• Home
  • News
  • રામ મંદિર ઉદ્ઘાટન માટે ઉદ્ધવ ઠાકરેને કેમ ન મળ્યું આમંત્રણ, કારણ આવ્યું બહાર
post

એકનાથ શિંદે સરકારમાં મંત્રી ગિરીશ મહાજને તે કારણનો ખુલાસો કર્યો છે કે આખરે ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ કેમ મોકલવામાં આવ્યુ નહીં.

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-28 17:06:47

નવી દિલ્હી: અયોધ્યા રામ મંદિર ઉદ્ઘાટન માટે યુપી સરકારની અધ્યક્ષતામાં મંદિર સમિતિ ટ્રસ્ટ દ્વારા જોરશોરથી તૈયારી કરવામાં આવી રહી છે. 22 જાન્યુઆરીએ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે શુભ મુહૂર્ત ભલે 84 સેકન્ડનું હોય પરંતુ આયોજન આખુ અઠવાડિયુ ચાલવાનું છે. મંદિર ટ્રસ્ટે આયોજન માટે તમામ હસ્તીઓને આમંત્રણ મોકલ્યુ છે, જેમાં તમામ રાજકીય દળના ચીફ સામેલ છે. આ ભવ્ય કાર્યક્રમ માટે ઘણી રાજકીય હસ્તીઓએ પોતાને આમંત્રણ ન મળવાની વાત કરી છે. શરદ પવાર સિવાય ઉદ્ધવ ઠાકરે પણ તેમાં સામેલ છે. હવે તેનું કારણ સામે આવ્યુ છે. એકનાથ શિંદે સરકારમાં મંત્રી ગિરીશ મહાજને તે કારણનો ખુલાસો કર્યો છે કે આખરે ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ કેમ મોકલવામાં આવ્યુ નહીં. 

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રી ગિરીશ મહાજને રામ મંદિર ઉદ્ઘાટન માટે ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ ન મોકલવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યુ છે. તેમણે કહ્યુ કે અયોધ્યા રામ મંદિરમાં ઉદ્ધાટન માટે રાજકીય દળોના પ્રમુખોને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. ઉદ્ધવ ઠાકરેની કોઈ રાજકીય પાર્ટી નથી. આ સિવાય તેઓ પહેલી વખત એમએલસી બન્યા છે.

પહેલી વખત એમએલસી બન્યા છે ઉદ્ધવ

ગિરીશ મહાજને બુધવારે નાંદેડની પોતાની યાત્રા દરમિયાન કહ્યુ માત્ર તે લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ છે જે રાષ્ટ્રીય રાજકીય દળોના પ્રમુખ છે. શિવસેના (યુબીટી) ન તો રાષ્ટ્રીય રાજકીય દળ છે, ન તો રાજ્ય સ્તરીય દળ છે. શિવસેના હાલ એકનાથ શિંદેની સાથે છે અને જે લોકો પ્રોટોકોલ અનુસાર રામ મંદિર ઉદ્ધાટન માટે આમંત્રણના પાત્ર છે અને કેન્દ્રની યાદીનો ભાગ છે, માત્ર તેમને જ આમંત્રણ આપવામાં આવ્યુ છે.

ઉદ્ધવ ઠાકરેને રામ મંદિર ઉદ્ધાટન માટે આમંત્રણ ન મળવા પર સંજય રાઉત ભડક્યા છે. જોકે તેમણે કહ્યુ કે મંદિર ઉદ્ધાટન માટે આમંત્રણ નથી મળ્યુ તો પણ ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થનારા કાર્યક્રમનું શિવસેના સાથે ખૂબ જોડાણ છે. શિવસેના માટે અયોધ્યા તેમની બીજી પોતાની નગરી છે.

ઉલ્લેખનીય છે કે મહાજન નાંદેડના રક્ષા મંત્રી છે. તેમણે કહ્યુ કે આ ખૂબ ધ્યાનમાં લેવા જેવુ છે કે સમગ્ર દેશમાં દિવાળીની જેમ મનાવવામાં આવતો આ ભવ્ય કાર્યક્રમ માટે ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ આપવામાં આવે કે નહીં. ઉદ્ધવ ઠાકરે વિધાનસભા સત્રમાં પણ સામેલ થતા નથી. તેમણે બાબરી મસ્જિદના વિધ્વંસ અને રામ મંદિરના નિર્માણમાં ઉદ્ધવના યોગદાન પર પણ પ્રશ્ન ઉઠાવ્યા.


adv

Related News

post
post
post
post
post
post
post