• Home
  • News
  • રાજકીય વિવેચકનો દાવો:વ્લાદિમીર પુતિન પર ફેબ્રુઆરીમાં કેન્સરની સર્જરી કરવામાં આવી હતી, રશિયાના રાષ્ટ્રપતિને પાર્કિનન્સની બીમારી
post

વ્લાદિમીર પુતિનના અગ્રણી વિવેચકે દાવો કર્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ કેન્સરથી પીડાતા હતા અને આ વર્ષના પ્રારંભમાં તેમણે સર્જરી કરાવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-21 15:16:05

વ્લાદિમીર પુતિનના અગ્રણી વિવેચકે દાવો કર્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ કેન્સરથી પીડાતા હતા અને આ વર્ષના પ્રારંભમાં તેમણે સર્જરી કરાવી હતી. વેલેરી સોલોવેઇ નામના વિવેચકે દાવો કર્યો છે કે 68 વર્ષીય પુતિન પર આ વર્ષના ફેબ્રુઆરીમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. નામ નહીં આપવાની શરતે અન્ય કેટલાંક સૂત્રોએ જણાવ્યું હતું કે પુતિનના પેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. રશિયા સૌથી શક્તિશાળી નેતાના આરોગ્ય અંગે સોલોવેઇએ પ્રથમ વખત માહિતી આપી એનાં બે અઠવાડિયાં બાદ એવી માહિતી પણ પ્રાપ્ત થઈ છે કે પુતિનને પાર્કિન્સનની તકલીફ છે.

મોસ્કો સ્ટેટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ રિલેશન્સના ભૂતપૂર્વ PR સોલોવેઇનું માનવું છે કે પુતિન તેમની આરોગ્યને લગતી સમસ્યાને લીધે જાન્યુઆરી મહિનામાં તેમના પદ પરથી રાજીનામું આપવાની યોજના ધરાવે છે અને તેમના અનુગામી તરીકે તેમની દીકરી કેટરિના તિખોનોવાનું નામ રજૂ કરી શકે છે. પુતિનની નાદુરસ્ત તબિયત અંગે તેમણે જણાવ્યું હતું કે તેઓ સાઈકો-ન્યુરોલોજિકલની પ્રકૃતિ ધરાવે છે અને અન્ય કેન્સરની સમસ્યા છે. તેમના ચોક્કસ નિદાનની સ્થિતિને લઈ કોઈ વ્યક્તિ રસ ધરાવી શકે છે.

અલબત્ત, હું ડોક્ટર નથી અને આ સમસ્યા અંગે કોઈ માહિતી જાહેર કરવાનો મને નૈતિક રીતે કોઈ અધિકાર નથી. બીજું નિદાન એ પહેલાં નિદાનમાં જે નામ આપવામાં આવ્યું છે તેના કરતાં વધારે ગંભીર છે. તેઓ પાર્કિનન્સની તકલીફ ધરાવે છે. અલબત્ત, આ સ્થિતિમાં તેમનું જાહેરમાં દેખાવાની સ્થિતિને મર્યાદિત કરી શકે છે.

આ માહિતીના આધારે લોકો તેમના આરોગ્યની સ્થિતિ અંગે ચોક્કસ તારણ પર આવી શકે છે, આ માટે કોઈ ખાસ તબીબી શિક્ષણની જરૂર નથી. બીજી બાજુ, ક્રેમ્લિને પુતિનના આરોગ્યને લઈ કોઈ તકલીફ હોવાની વાતને સંપૂર્ણપણે નકારી દીધી છે. આ સાથે એ સ્પષ્ટ નથી કે સોલોવેઈ ક્યારેક માનતા હતા કે કેન્સરની સારવાર પુતિનને આપવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post