• Home
  • News
  • વિલ સ્મિથ 10 વરસ સુધી ઓસ્કર ઇવેન્ટનો હિસ્સો નહીં બની શકે
post

કોમેડિયન ક્રિસ રોકને સ્ટેજ પર થપ્પડ મારી દેવા બદલ પ્રતિબંધ મૂકાયો

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-11 10:32:27

મુંબઇ : થોડા દિવસો પહેલા હોલીવૂડ એવોર્ડ શો ઓસ્કાર દરમિયાન વિલ  સ્મિથ એક વિવાદમાં ફસાઇ ગયો હતો. તેણે શોના સ્ટેજ પર કોમેડિયન ક્રિસ રોસને તમાચો જોડી દીધો હતો.વિલ સ્મિથે શિસ્તતાનો ભંગ કર્યા બદલ તે આવતા દસ વરસ સુધી આ એવોર્ડ સમારંભનો હિસ્સો નહીં બની શકે. સ્મિથને આવતા દસ વરસમાં એકેડમી ઓફ મોશન પિકચર આર્ટસ એન્ડ સાયન્સિસ દ્વારા આયોજિત થનારા કોઇ પણ કાર્યક્રમમાં ભાગ લેવાની અનુમતિ આપવામાં આવી નથી. જોકે તેને આ વરસે મળેલા સર્વશ્રેષ્ઠ અભિનેતા પુરસ્કારને રદ કરવામાં આવ્યો નથી, તેમજ  ભવિષ્યમાં ઓસ્કાર નામાંકન પર કોઇ પ્રતિબંધનો ઉલ્લેખ કર્યો છે. બોર્ડના ફેંસલા અનુસાર, ૮ એપ્રિલ ૨૦૨૨થી દસ વરસ સુધી અભિનેતાને કોઇ પણ શોમાં ભાગ લેવાની અનુમતિ આપવામાં આવશે નહીં.  વિલે આ ઘટના પછી તરત જ ક્રિસની માફી પણ માંગી લીધી હતી અને એકડમીના કોઇ પણ નિર્ણયને માન્ય રાખવાનું કહ્યું હતું. 

adv

Related News

post
post
post
post
post
post
post