• Home
  • News
  • હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ઈસ્ટ એશિયા નીતિ મહત્વની, આશિયાનની મજબૂતી એ જ ભારતનું હિત-પીએમ મોદી
post

ધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આશિયાન-ઈન્ડિયા સમિટમાં ભાગ લીધો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-04 11:13:55

બેંગકોક: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આશિયાન-ઈન્ડિયા સમિટમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ભારત-આશિયાન દેશોના સહયોગને આવકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત માટે હિન્દ-પ્રશાંત ક્ષેત્રની દ્રષ્ટિએ એક્ટ ઈસ્ટ નીતિ વધારે મહત્વની છે અને આશિયાન તેનો મહત્વનો હિસ્સો છે. અવિભાજ્ય, મજબૂત અને આર્થિક રીતે સશક્ત આશિયાન જ ભારતના હિતમાં છે.

આ અગાઉ મોદી આદિત્ય બિરલા ગ્રુપના વૈશ્વિક વ્યાપારમાં 50 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે એક કહ્યું હતું કે અત્યારે ભારતમાં રોકાણ કરવાનો આ સારો સમય છે. દેશમાં જ્યાં અનેક બાબતો સુધરી રહી છે ત્યારે અનેક બાબતો ઘટી પણ રહી છે. ભારતમાં ઈઝી ઓફ ડૂઇંગ બિઝનેસ, ઈઝી ઓફ લિવિંગ, FDI, ફોરેસ્ટ કવર, પેટન્ટ, ઉત્પાદકતા, પાયાગત માળખાને લગતા વિકાસ વગેરે થઈ રહ્યા છે. જ્યારે કરવેરા, કરવેરાના દર, ભ્રષ્ટચારમાં ઘટાડો થઈ રહ્યો છે.

આ અગાઉ મોદીએ કહ્યું હતું કે ભારત 5 ટ્રીલિયન ડોલરની અર્થવ્યવસ્થા તરફ અગ્રેસર છે. વર્ષ 2014 માં જ્યારે મારી સરકારે કાર્યભાર સંભાળ્યો હતો ત્યારે ભારતનો જીડીપી બે ટ્રીલિયન અમેરિકી ડોલર હતો. પાંચ વર્ષમાં અમે તેને લગભગ 3 ટ્રીલિયન ડોલર સુધી વધાર્યો છે. હું વિશ્વાસ અપાવવા માગું છું કે 5 ટ્રીલિયન ડોલરની અર્થવ્યવસ્થાનું સ્વપ્ન પૂર્ણ થઈ જશે,

મોદીએ શનિવારે ત્રણ દિવસીય પ્રવાસ પર થાઈલેન્ડ પહોંચ્યા હતા. વિદેશ મંત્રાલયના મતે આશિયાન સમિટમાં આવવા માટે મોદીને થાઈલેન્ડના પ્રધાનમંત્રી પયુત ચાન-ઓ-ચા એ આમંત્રણ આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ સાતમી આશિયાન-ઈન્ડિયા સમિટ અને છઠ્ઠી ઈસ્ટ એશિયા સમિટ હશે. મોદીના આ પ્રવાસનો ઉદ્દેશ ભારત અને આશિયાન દેશો વચ્ચે સંબંધોને વધારે મજબૂત કરવાનો છે. આ પ્રવાસ દરમિયાન અનેક સમજૂતી કરવામાં આવશે. તેમા આશિયાન દેશોના વિદ્યાર્થીઓને ભારતના IIT સંસ્થાઓમાં એક હજાર પીએચડી સ્કોલરશીપ આપવાની પણ દરખાસ્ત છે.

ભારતમાં પાયાગત માળખાનો વિકાસ થઈ રહ્યો છે

આ અગાઉ મોદી આદિત્ય બિરલા ગ્રુપના વૈશ્વિક વ્યાપારમાં 50 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે એક કાર્યક્રમમા ંસામેલ થયા હતા. તેમણે કહ્યું હતું કે ભારત આવવાનો આ સારો સમય છે. દેશમા ંજ્યાં અનેક ચીજ સારી થઈ રહી છે ત્યારે અનેક બાબતમાં ઘટાડો થઈ રહ્યો છે. ભારતમાં ઈઝી ઓફ ડૂઇંગ બિઝનેસ, ઈઝી ઓફ લિવિંગ, પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ (FDI), વન વિસ્તારમાં વધારો થયો છે. ઉત્પાદકતા, પાયાગત આંતર માળખાનો વિકાસ થઈ રહ્યો છે. જ્યારે લાલફીતાશાહી, ભ્રષ્ટાચારમાં ઘટાડો થઈ રહ્યો છે.

પ્રધાનમંત્રી આવતી કાલે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે, વિયેતનામના વડાપ્રધાન ન્યૂએન યુઆન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરીસન સાથે બેંગકોકમાં બેઠક કરશે.

ગત વર્ષ જાન્યુઆરીમાં 10 આશિયાન નેતાઓ ભાગ લીધો હતો

ગત વર્ષ જાન્યુઆરીમાં ભારતે ઈન્ડો-આશિયાન સમિટની 25મી વર્ષગાંઠની યજમાની કરી હતી, જેમાં 10 આશિયાન નેતાએ ભાગ લીધો હતો. તે સમયે ભારતે એવી જાહેરાત કરી હતી કે તે આશિયાન-ઈન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશિપની સતત મજબૂતી માટે કાર્ય કરતું રહેશે.

શનિવારે સ્વસ્દી પીએમ મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું

શનિવારે બેંગકોકના નિમિબુત્ર સ્ટેડિયમમાં મોદીએ 'સ્વસ્દી પીએમ મોદી' કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે થાઈલેન્ડના કણ-કણ અને જન-જનમાં આપણાપણું જોવા મળે છે. આ સંબંધ આત્મા, આસ્થા અને અધ્યાત્માનો છે. ભારતનું નામ પૌરાણીક કાળથી જમ્બુદ્વીપ સાથે જોડાયેલ છે. થાઈલેન્ડ સ્વર્ણભૂમિનો હિસ્સો હતો. ભગવાન રામની મર્યાદા અને બુદ્ધની કરુણા આપણી સામુહિક વિરાસત છે. નોર્થ-ઈસ્ટ ઈન્ડિયા એશિયાનો ગેટવે બની રહ્યો છે. ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ હાઈવે શરૂ થવાથી કારોબાર વધશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post