• Home
  • News
  • 'ભારતે મદદ કરી હતી તે ક્યારેય ન ભૂલી શકીએ, હવે તેને સંકટમાંથી બહાર કાઢવું એ અમારી પહેલી પ્રાથમિકતા'
post

કોરોના (Corona) મહામારીની મુશ્કેલ ઘડીમાં ઈઝરાયેલ (Israel) ભારત સાથે મિત્રતા નિભાવી રહ્યું છે. ઓક્સિજન કોન્સેન્ટ્રેટરથી લઈને જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવા સુધી તે દરેક પ્રકારે ભારતની મદદ કરી રહ્યું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-10 11:36:29

નવી દિલ્હી: કોરોના  (Corona) મહામારીની મુશ્કેલ ઘડીમાં ઈઝરાયેલ (Israel) ભારત સાથે મિત્રતા નિભાવી રહ્યું છે. ઓક્સિજન કોન્સેન્ટ્રેટરથી લઈને જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવા સુધી તે દરેક પ્રકારે ભારતની મદદ કરી રહ્યું છે. ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રોન માલ્કાએ સ્પષ્ટ કર્યું છે કે કોરોના સામે જંગમાં ભારતને દરેક શક્ય મદદ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે ઈઝરાયેલી સરકાર અને કંપનીઓ હાલ ફક્ત ભારતને મદદ વિશે વિચારી રહ્યા છે. અમારી પહેલી પ્રાથમિકતા અમારા મિત્રને આ સંકટમાંથી બહાર કાઢવાની છે. 

જલદી મળશે ભારતને જીત
રોન માલ્કા (ron malka) એ જણાવ્યું કે જરૂરી સાધનસામગ્રીની સાથે જ ઈઝરાયેલ (Israel) થી કેટલીક ટીમો જલદી ભારત પહોંચશે. આ ટીમો કોરોના સામે મુકાબલામાં ભારતની સહાયતા કરશે. દાખલા તરીકે અમે રેપિડ ટેસ્ટિંગ અને ઓક્સિજન કોન્સેન્ટ્રેટર વિક્સિત કરવા માટે ટીમો મોકલી રહ્યા છીએ. ઈઝરાયેલી રાજદૂતે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત જલદી કોરોના સામે જંગમાં જીત મેળવશે. 

ભારતની મદદ ક્યારેય ભૂલી શકીશું નહીં
ઈઝરાયેલી રાજદૂતે કહ્યું કે અમે એ ક્યારેય ભૂલી શકીશું નહીં કે મહામારીની શરૂઆતમાં ભારતે અમારી મદદ કરી હતી. હવે જ્યારે ભારત સંકટમાં છે તો અમે તેની દરેક શક્ય મદદ કરીશું. તેમણે કહ્યું કે ભારત અને ઈઝરાયેલ વચ્ચે ઘણું બધુ એક જેવું છે. બંને દેશો વચ્ચે મધુર સંબંધ  છે અને અમે મળીને કોરોનાને માત આપવામાં સફળ થઈશું. અત્રે જણાવવાનું કે ભારતમાં કોરોનાથી બગડતી સ્થિતિને જોતા દુનિયાના તમામ દેશો મદદ માટે  આગળ આવ્યા છે. 

હજુ પણ ચિંતિત છે ઈઝરાયેલ
રોન માલ્કાએ કોરોના વાયરસના બદલાતા સ્વરૂપ ઉપર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે કોરોના અંગે એક વાત પર ભાર મૂકવા માંગુ છું. આ વાયરસ ખુબ જ સંદિગ્ધ પ્રકારનો છે. તે વારવાર અલગ અલગ સ્વરૂપમાં હુમલો કરીને ચોંકાવે છે. રાજદૂતે કહ્યું કે કોઈને ખબર નથી કે કોરોનાની કઈ લહેર સામે આવી જાય. ઈઝરાયેલમાં હાલ બધુ ખોલી નાખવામાં આવ્યું છે. પરંતુ અમે હજુ પણ ચિંતિત છીએ અને નજર જમાવીને બેઠા છીએ કે ક્યાંક કોઈ અન્ય લહેર અમને પ્રભાવિત ન કરે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post