• Home
  • News
  • વિલ સ્મિથને મોટો ઝટકો, નેટફ્લિક્સે રદ્દ કરી ફિલ્મ 'બ્રાઈટ 2'ની સિક્વલ, થપ્પડ કાંડ બાદ થઈ રહ્યો છે બહિષ્કાર
post

મેકર્સ હાલમાં કોઈ મોટું રિસ્ક લેવા નથી માગતા અને આ ફિલ્મને થોડા સમય બાદ રિલીઝ કરવાનું મન બનાવી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-25 11:17:24

નવી દિલ્હી: હોલીવુડના ફેમસ એક્ટર વિલ સ્મિથ (Will Smith)નો ખરાબ સમય ચાલી રહ્યો છે. તાજેતરમાં ઓસ્કરમાં થયેલા થપ્પડ કાંડની અસર હવે તેમના કરિયર પર પણ પડી રહી છે. મળતી માહિતી પ્રમાણે વિલ સ્મિથની અપકમિંગ ફિલ્મ 'બ્રાઈટ 2' જે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી. તેને હવે વિશ્વનું સૌથી મોટું એટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે કેન્સલ કરી દીધી છે. તેનું કારણ છે ક્રિસ રોક સાથે થયેલી થપ્પડ કોન્ટ્રોવર્સી. જણાવવામાં આવી રહ્યું છે કે, મેકર્સ હાલમાં કોઈ મોટું રિસ્ક લેવા નથી માગતા અને આ ફિલ્મને અમૂક સમય બાદ રિલીઝ કરવાનું મન બનાવી રહ્યા છે. મોટા ભાગના લોકો તેને થપ્પડ કાંડ સાથે જોડી રહ્યા પરંતુ એક અહેવાલ પ્રમાણે નેટફ્લિક્સે તેનું કારણ થપ્પડ કોન્ટ્રોવર્સી નથી બતાવ્યું.

વિલ સ્મિથની પર્સનલ અને પ્રોફેસનલ લાઈફ આ દિવસોમાં ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ઘણા સમયથી તેમની ફિલ્મ બ્રાઈટ 2 ચર્ચામાં હતી. ફેન્સ પણ તેની રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે જે સમાચાર મળી રહ્યા છે તે વિલના ફેન્સને નિરાશ કરી દેશે. હાલ પૂરતી આ ફિલ્મને સ્થગિત કરી દેવામાં આવી છે. જે રીતે વિલે ભરી મહેફિલમાં ક્રિસને થપ્પડ મારી હતી તેનાથી તેની ઈમેજ પર ખરાબ અસર પડી છે.

નેટફ્લિકેસ આ ફિલ્મને લઈને હાલમાં કોઈ ઉતાવળ કરવા નથી માગતી. હવે એ જોવાનું રહેશે કે, આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે. આ થપ્પડ કાંડ બાદ વિલના પત્ની સાથે પણ સબંધ ખરાબ થયા છે. પિંકેટ અને તેમની વચ્ચે તણાવનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે બંને એકબીજા સાથે વાત નથી રહી રહ્યા અને વાત તલાક સુધી પહોંચી ગઈ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post