• Home
  • News
  • ‘એક જ પાયલટને કેમ ફટકાર્યો?’, ફ્લાઈટ ચાર કલાક મોડી પડતા રિચા ચઢ્ઢાનું વિવાદાસ્પદ નિવેદન
post

ઈન્ડિગો વિવાદે એક મહત્વપૂર્ણ પાઠ શીખવ્યો છે કે મોનોપોલી ઘાતક છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-17 20:17:27

દેશભરના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે, જેની સૌથી વધુ અસર એર ટ્રાફિકને થઈ છે. ગાઢ ઠંડી અને ધુમ્મ્સને કારણે હવાઇ મુસાફરી મુશ્કેલીમાં મુકાઇ છે. કેટલાક દિવસોથી ઘણી ફ્લાઈટો રદ કરવામાં આવી છે. જેનો સામનો બોલીવૂડ એક્ટ્રેસ રિચા ચઠ્ઠાને પણ કરવો પડ્યો હતો. રિચા ચઠ્ઠાએ એક પોસ્ટ શેર કરીને માહિતી આપી હતી કે, ધુમ્મસને કારણે ઇન્ડિગો એરલાઇન્સની બે ડોમેસ્ટીક ફ્લાઇટ મોડી પડી હતી. 

આ સિવાય રિચા ચઢ્ઢાએ તાજેતરમાં ઈન્ડિગોની ફ્લાઈટમાં થયેલી થપ્પડની ઘટના પર પણ પ્રતિક્રિયા આપી હતી. રિચા ચઢ્ઢાએ ઈન્ડિગોની ફ્લાઈટ ડિલે થવાને કારણે  ઈન્ડિગોના પાઈલટને માત્ર એક જ પેસેન્જરે માર મારતા આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. વાસ્તવમાં, તાજેતરમાં, દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટમાં ડિલે થવાની જાહેરાત કરી રહેલા ઇન્ડિગોના પાઇલટ પર એક મુસાફર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે પછી પેસેન્જરની માત્ર ધરપકડ કરીને તેને નો-ફ્લાય લિસ્ટમાં પણ મૂકવામાં આવ્યો હતો.

રિચા ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં જણાવ્યું કે, તેણે છેલ્લા ત્રણ દિવસમાં 3 ફ્લાઈટમાં મુસાફરી કરી, જેમાંથી બે ઈન્ડિગોની અને ત્રીજી ઈન્ટરનેશનલ ફ્લાઈટ હતી, જે સમયસર હતી. દિલ્હીમાં ધુમ્મસ અને મુંબઈમાં તાજેતરના એર શોએ ઈન્ડિગો માટે પડકારો વધારી દીધા છે.

એકટ્રેસે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, 3 દિવસમાં મારી ત્રીજી ફ્લાઇટ પર... પ્રથમ દિવસે ઇન્ડિગો 4 કલાકથી વધુ મોડી પડી હતી, બીજા દિવસે, ઇન્ડિગો ફરીથી 4 કલાક મોડી પડી હતી, કેટલાક રૂટ પર સીધી ફ્લાઇટ્સ ઘણીવાર ઇન્ડિગોની હોય છે. ત્રીજા દિવસે ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં કોઈ સમસ્યા ન હતી. 14 જાન્યુઆરીએ મુંબઈમાં એર શો હતો, જેના કારણે સવારે રનવે બંધ થઈ ગયો અને પછી ઉત્તર ભારતમાં ધુમ્મસ - દિલ્હીનો રનવે બંધ થઈ ગયો… શું આ તેની અસર હતી? સમગ્ર દેશમાં ફ્લાઈટ્સ મોડી પડી હતી. કર્મચારીઓને વધુ કામ કરવું પડી રહ્યું છે.”

અભિનેત્રીએ ઈન્ડિગોમાં હુમલાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં એક મુસાફરે ઈન્ડિગોના પાઈલટ સાથે મારપીટ કરવામાં આવી. રિચા ચઢ્ઢાએ કહ્યું, 'મને આશ્ચર્ય થાય છે કે, માત્ર એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો, કારણ કે ગુસ્સો ખૂબ વધી રહ્યો છે (હું હિંસા સહન નથી કરતી ).'રિચા ચઢ્ઢાએ પોસ્ટમાં આગળ લખ્યું કે, ઈન્ડિગો વિવાદે એક મહત્વપૂર્ણ પાઠ શીખવ્યો છે કે મોનોપોલી ઘાતક છે. એરલાઈન્સ ક્ષેત્રમાં હોય, એરપોર્ટની માલિકી હોય કે મેનેજમેન્ટમાં મોનોપોલિ હોય તે જવાબદારીઓનો, ઉત્તરદાયિત્વનો અભાવ સર્જે છે. સામાન્ય નાગરિકો કોઈપણ આધાર-સહાય વિના પીડાય છે. જ્યાં સુધી આપણે આ નહિ ઓળખીએ, ત્યાં સુધી ચૂકવણી કરતી વખતે આપણે જ નુકસાનમાં રહીશું. અને જો આપણે ન જાગીએ, તો આપણે આ જ લાયક છીએ, સાચું કે ખોટું?

શું વિવાદ હતો

દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટ મોડી જાહેર કરી રહેલા ઈન્ડિગોના પાઈલટ પર એક મુસાફર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી. રવિવારે સાંજે બનેલી આ ઘટનાનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં સાહિલ કટારિયા નામનો મુસાફર ગોવા જતી ફ્લાઈટની અંદર જાહેરાત કરી રહેલા પાઈલટ પર હુમલો કરતો જોવા મળ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, 10 કલાકથી વધુના વિલંબ પછી વિમાને દિલ્હીથી સાંજે 6 વાગ્યે ઉડાન ભરી હતી. આ પછી ઈન્ડિગોએ નિર્ણય કર્યો કે જે પેસેન્જરે પાઈલટ પર હુમલો કર્યો તેને 'નો-ફ્લાય લિસ્ટ'માં સામેલ કરવામાં આવશે.


adv

Related News

post
post
post
post
post
post
post