• Home
  • News
  • પીએમની રેલીઓનો સ્ટ્રાઇક રેટ:ગત ચૂંટણીમાં મોદીએ જ્યાં સભા કરી ત્યાં એનડીએ 23% બેઠક જ જીતી શકી, 8 જિલ્લામાં ખાતું પણ ન ખૂલ્યું
post

મોદીએ 26 રેલી કરી, 193 બેઠક કવર કરી, માત્ર 45 પર જ એનડીએને જીત મળી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-29 10:18:48

બિહાર વિધાનસભા ચૂંટણીની રાજકીય પિચ પર સ્લોગ ઓવર્સના ધુરંધરો ઊતરી આવ્યા છે. એનડીએની તરફથી પીએમ મોદી અને મહાગઠબંધનની તરફથી રાહુલ ગાંધી વોટિંગ અગાઉ પોતાના પક્ષમાં માહોલ બનાવવામાં વ્યસ્ત થયા છે. અત્યારસુધીમાં મોદીની 6 સભા થઈ ચૂકી છે. તેઓ ગયા, સાસારામ, ભાગલપુર, દરભંગા, મુઝફ્ફરપુર અને પટનામાં રેલી કરી ચૂક્યા છે. ભાજપ અને એનડીએને મોદીની સભાઓથી ઘણી આશા છે. તેમનું એવું માનવું છે કે ચૂંટણી અગાઉ જ મોદીની રેલીઓ પછી તેમની તરફેણમાં વોટર્સનું વલણ રહેશે.

2015માં ચૂંટણીમાં મોદીએ 31 રેલી કરી હતી, જેમાંથી 26 સભા ચૂંટણીની તારીખોનું એલાન થયા બાદ થઈ હતી. આ સભાઓને જો સીટોના હિસાબે જોવામાં આવે તો મોદીએ 193 સીટ પર વોટર્સને સાધવાની કોશિશ કરી હતી, પરંતુ માત્ર 45 સીટ પર જ તેમના ઉમેદવારોને જીત મળી, એટલે કે તેમની રેલીઓનો સ્ટ્રાઈક રેટ માંડ 23% રહ્યો. એ ચૂંટણીમાં એનડીએ આ વખતના એનડીએથી અલગ હતી. ત્યારે ભાજપ સાથે લોજપા, રાલોસપા અને હમ પાર્ટી હતી. આ વખતે રાલોસપા અને લોજપા બહાર છે. હમ પાર્ટી અને નીતીશની જેડીયુ સાથે છે, જે ગત ચૂંટણીમાં મહાગઠબંધનનો હિસ્સો હતી.

એટલું જ નહીં, જે જગ્યાએ મોદીએ રેલી કરી હતી ત્યાંની 26 મુખ્ય વિધાનસભા હતી. એમાંથી 14 પર એનડીએને જીત મળી, એટલે કે અહીં જીતનો સ્ટ્રાઈક રેટ 53% રહ્યો.

2 ઓક્ટોબરે બાંકામાં પીએમની રેલી થઈ હતી. આ જિલ્લામાં કુલ 5 સીટ છે. માત્ર એક સીટ પર ભાજપને જીત મળી. 8 ઓક્ટોબરે મોદીએ મુંગેર, બેગુસરાય, સમસ્તીપુર અને નવાદામાં રેલી કરી હતી. તેમાંથી મુંગેર, બેગુસરાય અને સમસ્તીપુરમાં એનડીએનું ખાતું ન ખૂલ્યું. નવાદામાં માત્ર એક સીટ પર જીત મળી.

એ પછી 9 ઓક્ટોબરે મોદીએ ઔરંગાબાદ, રોહતાસ, કૈમુર અને જહાનાબાદમાં એનડીએના એકપણ ઉમેદવાર જીતી ન શક્યા. જ્યારે રોહતાસમાં એક અને ઔરંગાબાદમાં બે સીટ પર જીત મળી. 25 ઓક્ટોબરે પટના, નાલંદા, છપરા અને હાજીપુરમાં મોદીની રેલી થઈ હતી. તેમાં પટનામાં 14 સીટમાંથી 7 એનડીએને મળી. નાલંદામાં એક, હાજીપુરમાં 2 અને છપરામાં 2 સીટ મળી. તેના પછી 26 ઓક્ટોબરે બક્સર અને સિવાનમાં મોદીએ સભા સંબોધિત કરી. બક્સરની ચારેય સીટ પર એનડીએ હારી, જ્યારે સિવાનમાં 8માંથી માત્ર એક પર જ એનડીએને જીત મળી.

એ પછી 27 ઓક્ટોબરે પીએમએ બેતિયા, સીતામઢી અને મોતિહારીમાં સભા કરી. અહીં કુલ 31 સીટ છે. એનડીએના ખાતામાં 12 સીટ જ ગઈ. સીતામઢીમાં તમામ 10 સીટ એનડીએ હારી ગઈ. 30 ઓક્ટોબરે ગોપાલગંજ અને મુઝફ્ફરપુરમાં પીએમની રેલી થઈ. ગોપાલગંજમાં 6માંથી 2 અને મુઝફ્ફરપુરમાં 11માંથી માત્ર 3 સીટ પર મોદી પોતાના ગઠબંધનને જીત અપાવી શક્યા.

1 નવેમ્બરે પીએમએ મધુબની, મધેપુરા અને કટિહારમાં સભા કરી. મધેપુરામાં ખાતું ન ખૂલ્યું, જ્યારે કટિહાર અને મધુબનીમાં માત્ર 2-2 સીટ જ મળી. પીએમ મોદીએ 2 નવેમ્બરે અંતિમ રેલી કરી હતી. તેમણે દરભંગા, પૂર્ણિયા અને ફારબિસગંજમાં સભા કરી. કુલ 23 સીટમાંથી માત્ર 5 સીટ એનડીએના ખાતામાં ગઈ.

 

adv

Related News

post
post
post
post
post
post
post