• Home
  • News
  • WHOએ કહ્યું- કોરોના વાઈરસ કદાચ ક્યારેય ખતમ નહીં થાય, દુનિયાએ તેની સાથે જીવતા શીખી લેવું જોઈએ
post

WHOનું કહેવું છે કે, વેક્સીન આવ્યા પછી પણ જરૂરી નથી કે કોરોના વાઈરસ ખતમ થઈ જાય

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 11:35:06

જેનેવા: વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના ઈમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ ડૉ. માઈક રેયાને કહ્યું છે કે, કોરોના ક્યારેય ખતમ ન થાય એવી બીમારી છે. દુનિયાએ તેની સાથે જ જીવતા શીખવું પડશે. તેમણે કહ્યું કે, HIV પણ હજી સુધી ખતમ નથી થયો, પરંતુ આપણે તેની સાથે જીવતા શીખી ગયા છીએ.રેયાને કહ્યું કે, હાલ હું કોઈ બીમારીઓની સરખામણી નથી કરી રહ્યો પરંતુ આપણે આ હકીકત સ્વીકારી લેવી જોઈએ. અત્યારે હાલ કોઈ પણ એ અંદાજ મેળવી શકે એમ નથી કે કોરોના મહામારી ક્યારે ખતમ થશે.

સંક્રમણનું પ્રમાણ ઘટી જાય એટલે નિયમોમાં છૂટછાટ આપવી જોઈએ
WHOનું કહેવું છે કે, સંક્રમણના નવા કેસ સામે આવી રહ્યા છે. આ સંજોગોમાં જો લોકડાઉન હટાવવામાં આવશે તો બીમારી ફરી ફેલાશે. તેથી ફરી લોકડાઉન કરવું પડે એવી શક્યતા ઉભી થઈ શકે છે. જ્યારે નવા કેસની સંખ્યા ઓછી થઈ જાય અને સંક્રમિત દર્દીઓ મોટી માત્રામાં સાજા થવા લાગે ત્યારે લોકડાઉન હટાવવું જોઈએ. હાલની સ્થિતિમાં તમે નિયમોમાં છૂટછાટ આપશો તો સંક્રમણનું જોખમ વધી શકે છે. જે દેશમા સંક્રમણનો દર ઉંચો હોય ત્યાં નિયમોમાં છૂટછાટ આપવામાં આવશે તો આ વાયરસ વધારે ઝડપથી ફેલાઈ શકે છે.

વેક્સીન 100 ટકા અસરકારક હોય એ જરૂરી નથી
WHOના ઈમરજન્સી પ્રોગ્રામના પ્રમુખે કહ્યું કે, જરૂરી નથી કે કોરોનાની વેક્સીન આવ્યા પછી પણ એ સંપૂર્ણ રીતે ખતમ થઈ જાય. અત્યારે હાલ કોરોનાની 100થી વધારે વેક્સીન પર કામ ચાલી રહ્યું છે, જે સૌથી વધારે અસરકારક હશે તેને ઉપ્લબદ્ધ કરાવવામાં આવશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post