• Home
  • News
  • વિરાટ કોહલીના ભાઈ વિકાસે ફોટો શૅર કર્યો, શર્મા પરિવારના આધ્યાત્મિક ગુરુ અનંત બાબા નામકરણ કરે તેવી શક્યતા
post

હોસ્પિટલ સૂત્રોના મતે, દીકરીનું નામ 'અન્વી' રાખ્યું હોવાની ચર્ચા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-12 11:54:06

અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીના રોજ બપોરે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો અને વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં પુત્રી જન્મના વધામણા આપ્યા હતા. હવે અનુષ્કા તથા વિરાટની દીકરીની પહેલી તસવીર સામે આવી છે, જેમાં તેના માત્ર પગ જોવા મળે છે. આ તસવીર વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ સોશિયલ મીડિયામાં શૅર કરી છે અને કહ્યું હતું, 'ખુશીઓની લહેર, પરી ઘર આવી ગઈ.' અનુષ્કા-વિરાટની દીકરીનું નામ આધ્યાત્મિક ગુરુ અનંત નારાયણ કરે તેવી શક્યતા છે.

દીકરીના જન્મના વધામણા આપવાની સાથે જ વિરાટે પ્રાઈવસીનું ધ્યાન રાખવાની વાત કહી હતી. વિરાટ કે અનુષ્કાએ દીકરીની તસવીર શૅર કરી નથી. જોકે, તેમના ભાઈએ જે તસવીર શૅર કરી છે, તે પહેલી તસવીર હોવાનું માનવામાં આવે છે. જોકે, આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.

દરેક નિર્ણયમાં અનંત બાબાની સલાહ લેવામાં આવે છે
દીકરીના જન્મ બાદથી જ સોશિયલ મીડિયામાં નામ અંગે ચર્ચા થઈ રહી છે. હોસ્પિટલ સૂત્રોના મતે દીકરીનું નામ 'અન્વી' રાખવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જોકે, વેબ પોર્ટલ DNAના અહેવાલ પ્રમાણે, શર્મા પરિવારના આધ્યાત્મિક ગુરુ અનંત નારાયણ નામકરણ કરશે. શર્મા તથા કોહલી પરિવાર મહારાજ અનંતના નિર્ણયોને હંમેશાં માન આપતા હોય છે. પછી તે લગ્નનો નિર્ણય હોય કે ઘર

ખરીદવાનો. શર્મા પરિવારના મહત્ત્વના નિર્ણયમાં અનંત નારાયણ પોતાની સલાહ અચૂકથી આપે છે.

 

ઉલ્લેખનીય છે કે અનંત નારાયણ હરિદ્વારમાં આવેલા અનંત ધામમાં રહે છે. અહીંયા શર્મા પરિવાર અવાર-નવાર આવે છે. અનુષ્કા-વિરાટના લગ્નમાં અનંત બાબા ઈટલી પણ ગયા હતા. 15 વર્ષની ઉંમરમાં અનંત બાબા આધ્યાત્મિક સાથે જોડાઈ ગયા હતા.

2017માં લગ્ન કર્યાં હતાં
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 11 ડિસેમ્બરે 2017માં ઇટલીમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતા. તેમના રિસેપ્શનમાં વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી હતી. ઓગસ્ટ, 2020માં અનુષ્કા તથા વિરાટે પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. લગ્નના ત્રણ વર્ષ અને એક મહિના બાદ બંનેના ઘરે દીકરીનો જન્મ થયો છે. અનુષ્કા તથા વિરાટ 32 વર્ષના છે. અનુષ્કા મે મહિનાથી કામ કરવાનું શરૂ કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post