• Home
  • News
  • WHOની ચેતવણી- સમગ્ર દુનિયા કોરોના વાઈરસ સામે લડવા તૈયાર રહે
post

ચીનની સહમતિથી WHOની ટીમ પણ આ મુશ્કેલી સામે લડવા મંગળવારે બેજિંગ પહોંચશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-11 09:02:29

`બેજિંગ: ચીનના વુહાનમાં રોગચાળાનું રૂપ લઈ ચૂકેલો કોરોના વાઈરસ હવે દુનિયા માટે ખતરો બની શકે છે. અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દુનિયાભરના દેશોને ચેતવણી આપી છે કે, ચીનમાં 900થી વધુના જીવ લઈ ચૂકેલા વાઈરસ સામે લડવા તૈયાર રહેજો.

WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડહેનોમ ગેબ્રિએસસે કહ્યું કે, ચિંતાની વાત છે કે, વાઈરસનો ચેપ એવા લોકોને પણ લાગ્યો છે, જે ક્યારેય ચીન નથી ગયા. આવા મામલાથી વિશ્વમાં આરોગ્ય ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન WHO સારા સમાચાર આપતા કહ્યું કે, ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઈરસની ગતિ ધીમી પડી છે. જોકે, ચેપને રોકવા સતર્ક રહેવાની ખાસ જરૂર છે કારણ કે, વાઈરસને લઈને એવું અનુમાન ના લગાવી શકાય કે, તે સૌથી વધુ ક્યારે ફેલાશે? ચીનની સહમતિથી WHOની ટીમ પણ મુશ્કેલી સામે લડવા મંગળવારે બેજિંગ પહોંચશે. ઉપરાંત ટેડ્રોસે ડૉક્ટરો, નર્સો અને આરોગ્યકર્મીઓને અસલી હીરો જાહેર કર્યા છે, જે પોતાના જીવના જોખમે રોગચાળો કાબૂમાં લેવાના શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે.


કોરોના વાઈરસનો શિકાર દેશની પહેલી યુવતી ચેપમુક્ત
ચીનમાં કોરોના વાઈરસનો ફેલાવો થયો ત્યારે કેરળની એક વિદ્યાર્થિની પણ તેનો ભોગ બની હતી. જોકે, આરોગ્ય અધિકારીઓએ સોમવારે જાહેર કર્યું હતું કે, થ્રિસૂરમાં ભરતી યુવતી હવે કોરોના વાઈરસથી મુક્ત છે. તેના તાજા સેમ્પલમાં વાતની પુષ્ટિ થઈ ગઈ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post