સિવાય ચેતેશ્વર પુજારા ચોથા અને અજિંક્ય રહાણે છઠ્ઠા સ્થાને છે.

ટેસ્ટ રેન્કિંગમાં સૌથી મોટો ફાયદો ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરને થયો છે. ત્રેવડી સદી સહીત બે મેચમાં 400થી વધુ રન બનાવનાર વોર્નર અત્યારે પાંચમા સ્થાને પહોંચી ગયો છે. બીજી તરફ આ લિસ્ટમાં બેવડી સદી મારનાર જો રૂટ સાતમાં અને ઓસ્ટ્રેલિયાનો માર્નસ લબુશાને આઠમાં સ્થાને પહોંચી ગયો છે.

તે સિવાય બોલર્સની રેન્કિંગમાં અત્યારે ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ 900 પોઇન્ટ સાથે પહેલા નંબરે છે. કમિન્સ બાદ રબાડા, જેસન હોલ્ડર, નીલ વેગ્નર અને જસપ્રીત બુમરા ટોપ-5માં સામેલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post