• Home
  • News
  • બાઇડને કહ્યું, માસ્ક પહેરવું એ પણ દેશભક્તિ, આપણે કોવિડ-19 વિરુદ્ધ યુદ્ધ જ તો લડી રહ્યા છીએ
post

દુનિયામાં અત્યારસુધી 9.80 કરોડથી વધુ સંક્રમિત, 20.98 લાખ મોત થઈ ચૂક્યાં છે, 7.04 કરોડ સાજા થયા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-22 11:39:56

દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો 9.80 કરોડથી વધુ થઈ ગયો. 7 કરોડ 04 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 20 લાખ 98 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આ આંકડો www.worldometers.info/coronavirus પ્રમાણે છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડને લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, દેશ કોવિડ-19 વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યો છે અને હાલ માસ્ક પહેરવું પણ દેશભક્તિનું જ પ્રતીક છે.

વેક્સિનેશન પર ફોકસ
ગુરુવારે મીડિયા સાથે વાતચીત દરમિયાન બાઈડને કહ્યું હતું કે દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામને વેગ અપાયો છે, હાલ કોવિડ-19 સામે પહોંચી વળવું સૌથી મોટો પડકાર છે. કડવું સત્ય એ જ છે કે નાગરિકોને વેક્સિનેટ કરતાં આપણને મહિનાઓ લાગશે. જ્યાં સુધી આપણે આ કામ પૂરું નહીં કરીએ ત્યાં સુધી એના ઉપાયોને જ અપનાવવા પડશે, જેનાથી સંક્રમણને ઓછું કરી શકાય. આગામી 99 દિવસમાં આપણે માસ્ક પહેરવું પડશે. આ આપણા સામે આવનારા 100 દિવસનો પડકાર છે. આ એક પ્રકારે દેશભક્તિ જ છે. મેં આ અંગે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર પહેલેથી જ હસ્તાક્ષર કરી દીધા છે. હવે પ્લેન, ટ્રેન અથવા બસોમાં માસ્ક પહેરવું ફરજિયાત હશે. આપણે યુદ્ધ જેવી સ્થિતિમાં છીએ.

ફ્રાન્સમાં ઓગસ્ટ સુધી વેક્સિનેશન પૂરું થશે
ફ્રાન્સ સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આ વર્ષે ઓગસ્ટ સુધી દેશના તમામ નાગરિકોને વેક્સિનેટ કરી દેવાશે. હેલ્થ મિનિસ્ટર ઓલિવર વેરને કહ્યું હતું કે અમે વેક્સિનની વ્યવસ્થા કરી રહ્યા છીએ. સરકાર આ મામલાને ઝડપથી આગળ લઈ જશે જેથી કોઈપણ નાગરિકને હેરાનગતિ ન થાય. આ મહિનાના અંત સુધી અમારો પ્રયાસ 13 લાખ નાગરિકોને વેક્સિનેટ કરવાનો જ છે. ફેબ્રુઆરીના અંત સુધી આ સંખ્યા બમણી થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે, ફ્રાન્સમાં ગુરુવાર સુધી 8 લાખથી વધુ લોકોને વેક્સિનેટ કરી ચૂકાયા છે.

યુરોપમાં પ્રતિબંધ વધુ કડક થશે
યુરોપિયન યુનિયનના કમિશનર ઉર્સલા વોન ડેર લિનના જણાવ્યા પ્રમાણે, EUમાં સંક્રમણનું જોખમ ઓછું નથી થયું અને આ જ કારણે સરહદ સાથે જોડાયેલા પ્રતિબંધ હવે વધુ કડક કરાશે. ગુરુવારે યુરોપિયન યુનિયનના નેતાઓની મીટિંગ પછી લિને કહ્યું હતું કે અમારે ત્યાં સ્થિતિ હાલ ઘણી કપરી છે. એટલા માટે દેશો વચ્ચે લાગુ કરાયેલા પ્રતિબંધ વધુ કડક કરવામાં આવે. હું દેશોને અપીલ કરું છું કે તે દેશની અંદર પણ સખતાઈ રાખે, જેથી સંક્રમણના સ્તરને કાબૂમાં કરી શકાય.

100 દિવસની અંદર દરેક દેશમાં વેક્સિનેશન
WHO
નો વિશ્વાસ છે કે આગામી 100 દિવસની અંદર દુનિયાના દરેક દેશમાં વેક્સિનેશન શરૂ થઈ જશે. તાજેતરમાં WHOના ડાયરેક્ટર ટેડ્રોસ અધાનોમે કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે કોવિડ-19 વેક્સિનેશનમાં તમામ દેશ પારદર્શિતા લાવશે. હું આગામી 100 દિવસની અંદર દુનિયાના તમામ દેશોમાં વેક્સિનેશન પ્રોગ્રામને શરૂ થતો જોવા માગું છું.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશમાં સ્થિતિ

દેશ

સંક્રમિત

મોત

સાજા થયા

અમેરિકા

25,196,086

420,285

15,100,991

ભારત

10,626,200

153,067

10,282,889

બ્રાઝિલ

8,699,814

214,228

7,580,741

રશિયા

3,655,839

67,832

3,054,218

UK

3,543,646

94,580

1,586,707

ફ્રાન્સ

2,987,965

71,998

214,538

સ્પેન

2,560,587

55,041

માહિતી નથી

ઈટાલી

2,428,221

84,202

1,827,451

તુર્કી

2,412,505

24,640

2,290,032

જર્મની

2,108,895

51,151

1,762,200

 

adv

Related News

post
post
post
post
post
post
post