• Home
  • News
  • અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં બાઈડન સામે પરાજય નહીં સ્વીકારી રહેલા ટ્રમ્પ વ્હાઈટ હાઉસ ન છોડે તો શું થશે?
post

23 ડિસેમ્બરે સર્ટિફાઈડ ઈલેક્ટોરલ વોટ્સ કેપિટલ હિલ પહોંચશે. નવી કોંગ્રેસ 3 જાન્યુઆરીએ શપથ લેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-10 08:40:18

અમેરિકન ચૂંટણીમાં તસવીર લગભગ સ્પષ્ટ છે. જો બાઈડન અને કમલા હેરિસ ક્લિયર વિનર તરીકે સામે છે. વિજયી ભાષણ આપી ચૂક્યા છે. નક્કી કાર્યક્રમ અનુસાર રાષ્ટ્રપ્રમુખ ચૂંટવાની ઔપચારિક પ્રક્રિયા પણ આગળ વધી રહી છે. પરંતુ, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ સુધી પરાજયનો સ્વીકાર કર્યો નથી. તેઓ અદાલતોમાં કેસ લડવાની વાત કરી રહ્યા છે.

આ સ્થિતિમાં અમેરિકામાં એ વાત પર ચર્ચા શરૂ થઈ ગી છે કે જો ટ્રમ્પ પાવર ટ્રાન્સફર ન કરે તો અને વ્હાઈટ હાઉસ ન છોડે તો શું થશે? આ વાતની આશંકા કેટલાક એક્સપર્ટસે ઓગસ્ટમાં જ વ્યક્ત કરી હતી. કેટલાક સૈન્ય અધિકારીઓએ સેનાને પત્ર લખીને વ્હાઈટ હાઉસમાંથી ટ્રમ્પને બહાર મોકલી દેવા સુધીની માગણી કરી દીધી હતી. આવો જાણીએ કે અમેરિકામા વ્યવસ્થા શું છે? આગળ શું થશે?

બાઈડન અને હેરિસે વિજયી ભાષણ આપ્યા છે, જીત્યા નથી શું?

·         નહીં, હજુ બાઈડન અને હેરિસને અલગ-અલગ સ્ટેટ્સમાં કાઉન્ટીથી પ્રાપ્ત પરિણામોના આધારે મીડિયાએ વિજયી ઘોષિત કર્યા છે. અત્યાર સુધી અમેરિકાના બંધારણમાં નિયત પ્રક્રિયા અનુસાર તેમને વિજયી ઘોષિત કરવામાં આવ્યા નથી. આ એક લાંબી પ્રક્રિયા છે અને તેના પછી જ ઔપચારિક રીતે કહેવામાં આવશે કે બાઈડન જીત્યા.

·         અમેરિકામાં પરંપરા કંઈક એવી છે કે મીડિયા જ ચૂંટણીના પરિણામો ઘોષિત કરતું રહ્યું છે. કોઈ કેન્ડિડેટની તરફેણમાં 270થી વધુ ઈલેક્ટર હોવા પર પરિણામો જાહેર કરવામાં આવે છે. સાથે સાથે ઔપચારિક પ્રક્રિયા પણ ચાલતી રહે છે અને તેના આધારે પરિણામો નક્કી થાય છે.

ટ્રમ્પ અમેરિકન પરંપરાનું પાલન કરીને હાર કેમ સ્વીકારતા નથી?

·         એસોસીએટેડ પ્રેસ (એપી)એ પેનસિલ્વેનિયામાં બાઈડનની જીતની ઘોષણા કરી. અહીં જીતવાના લીધે જ બાઈડનને જરૂરી 270 ઈલેક્ટોરલ કોલેજ વોટ્સ મળી ગયા હતા. ટ્રમ્પ કેમ્પેનને મીડિયા હાઉસીસના એનેલિસિસ પર ભરોસો નથી. આ કારણથી ટ્રમ્પ અને તેમના કેમ્પેનના અધિકારી મીડિયાના દાવાઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

·         ટ્રમ્પ કેમ્પેનના વકીલનો આરોપ છે કે ફિલાડેલ્ફિયામાં એબસેન્ટી બેલેટ્સની ગણતરી અને પ્રોસેસિંગમાં ગરબડ છે. ટ્રમ્પ વારંવાર વોટ્સને કાયદેસર અને બીનકાયદેસર કહી રહ્યા છે. તેઓ એબસેન્ટી બેલેટ્સને ગેરકાયદે કહી રહ્યા છે. તેમનો દાવો છે કે આ વોટ્સ અંગે કોઈ પ્રૂફ નથી અને એ ઈલેક્શન ડે (3 નવેમ્બર) પછી મોકલવામાં આવ્યા છે.

·         ટ્રમ્પ કેમ્પેનના પ્રમુખ બેટલગ્રાઉન્ડ સ્ટેટ્સમાં પરિણામો અંગે કેસ દાખલ કર્યા છે. ખાસ કરીને એવા સ્ટેટ્સમાં જ્યાં જીતનું માર્જિન ખૂબ ઓછું છે. મોટાભાગના કેસ પેન્સિલ્વેનિયા, જ્યોર્જિયા, નેવાડા અને મિશિગનમાં છે, જ્યાં ટ્રમ્પ કેમ્પેને કાઉન્ટિંગ રોકવાની માગણી પણ કરી છે. જ્યારે, લીગલ એક્સપર્ટસ કહે છે કે બાઈડનની લીડ પર આ કેસોની કોઈ અસર નહીં થાય.

શું કેટલીક જગ્યાએ રિકાઉન્ટ થઈ શકે છે?

·         હા, અમેરિકાના કેટલાક સ્ટેટ્સમાં રિકાઉન્ટની જોગવાઈ છે. જો કેન્ડિડેટ્સની જીત-હારનું અંતર નિર્ધારિત ટકાવારી કરતાં ઓછું રહે છે તો ત્યાં રિકાઉન્ટ થાય છે. વિસકોન્સિનમાં જીત-હારનું માર્જિન 1% ઓછું હોવાથી રિકાઉન્ટ થાય છે. અહીં બાઈડનની લીડ 0.7% છે. આ રીતે જ્યોર્જિયામાં માર્જિન 0.5%થી ઓછું હોય ત્યારે રિકાઉન્ટ થાય છે, અહીં બાઈડન 0.2%થી આગળ છે. પરંતુ, વોટિંગ રિફોર્મ ગ્રૂપ ફેરવોટના ડેટા અનુસાર, 2000થી 2019 સુધી 5778 ઈલેક્શન યોજાઈ. તેમાં 31માં રિકાઉન્ટ થયું, પરંતુ માત્ર ત્રણ ચૂંટણીઓમાં જ પરિણામો બદલવાની નોબત આવી.

શું ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઈટ હાઉસ છોડવા માટે ડેડલાઈન મળશે?

·         હા, ટ્રમ્પ માત્ર બાઈડનના રાષ્ટ્રપ્રમુખ બનવાની પ્રક્રિયાને સ્લો કરી શકે છે. પ્રેસિડેન્શિયલ ટ્રાન્ઝિશન એક્ટ 1963 અંતર્ગત અધિકારીઓ માટે પાવર ટ્રાન્સફરની ડેડલાઈન ફિક્સ કરવામાં આવી છે. આ કાયદા અનુસાર યુએસ જનરલ સર્વિસ એડમિનિસ્ટ્રેશન (જીએસએ) જ્યારે ચૂંટણીમાં વિજેતાના નામ ઘોષિત કરી દેશે, ત્યારે ટ્રાન્ઝિશન પ્રક્રિયામાં તેજી આવશે.

·         કેટલાક વિશેષજ્ઞોએ રવિવારે જીએસએ શાસક એમિલી મરફીને પત્ર લખ્યો અને અનુરોધ કર્યો કે બાઈડનને વિજયી ઘોષિત કરે. સેન્ટર ફોર પ્રેસિડેન્શિયલ ટ્રાન્ઝિશનનો પત્ર કહે છે કે પરિણામો અંગે કાયદાકીય વિવાદ હોઈ શકે છે પણ તસવીર સ્પષ્ટ થઈ ચૂકી છે અને ટ્રાન્ઝિશન પ્રક્રિયા શરૂ કરી દેવી જોઈએ.

જો ટ્રમ્પે વ્હાઈટ હાઉસ છોડવાનો ઈનકાર કર્યો તો શું મિલિટરી તેમને બહાર કાઢશે?

·         અમેરિકન સેનાના બે પૂર્વ અધિકારીઓ જોન નાગલ અને પોલ ચિંગલિંગે ઓગસ્ટમાં યુએસ જનરલને ઓપન લેટર લખ્યો હતો. તેમણે કહ્યું હતું કે કાર્યકાળ ખતમ થવા પર ટ્રમ્પે બહાર નીકળવું પડશે. જો વ્હાઈટ હાઉસ નહીં છોડે તો યુએસ મિલિટરીએ તેમને જબરદસ્તીથી બહાર મોકલવા જોઈએ.

·         જો કે, અન્ય લોકોનું કહેવું છે કે આ મામલો યુએસ સિક્રેટ સર્વિસ પર છોડી દેવો જોઈએ. મિલિટરી જવાન ઘરેલુ મામલાઓમાં દખલ કરતા નથી. એક્સપર્ટ્સ કહે છે કે જો ટ્રમ્પ વ્હાઈટ હાઉસ છોડવાનો ઈનકાર કરે તો 20 જાન્યુઆરીના રોજ તેઓ ટ્રેસપાસર બની જશે. સિક્રેટ સર્વિસ આવશે અને તેમને બહાર મોકલી દેશે.

·         જ્યારે અમેરિકામાં આ ચર્ચા છેડાઈ જ ગઈ છે તો બાઈડનના પ્રવક્તાએ એમ કહેવામાં સંકોચ રાખ્યો નથી કે જરૂર પડ્યે વ્હાઈટ હાઉસમાંથી ટ્રેસપાસર્સને બહાર મોકલવામાં તેમને કોઈ મુશ્કેલી નહીં થાય. તેઓ સક્ષમ છે અને તેઓ એવું કરી શકે છે. જ્યારે, ટ્રમ્પે પણ કાયદાકીય જવાબદારી પૂરી કરવી પડશે. તેમણે બાઈડનની ટીમને ટેક ઓવર માટે લોજિસ્ટિક્સ ઉપલબ્ધ કરાવવા પડશે.

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આગળ શું થશે?

·         તમામ સ્ટેટ્સે પરિણામોને સર્ટિફાઈ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પરિણામો સર્ટિફાઈ કરવાની ડેડલાઈન 10 ડિસેમ્બર છે. તેના પછી 14 ડિસેમ્બરે ઈલેક્ટર અલગ-અલગ રાજ્યોની રાજધાનીઓમાં પ્રેસિડન્ટ માટે વોટિંગ કરશે.

·         23 ડિસેમ્બરે સર્ટિફાઈડ ઈલેક્ટોરલ વોટ્સ કેપિટલ હિલ પહોંચશે. નવી કોંગ્રેસ 3 જાન્યુઆરીએ શપથ લેશે. 6 જાન્યુઆરીએ હાઉસ અને સેનેટની જોઈન્ટ સેશનમાં ઈલેક્ટોરલ વોટ્સ ગણવામાં આવશે. સેનેટ પ્રેસિડન્ટ એટલે કે વાઈસ પ્રેસિડન્ટ જ 270થી વધુ ઈલેક્ટોરલ વોટ્સ જીતનારને આગામી રાષ્ટ્રપ્રમુખ ઘોષિત કરશે. 20 જાન્યુઆરીએ નવા રાષ્ટ્રપતિ શપથ લેશે, જેને ઈનોગરેશન પણ કહે છે.

·         કોંગ્રેસમાં ગણતરી સુધી જ કેન્ડિડેટ પરિણામોને પડકારી શકે છે. હાઉસ અને સેનેટના એક-એક સભ્યને લેખિત ફરિયાદ આપવાની રહે છે. જોઈન્ટ સેશનમાં બે કલાક સુધી વાંધા અંગે ચર્ચા થાય છે. બંને ગૃહોની મંજૂરી પછી જ વાંધો સ્વીકારવામાં આવે છે. હાઉસમાં ડેમોક્રેટ્સ અને સેનેટમાં રિપબ્લિકનનો કબજો છે, એવામાં બંનેમાં સહમતિ આવવી મુશ્કેલ જ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post