• Home
  • News
  • અમેરિકામાં કોની સરકાર?:ટ્રમ્પ અને બાઈડન બંને વચ્ચે ટાઈ પડે તો શું થાય? મામલો સુપ્રીમ કોર્ટમાં જાય તો કોર્ટ કેવો નિર્ણય લઈ શકે? આ છે કેટલાંક વિકલ્પો, જેના પર અમેરિકાનું ભાવિ લટકે છે
post

ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે જોરદાર મુકાબલો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-05 11:49:54

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી અંતર્ગત મતની ગણતરી ચાલી રહી છે. પ્રાથમિક વલણમાં બંને ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. પહેલા ડેમોક્રેટ્સના ઉમેદવાર જો બાઈડને સરસાઈ મેળવી હતી તો હવે મુકાબલામાં ટ્રમ્પ આગળ જોવા મળી રહ્યા છે. ઈલેક્ટોરલ વોટની જંગમાં બહુમતીની હોડ યથાવત્ છે અને બહુમતી માટે કુલ 270નો આંકડો મેળવવો જરૂરી છે. આ વચ્ચે જે રીતે બંને હરીફો વચ્ચે જોરદાર હરીફાઈ જોવા મળી રહી છે એ જોતાં અનેક શક્યતાઓ જોવામાં આવી રહી છે. આશંકા છે કે અંતમાં ચૂંટણીનાં પરિણામમાં ટાઈની સિચ્યુએશન પણ ઊભી થઈ શકે છે.

ચૂંટણીમાં ટાઇ કઈ રીતે થઈ શકે છે?

અમેરિકાની ચૂંટણીમાં પરિણામની રાહ જોવાઈ રહી છે, પરંતુ અંતે નિર્ણય તો ઈલેક્ટર જ કરશે. અમેરિકામાં કુલ ઈલેક્ટરની સંખ્યા 538 છે અને એવામાં અડધી સંખ્યા 269 થાય છે, એટલે બહુમતી માટે 270નો આંકડો જરૂરી છે. જો બંને જ ઉમેદવાર 269 ઈલેક્ટોરલ વોટ જીતે છે તો પછી પરિણામ જાહેર થવામાં મોડું થઈ શકે છે.

કુલ ઇલેક્ટર: 538
100
સેનેટર + 435 રિપ્રેઝન્ટેટિવ + 3 ઈલેક્ટર વોશિંગ્ટન = 538
બહુમતી માટે: 270

પરિણામમાં ટાઇ જોવા મળે તો શું થઈ શકે છે?

હવે પરિણામમાં જો ટાઈ થઈ જાય તો પછી રાષ્ટ્રપતિ ચૂંટવાની સંપૂર્ણ પ્રક્રિયા અમેરિકાના સેનેટના હાથમાં હશે. એ માટે પહેલાં નીચલું ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં વોટિંગ થશે, જ્યાં કુલ રિપ્રેઝન્ટેટિવની સંખ્યા 435 છે, પરંતુ અહીં કુલ સભ્યો નહીં પણ રાજ્યોની દૃષ્ટિએ વોટની પસંદગી થાય છે, એટલે કે કોઈ રાજ્યમાં 6 રિપબ્લિકનના રિપ્રેઝન્ટેટિવ છે અને બે ડેમોક્રેટ્સના છે તો એ રાજ્યના વોટ રિપબ્લિકનના ખાતામાં જશે.

હાઉસના સ્પીકર કાર્યકારી રાષ્ટ્રપતિ બની શકે છે

ઈલેક્ટરની પસંદગી ટાઈમાં પરિણમે તો અહીંથી ઉપ-રાષ્ટ્રપતિપદ માટેની નિમણૂક કરવામાં આવશે. ઉપ-રાષ્ટ્રપતિપદની પસંદગી થયા બાદ નવી સેનેટ રાષ્ટ્રપતિપદ માટે વોટ કરશે, પરંતુ જો ત્યાં પણ સહમતી ન બને તો પછી હાઉસના સ્પીકરને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવામાં આવી શકે છે, એટલે કે હાલના સ્પીકર નેન્સી પેલોસી કાર્યકારી રાષ્ટ્રપતિ બની શકે છે, જેમનો ડોનાલ્ડ ટ્રમ્પની સાથે 36નો આંકડો છે. જોકે એમાં પણ એક અડચણ છે કે આ ચૂંટણી માટે વોટ નવા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ જ કરશે, જે બાદ નિયમ મુજબ તમામ સેનેટર બીજી વખત 14 ડિસેમ્બરે રાષ્ટ્રપતિપદની પસંદગી કરશે.

સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લઈ શકે છે?

અમેરિકાના નવા રાષ્ટ્રપતિની પસંદગી માટેનો મામલો ગુંચવાયો છે. હાલની મત ગણતરીના આધારે બને વચ્ચે ટાઈ પડે તેવી શક્યતા પ્રબળ છે. ત્યારે બંને ઉમેદવારોએ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારીઓ કરી છે. તો પછી ચૂંટણી પ્રક્રિયાના કેટલાક પાસાઓ અંગે બંને પક્ષ તરફથી પડકાર અદાલતમાં સમાપ્ત થઈ શકે છે. ટ્રમ્પે એવી આશામાં મેલ-ઇન બેલેટ પર ચુકાદો મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી છે કે અદાલત કોઈ ચોક્કસ તારીખ પછી પ્રાપ્ત થયેલા કે ગણતરી કરેલા લોકોનો નિર્ણય લેશે નહીં.

1876માં પાંચ ન્યાયાધીશોએ સેમ્યુઅલ ટિલ્ડન ઉપર રથરફોર્ડ બી હેઝની રેસ નક્કી કરી.ટિલ્ડેન સ્પષ્ટ બહુમતીથી મતો જીત્યા છતાં, જ્યારે બંને પક્ષોને ફ્લોરિડા, લ્યુઇસિયાના અને દક્ષિણ કેરોલિનામાં વિજય જાહેર કર્યા ત્યારે સુપ્રીમ કોર્ટે હેઝ માટે સમાધાનકારી વલણ અપનાવી વિજય અપાવ્યો હતો.

2000માં ફ્લોરીડા રાજ્યની સર્વોચ્ચ અદાલતે ફરીથી મતગણતરીનો આદેશ આપ્યા બાદ રિપબ્લિકન લોકોએ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. તેઓ સફળ રહ્યા, પુન: ગણતરી બંધ થઈ ગઈ અને બુશ વિજયી થયા.

કેટલો સમય લાગશે?

શુક્રવાર સુધીમાં તમામ મતની ગણતરી કરવામાં આવે તેવી સંભાવના છે. તે પછી, તે વાત ખૂબ જ અસ્પષ્ટ છે કે કાનૂની પડકારો કેટલા સમય સુધી ચાલુ રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post