• Home
  • News
  • US ઈલેક્શન:શું પરિણામને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકશે ટ્રમ્પ, ત્યાં તેમનું સમર્થન વધુ, જોકે રસ્તો સરળ નથી
post

કાયદાકીય મામલા અને ધમકી નવી વાત નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-05 12:06:31

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોની તસ્વીર સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી. જો બાઈડેન અને ડેમોક્રેટ પાર્ટી આગળ દેખાઈ રહી છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટી પણ જીતનો દાવો કરી રહી છે. ટ્રમ્પે કાઉન્ટિંગમાં ફ્રોડ થયો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ગણતરી રોકવાની માંગ પણ કરી છે. મિશિનગન અને જોર્જિયાની નીચલી કોર્ટ સુધી પહોંચી ગયા છે. જોકે હાલ કાઉન્ટિંગ રોકવામાં આવ્યું નથી. ચૂંટણી પહેલા જ ફ્લોરિડા અને પેન્સિલવેનિયાની રેલીમાં જ તેઓ કહી ચૂક્યા હતા કે રાષ્ટ્રપતિ ચૂંટણીનો નિર્ણય કદાચ આ વખતે સુપ્રીમ કોર્ટમાં થાય.

હવે સવાલ એ છે કે શું વાસ્તવમાં સુપ્રીમ કોર્ટ કોણ બનશે રાષ્ટ્રપતિ વાળા સવાલનો જવાબ આપી શકશે. કે પછી હલ લોકશાહીની સંસ્થાઓ જેવી કે સીનેટ કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ દ્વારા નીકળશે.

પહેલા કાયદાકીય રીતે સમજો
ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટી બે રાજ્યોમાં પરિણામોને પડકારી ચૂકી છે. કાઉન્ટિંગ રોકવાની માંગ કરી રહી છે. તેમનો આરોપ છે કે જોર્જિયામાં 53 પોસ્ટલ બેલેટ નકલી હતા. આવું અન્ય રાજ્યોમાં પણ થયું હશે. કાયદા મુજબ જે રાજ્યોમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે, ત્યાં ની કોર્ટ પહેલા સુનાવણી કરશે. તે પછી મામલો સુપ્રીમ કોર્ટ પહોંચશે. એટલે કે આપણા દેશ જેવી વ્યવસ્થા છે.

જોકે તેની અસર શું થશે ?
કાયદાકીય લડાઈ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી રાષ્ટ્રપતિનો નિર્ણય થઈ શકશે નહિ. તેમાં થોડા દિવસો કે કેટલાક સપ્તાહ લાગી શકે છે. જોકે એ વાતની શકયતા બિલકુલ નથી કે આ વાતનો નિર્ણય 20 જાન્યુઆરી કે તે પછી લટકશે.

ટ્રમ્પ સુપ્રીમ કોર્ટની ધમકી શાં માટે આપી રહ્યાં છે ?
કેમ્પેનના સમયથી જ ટ્રમ્પ આવું કરી રહ્યાં છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, તેનું એક કારણ સુપ્રીમ કોર્ટમાં રૂઢિવાદી જજની બહુમતી છે. સુપ્રીમ કોર્ટમાં 9 જજ છે. 3ની નિમણૂંક ટ્રમ્પના કાર્યકાળમાં થઈ. તેમાંથી એક અમી કોન બેરેટની નિમણૂંક તો ચૂંટણીના એક સપ્તાહ પહેલા જ થઈ. અહીં 6 જજ ટ્રમ્પ એટલે કે રિપબ્લિકન પાર્ટીના સમર્થક છે. આવું એટલા માટે છે કે કારણ કે અમેરિકાની સુપ્રીમ કોર્ટના જજ ઘણી વખત તે પાર્ટીના સમર્થકોની જેમ વ્યવહાર કરે છે. જેને તેમણે સતા સુધી પહોંચાડ્યા છે. જોકે આમ કરતી વખતે પણ તેમણે નીચલી કોર્ટના ચુકાદા અને રાષ્ટ્રીય કાયદાને ધ્યાનમાં રાખવાના હોય છે.

આ સ્થિતિ શાં માટે સર્જાઈ ?
આ માટેનું મુખ્ય કારણ કોરોનાવાઈરસ છે. તેના કારણે કેટલાક રાજ્યોએ કેટલાક કાયદા બનાવ્યા અથવા તો તેમાં ફેરફાર કર્યો. તેના કારણે પોસ્ટલ અને મેલ ઈન બેલેટ ઘણા વધી ગયા. ટ્રમ્પનો આરોપ છે કે આ વોટાથી ફ્રોડ થયું છે. તેમણે ચૂંટણી પહેલા જ આ પ્રકારના વોટિંગનો વિરોધ કર્યો. ટ્રમ્પ માત્ર મેન ઈન પર્સન એટલે કે સીધા બૂથ પર જઈને જ વોટિંગ થાય તેવું ઈચ્છતા હતા. જોકે ટ્રમ્પની માંગ માની પણ શકાય નહિ અને માનવામાં પણ ન આવી. જો આમ થયું હોત તો કદાચ કરોડો લોકો વોટિંગ જ ન કરી શક્યા હોત.

કાયદાકીય મામલા અને ધમકી નવી વાત નથી
વર્ષ 2000 અને 2016માં પણ ઘણા મામલાઓ કોર્ટ સુધી પહોંચ્યા પરંતુ કઈ જ થયું નહિ. રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સ ચૂંટણી પહેલા જ લગભગ 50 કેસ એક-બીજા સામે કરી ચૂક્યા છે. જો પેન્સિલવેનિયા અને જોર્જિયાની તસ્વીર સ્પષ્ટ થઈ શકતી નથી તો ટ્રમ્પ કે બાઈડેનની અપીલ પર સુપ્રીમ કોર્ટ દખલગીરી કરી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post