• Home
  • News
  • 50થી વધારે દેશમાં કોરોના વાઈરસ પહોંચ્યો, ચીનમાં એક દિવસમાં 44 લોકોના મોત, અન્ય 10 દેશમાં 70 લોકોએ જીવ ગુમાવ્યો
post

વિશ્વભરમાં અત્યાર સુધીમાં 83,045 કેસ સામે આવ્યા, ચીનમાં સૌથી વધારે 78824 લોકો સંક્રમિત

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-29 09:10:04

નવી દિલ્હીઃ કોરોના વાઈરસથી સમગ્ર વિશ્વમાં દહેશતનો માહોલ પ્રવર્તિ રહ્યો છે. બજાર, કારોબાર, પર્યટન, પરસ્પરના સહયોગ આ તમામ જાણે અટકી ગયું છે. કારણ, કોરોના વાઈરસ હવે વિશ્વના 50થી વધારે દેશમાં ફેલાઈ ગયો છે. વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 83,045 કેસ સામે આવ્યા છે. તેમાંથી 78,824 કેસ ચીનમાંથી છે. એકલા ચીનમાં 2,788 મોત થયા છે. બાકીના વિશ્વમાં 4,400 કેસ સામે આવ્યા છે અને 70 લોકોએ જીવ ગુમાવ્યો છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના મતે ગુરુવારે દેશમાં 44 મોત થયા હતા. તેમાંથી 41 મોત એકલા હુબેઈ પ્રાંતમાં થયા છે. દેશમાં 327 નવા કેસ નોંધાયા છે. કોરોના વાઈરસથી પીડિત 36,115 દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે.

 

વિશ્વના દેશોમાં કોરોના વાઈરસની સ્થિતિ
એશિયાઃ ચીનમાં 78824 કેસ, 2788 મોત
દક્ષિણ કોરિયાઃ 2022 કેસ, 13 મોત
ઈરાનઃ 245 કેસ, 26 મોત
જાપાનઃ 8 મોત
હોંગકોંગઃ 2 મોત
ફિલિપાઈન્સ-તાઈવાનઃ 1-1 મોત
આફ્રિકાઃ અલ્જિરીયા,ઈજિપ્ત, નાઈઝીરીયા તમામમાં એક-એક કેસ સામે આવ્યા છે
ઓસ્ટ્રેલિયાઃ22 કેસ
યુરોપઃ ઈટાલીઃ 650 કેસ, 17 મોત
ફ્રાંસઃ 2 મોત

ઉત્તર અમેરિકાઃ અમેરિકામાં 60 કેસ
દક્ષિણ અમેરિકાઃ બ્રાઝીલમાં 1 કેસ

સાઉદી સરાકરે 7 દેશના પર્યટકોને ઈ-વિઝા પર પ્રતિબંધ
સાઉદી અરબે વિશ્વના 7 દેશના પર્યટકોના ઈ-વિઝા પર પ્રતિબંધ મુક્યો છે. આ દેશમાં ચીન-ઈટાલી, દક્ષિણ કોરિયા, જાપાન, મલેશિયા, સિંગાપોર, કઝાખસ્તાન છે. એટલું જ નહીં સાઉદી સરકારે મક્કા અને મદીના આવનારા વિશ્વભરના જાયરીનો પર પણ હંગામી ધોરણે પ્રતિબંધ મુક્યો છે. આ બન્ને ધાર્મિક જગ્યા તાજેતરના વર્ષોમાં વિદેશી શ્રદ્ધાળુઓને આવતા અટકાવવામાં આવ્યા છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post