• Home
  • News
  • તમારા પણ હાલ અમે ગાઝા જેવા કરી નાખીશું', ખાન સરની કોમેન્ટ આવી વિવાદમાં
post

ખાન સરની આ કોમેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-23 18:10:25

નવી દિલ્હી: ઈઝરાયેલ-હમાસ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ પર દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. વિશ્વભરના દેશોએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધુ છે કે કયો દેશ કોના પક્ષમાં છે. આ દરમિયાન ખાન સર દ્વારા ઈઝરાયેલ-પેલેસ્ટાઈન પર બનાવેલા એક વીડિયોની ખૂબ ચર્ચા થઈ રહી છે. અમે અહીં એજ્યુકેશનલ અને મોટિવેશનલ વીડિયોથી સોશિયલ મીડિયા પર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને કોચિંગ આપનારા પટનાના પ્રખ્યાત કોચિંગ ટિચર ખાન સરની વાત કરી રહ્યા છીએ. જેઓ પોતાના નિવેદનોને કારણે મોટાભાગે ચર્ચામાં રહે છે.

હાલમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ખાન સરની એક કોમેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં ખાન સાહેબની ચેનલના હવાલે કહેવામાં આવ્યું છે કે અમે તમારી હાલત પણ ગાઝા જેવી કરી દઈશું. આ સમગ્ર મામલો સોશિયલ મીડિયાની એક કોમેન્ટ સાથે જોડાયેલો છે. થોડા દિવસો પહેલા જ ખાન સરે પેલેસ્ટાઈન અને ઈઝરાયલ સંબંધિત વિવાદ પર એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો યુટ્યુબ પર ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે ખાન સાહેબ અમે નેપાળથી છીએ. અમને પણ અમારું કાલાપાની લિપુલેખ અને લિમ્પિયાધુરા જોઈએ છે. નહીંતર અમે પણ ગાઝાની જેમ તમારા બિહારમાં રોકેટ ફોડીશું.

તમારા પણ હાલ અમે ગાઝા જેવા કરી નાખીશું

જેના જવાબમાં ખાન સાહેબની યુટ્યુબ ચેનલ પરથી કોમેન્ટ કરવામાં આવી હતી કે તમારા પણ હાલ અમે ગાઝા જેવા કરી નાખીશું. પછી તમે લોકો નેપાળમાં વાજા વગાડજો. આ પહેલીવાર નથી જ્યારે ખાન સરનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ખાન સરનો વિવાદો સાથે જૂનો સબંધ રહી ચૂક્યો છે. આ અગાઉ ખાન સર એ સમયે વિવાદમાં આવ્યા હતા જ્યારે તેમણે બાળકોને હિન્દી વ્યાકરણ ભણાવતી વખતે સુરેશ અને અબ્દુલ નામના બે કાલ્પનિક પાત્રોનો સહારો લીધો હતો. ખાન સરે પોતાના વીડિયોમાં કહ્યું હતું કે સુરેશે પ્લેન ઉડાવ્યું અને અબ્દુલે પ્લેન ઉડાવ્યું. આ બંને બાબતોના અર્થ અલગ-અલગ હોઈ શકે છે. તેમના નિવેદન પર વિવાદ એટલો વધી ગયો હતો કે તેમની ધરપકડની માંગ પણ ઉઠી હતી.

અગાઉ પણ અનેક વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યા છે

ખાન સર પર ભારતને કાશ્મીર મુદ્દે ચીનની તિબેટ નીતિ અપનાવવાની સલાહ આપવાનો આરોપ લાગી ચૂક્યો છે. ઉપરાંત તેના પર રેલવેની NTPC પરીક્ષાના પરિણામ બાદ બાળકોને ઉશ્કેરવાનો આરોપ છે.



adv

Related News

post
post
post
post
post
post
post