• Home
  • News
  • રેલવે વેન્ડરે કહ્યું- પ્લેટફોર્મ પર અમે ખાણી-પીણીની દુકાનો નહીં ખોલીએ
post

વેન્ડરોએ કહ્યું મજૂરો નુકસાન પહોંચાડે છે, જવાબદારી કોણ લેશે?

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-29 08:38:59

નવી દિલ્હી: રેલવેના વેન્ડરોએ હાલ પ્લેટફોર્મ પર ખાણી-પીણીની દુકાનો ખોલવાથી ઈનકાર કરી દીધો છે. વેન્ડરોએ ગુરુવારે અધિકારીઓને આગ્રહ કર્યો હતો કે તેમના પર દુકાનો ખોલવા માટે દબાણ ન બનાવો. 25 માર્ચે લૉકડાઉન બાદથી તેમની દુકાનો બંધ છે. જોકે રેલવે બોર્ડે 21 મેના રોજ તમામ ઝોનમાં પ્લેટફોર્મ પર ખાણી-પીણીની દુકાનો તાત્કાલિક ધોરણે શરૂ કરવાનો આદેશ કર્યો હતો. 


1
જૂનથી 100 જોડી મુસાફર ટ્રેનો ચલાવવાનો પ્રસ્તાવ
અખિલ ભારતીય રેલવે ખાન-પાન લાઈસન્સ વેલફેર એસોસિયેશનના અધ્યક્ષ રવીન્દ્ર ગુપ્તાએ રેલવે બોર્ડને મોકલેલા પત્રમાં કહ્યું હતું કે હાલ પ્રવાસી મજૂરોને લઈ જતી શ્રમિક એક્સપ્રેસ ટ્રેનો સતત પસાર થઈ રહી છે. આ મજૂરો દુકાનોમાં લૂંટફાટ કરી નુકસાન પહોંચાડી રહ્યા છે. તેની જવાબદારી કોણ લેશે? 1 જૂનથી 100 જોડી મુસાફર ટ્રેનો ચલાવવાનો પ્રસ્તાવ છે.

adv

Related News

post
post
post
post
post
post
post