• Home
  • News
  • દુનિયાને ડરાવનાર કોરોનાવાઇરસનો નવો સ્ટ્રેન ખરેખર શું છે?
post

આપણા માટે સારી વાત એ છે કે, હજુ સુધી ભારતમાં, કોરોનાનું નવું વેરિયન્ટ કે નવો સ્ટ્રેન જોવા મળ્યો નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-24 11:13:38

દેશ-દુનિયામાં કોરોનાવાઇરસ અંગે ફરી પેનિક સર્જાયો છે. તેનું કારણ છે, બ્રિટનમાં સામે આવેલો વાઇરસનો નવો સ્ટ્રેન. સૌ કોઈના મુખમાં એ જ વાત છે કે, UKમાં જોવા મળેલો નવો સ્ટ્રેન ભારતમાં આવી ગયો છે કે નહીં? પણ સૌ પ્રથમ તો આપને જણાવી દઈએ કે UKમાં સામે આવેલા વાઇરસના નવા સ્ટ્રેને હજુ સુધી ભારતમાં પગપેસારો કર્યો નથી.

હવે આ નવા સ્ટ્રેન વિશે થોડું આસાન રીતે સમજીએ. આ નવા સ્ટ્રેનને કોરોનાવાઇરસનો સુપર સ્પ્રેડર સ્ટ્રેન કહેવામાં આવી રહ્યો છે. આ નવા સ્ટ્રેનનું ઓફિસિયલ અને ટેકનિકલ નામ છે, VUI-202012/01. આમ તો આ નામ બહુ કોમ્પ્લિકેટેડ છે, પણ તેનો સીધોસાધો મતલબ છે, વાઇરસનો જે ફર્સ્ટ સ્ટ્રેન છે તે, ડિસેમ્બર 2020માં ઈન્વેસ્ટિગેટ થઈ રહ્યો છે. ધ ફર્સ્ટ વેરિયન્ટ અંડર ઈન્વેસ્ટિગેશન ઈન ડિસેમ્બર 2020.

પણ સવાલ એ છે કે, આ વાઇરસને ઈન્વેસ્ટિગેટ કરવા માટે શું સ્ટ્રેટજી અપનાવવામાં આવશે? ભારત જે સ્ટ્રેટજી અપનાવી રહ્યું છે તેનું નામ છે, મોલીક્યુલર સર્વેલન્સ. મોલેક્યુલર સર્વેલન્સ એટલે કે, જેમ કોઈ કંપની ઈન્વેસ્ટિગેટ કરતી હોય છે તેમ વાયરોલોજિસ્ટ પણ વાઇરલ અંગે ઈન્વેસ્ટિગેશન કરતા હોય છે. એ જાણવા માટે કે ખરેખર આ વાઇરસ શું છે?

તો આ વાઇરસ શું છે તે કેવી રીતે ખબર પડે? આ ખબર પડે છે, વાઇરસના જીનોમથી (GENOME). હવે તમને થશે કે આ જીનોમ વળી શું છે? બહુ આસાન રીતે સમજીએ તો, જેમ દરેક માણસની ફિંગર પ્રિન્ટ અલગ હોય છે, એમ દરેક વાઇરસના સ્ટ્રેનની એક યુનિક જિનેટિક ફિંગર પ્રિન્ટ હોય છે. આ યૂનિક જિનેટિક ફિંગર પ્રિન્ટને જીનોમ કહેવાય છે.

વાઈરસના જેટલા જિનોમ છે, તેનો દરેક દેશમાં સ્ટડી થઈ રહ્યો છે. આ માટે એક ઓનલાઈન પોર્ટલ હોય છે, જેમાં આ દરેક દેશમાંથી ડિટેઈલ અપલોડ થતી હોય છે. દરેક દેશ પોતપોતાના જિનોમની ડિટેઈલ અહીં શૅર કરે છે. બસ આ જ રીતે બ્રિટને પણ તેના જીનોમની ડિટેઈલ શૅર કરી છે.

હવે સવાલ એ છે કે, આ સ્થિતિમાં ભારતે શું કરવાનું છે? ભારતે બસ એટલું જ કરવાનું છે કે, ભારતમાં જે સેમ્પલ મળ્યા છે તેના જીનોમ યૂકેના જીનોમ સાથે મેચ કરવાના છે. એટલે ખબર પડી જશે કે આ એ જ સુપર સ્પ્રેડર વાઇરસનો સ્ટ્રેન છે કે નહીં?

પણ આ કેવી રીતે થતું હોય છે તે હવે સમજીએ. આપણે વાત કરી હતી મોલિક્યુલર સર્વેલન્સની. આ મોલિક્યુલર સર્વેલન્સ બે પ્રકારના હોય છે. એક હોય છે રેગ્યુલર અને બીજો હોય છે ઈન્વેસ્ટિગેટિવ. રેગ્યુલર મોલિક્યુલર સર્વેલન્સ ઓલરેડી ચાલતો જ હોય છે. માત્ર કોવિડ જ નહીં ઈન્ફ્લુએન્જા કે અન્ય ડિસીજનું પણ રેગ્યુલર બેઝ પર મોલિક્યુલર સર્વેલન્સ થતું હોય છે. તેનો સતત સ્ટડી થતો હોય છે અને વધુમાં વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ થતો હોય છે.

પણ કોરોનાના આ નવા સ્ટ્રેન માટે જે મોડિક્યુલર સર્વેલન્સ થવાનો છે તે ઈન્વેસ્ટિગેટિવ રીતે થશે. આ સર્વેલન્સ, કેસ સ્ટડી બેઝ થશે. દા.ત. હાલમાં જ યૂકેથી જે લોકો ભારતમાં આવ્યા છે કે, એ તમામના સેમ્પલ લેવાશે. એમાં જે લોકોનો રિપોર્ટ પૉઝિટિવ આવશે તેના જીનોમ અલગ કરવામાં આવશે. એ જિનોમને યૂકેવાળા જિનોમ સાથે મેચ કરવામાં આવશે. અને જો એ જિનોમ મેચ થતાં હશે તો ખબર પડશે કે, આ વાઇરસ સુપર સ્પ્રેડરવાળો છે. એટલે કે વાઇરસનો આ નવો સ્ટ્રેન છે.

જો કોઈના જિનોમ બ્રિટન સાથે મેચ થયા તો સરકાર શું કરશે? આવા લોકો માટે સેપરેટ આઈસોલેશન ફેસેલિટી બનાવવામાં આવી છે. આ દર્દી જનરલ કોવિડ પેશન્ટ સાથે રહી શકશે નહીં. શક્ય છે કે, તેમની દવા અલગ હોય અને હૉસ્પિટલ કે ડૉક્ટર્સ પણ અલગ હોય શકે. એટલા માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્યની સરકારોનો આ અંગે સાવચેત કરી દીધી છે.

પણ આપણા માટે સારી વાત એ છે કે, હજુ સુધી ભારતમાં, કોરોનાનું નવું વેરિયન્ટ કે નવો સ્ટ્રેન જોવા મળ્યો નથી. એટલા માટે હાલની સ્થિતિમાં નવા સ્ટ્રેનને લઈને પેનિક કરવાની જરૂર નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post