• Home
  • News
  • 'પઠાન'ની સફળતા અંગે સ્ટાર-કાસ્ટે શું કહ્યું?:શાહરુખ ખાન બોલ્યો, આ ચાર દિવસમાં બધું ભૂલાઈ ગયું, પ્લાન તો ઘણાં બનાવ્યા હતા'
post

શાહરુખ ખાનની 'પઠાન'એ રિલીઝના પાંચ દિવસમાં રેકોર્ડબ્રેક કમાણી કરીને વર્લ્ડવાઇડ 500 કરોડથી વધુનો બિઝનેસ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-31 19:07:45

મુંબઈ: શાહરુખ ખાનની 'પઠાન'એ રિલીઝના પાંચ દિવસમાં રેકોર્ડબ્રેક કમાણી કરીને વર્લ્ડવાઇડ 500 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. ફિલ્મની સફળતાથી શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ, ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ ઘણા જ ખુશ છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને ફિલ્મ અંગે વાત કરી હતી.

ચાર વર્ષમાં શાહરુખે શું કર્યું?
શાહરુખ ખાને ચાહકોનો આભાર માન્યો છે. શાહરુખ ખાનને પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે તેણે ચાર વર્ષમાં શું કર્યું? એક્ટરે જવાબ આપ્યો હતો કે તેના માટે પણ કોરોનાકાળ ઘણો જ મુશ્કેલ રહ્યો હતો. તે ઘરમાં જ હતો. સૌથી સારી વાત એ હતી કે તેણે બાળકોને મોટા થતાં જોયા.

રેસ્ટોરાં શરૂ કરવાનું વિચાર્યું
વધુમાં કિંગ ખાને કહ્યું હતું કે લોકો કહી રહ્યા હતા કે ફિલ્મ નહીં ચાલે, તો તેણે બીજા બિઝનેસ આઇડિયા પર વિચારવાનું શરૂ કર્યું હતું. તેણે વિચાર્યું હતું કે તે રેડ ચિલીઝ ફુડ ઈટરી નામથી રેસ્ટોરાં શરૂ કરશે. તેણે આ સમય દરમિયન ઈટાલિયન ફૂડ બનાવતા શીખી લીધું છે. પછી તે પોતાની ફિલ્મના શૂટ પર આદિત્ય ચોપરા ('પઠાન'ના પ્રોડ્યુસર)ને પિત્ઝા ખવડાવ્યા તો આદિત્યે કહ્યું કે તે ભવિષ્યમાં પણ તેને કામ આપશે.

જ્હોનને કિસ કરવાનો હતો
શાહરુખે કો-સ્ટાર્સ દીપિકા તથા જ્હોનના વખાણ કર્યા હતા. શાહરુખે કહ્યું હતું કે તે લાંબા સમયથી જ્હોનને ઓળખે છે, પરંતુ તેને આ ફિલ્મથી પહેલીવાર સાથે કામ કરવાની તક મળી. જ્હોનને તે ઘણો જ પ્રેમ કરે છે. મજાકમાં એક્ટરે કહ્યું હતું કે ફિલ્મના એકાદ-બે સીન્સમાં તે જ્હોનને કિસ પણ કરવાનો હતો અને આ એકતરફી પ્રેમ નથી. જ્હોન પણ તેને કિસ કરવાનો હતો.

ખુશીઓ વહેંચવા માગું છું
શાહરુખ ખાનને જ્યારે પૂછવામાં આવ્યું કે તેને બોલિવૂડમાં કમબેક કરવાની ઉતાવળી હતી? SRKએ જણાવ્યું હતું કે તેને કોઈ ઉતાવળ નહોતી. તે તો લોકોમાં ખુશીઓ વહેંચવા માગે છે. તેને સૌથી વધારે દુઃખ ત્યારે થાય છે, જ્યારે તે લોકોને નિરાશ કરે છે. તે આદિત્ય ચોપરા તથા સિદ્ધાર્થ આનંદનો આભારી છે. તેમણે 'પઠાન'માં કામ કરવાની તક આપી. તે આ ચાર દિવસમાં પેલા ચાર વર્ષ ભૂલી ગયો છે.

શાહરુખને જ્યારે પૂછવામાં આવ્યું કે તેણે પહેલાં કેમ મીડિયા સાથે વાત ના કરી તો એક્ટરે ચોખવટ કરતા કહ્યું હતું કે ફિલ્મનું ઘણું કામ બાકી હતું અને ટીમ તથા ક્રૂ તેમાં ફસાયેલી હતી. આ જ કારણે મીડિયા સાથે વાત નાક રી. તેના માટે સિનેમા, મીડિયા, રેડિયો, ટીવી કે પછી સો.મીડિયા બધા એક જ ટીમના છે અને ફિલ્મનો સપોર્ટ કરવા બદલ તે તમામે તમામનો આભાર માને છે.

જ્હોને શાહરુખને નંબર વન એક્શન હીરો ગણાવ્યો
જ્હોન અબ્રાહમે ફિલ્મમાં કામ કરવાના અનુભવ અંગે કહ્યું હતું કે તે માને છે કે શાહરુખ ખાન એક્ટર નથી, પરંતુ આ દેશ માટે લાગણી છે. છેલ્લા ચાર વર્ષથી આખો દેશ શાહરુખ ખાન પડદે ક્યારે પાછો આવે તેની રાહ જોતો હતો. શાહરુખ ખાન એક્શન હીરો છે અને તે સ્વીકારે છે કે શાહરુખ ખાન નંબર વન એક્શન હીરો છે. દીપિકા અંગે વાત કરતાં જ્હોને કહ્યું હતું કે 'બેશરમ રંગ'માં દીપિકા તથા શાહરુખ ખાન કમાલના લાગતા હતા.

દીપિકા શું બોલી?
દીપિકા પાદુકોણે કહ્યું હતું કે તેઓ રેકોર્ડ બનાવવા માગતા હતા, પરંતુ તેઓ એક સારી ફિલ્મ બનાવવા ઈચ્છે છે. શાહરુખ ખાને તેને પહેલી ફિલ્મમાં આ વાત શીખવી હતી. તેણે કહ્યું હતું કે તને જે ખુશ રાખે તે વ્યક્તિઓ સાથે તારે કામ કરવું જોઈએ. કમાલના વાતાવરણમાં કામ કર્યું અને તેથી જ ચાહકોને આ ફિલ્મ ગમી.

વધુમાં દીપિકાએ કહ્યું હતું, 'ઓમ શાંતિ ઓમ', 'ચેન્નઇ એક્સપ્રેસ' કે પછી 'પઠાન' હોય, અમારા સંબંધો ફિલ્મને ખાસ બનાવે છે. જો શાહરુખ ખાન અને તેનું વિઝન ના હોત તો હું આજે અહીંયા ના હોત. તેણે મને આત્મવિશ્વાસ આપ્યો છે. મારે જે કરવું છે, તે હું કરું છું, કારણ કે શાહરુખ ખાન હંમેશાં મારી સાથે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post