• Home
  • News
  • આજથી ચાર ધામ યાત્રાની શરૂઆત, કેદારનાથમાં કપાટ ખૂલતાં જ હર હર મહાદેવના નારા ગૂંજવા લાગ્યા
post

ઝીરો ડિગ્રી તાપમાન વચ્ચે 10 હજાર શ્રદ્ધાળુઓના જયકારથી ગુંજી ઊઠી દેવભૂમિ

Written By newsonline | Ahmedabad | Published: 2024-05-10 11:32:48

દહેરાદૂન: ઉત્તરાખંડની ચારધામ યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે. કેદારનાથના દરવાજા સવારે 6:55 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓની સાથે સીએમ પુષ્કર સિંહ ધામી પણ તેમની પત્ની સાથે દર્શન માટે પહોંચ્યા હતા. કેદારનાથમાં પહેલા જ દિવસે ભારે ભીડને કારણે અરાજકતા જોવા મળી હતી. એકસાથે યાત્રાળુઓ આવવાના કારણે વહીવટીતંત્રને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેદારનાથ ઉપરાંત ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા પણ આજે ખૂલશે. જ્યારે બદ્રીનાથ મંદિરમાં 12 મેથી દર્શન શરૂ થશે. આ સ્થળોએ દિવસનું તાપમાન 0 થી 3 ડિગ્રી નોંધાઈ રહ્યું છે. આ સાથે જ રાત્રે તાપમાનનો પારો માઈનસ પર પહોંચી રહ્યો છે. આમ છતાં લગભગ 10 હજાર શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામ પહેલાં 16 કિમી દૂર ગૌરીકુંડ પહોંચી ગયા છે. ગયા વર્ષે આ આંકડો 7 થી 8 હજારની વચ્ચે હતો. અહીં લગભગ 1500 રૂમ છે, જે હાઉસફુલ થઈ ગયા છે. રજિસ્ટર્ડ 5,545 ખચ્ચર બુક કરવામાં આવ્યા છે.


અત્યાર સુધીમાં 22.15 લાખથી વધુ શ્રદ્ધાળુઓનું રજિસ્ટ્રેશન:

15 હજારથી વધુ મુસાફરો હરિદ્વાર અને ઋષિકેશ પહોંચ્યા છે. ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 22.15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગયા વર્ષે રેકોર્ડ 55 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. કેદારનાથ-બદ્રીનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજયેન્દ્ર અજયના જણાવ્યા અનુસાર, જ્યારે બાબાની પંચમુખી ડોલી 9 મેના રોજ સાંજે 4 વાગ્યે કેદારધામ પહોંચી ત્યારે 5 હજાર લોકો હાજર હતા. ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 22.15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગયા વર્ષે રેકોર્ડ 55 લાખ લોકોએ મુલાકાત લીધી હતી.


કેદારનાથ સુધી સુપરફાસ્ટ નેટવર્ક
કેદારનાથના સમગ્ર ટ્રેક પર 4G અને 5G નેટવર્ક ઉપલબ્ધ રહેશે. આ માટે 4 ટાવર લગાવવામાં આવ્યાં છે. ગયા વર્ષે, આ ટ્રેક પર માત્ર અમુક સ્થળોએ જ નેટવર્ક ઉપલબ્ધ હતું. જો તમે મંદિરમાં Wi-Fiનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તમારે સરકારી સ્લિપ લેવી પડતી હતી, પરંતુ હવે ત્યાં પણ સુપરફાસ્ટ નેટવર્ક હશે.


30 જૂન સુધી બે ધામોમાં ઓનલાઈન પૂજા બુકિંગ
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી યોગેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, આ વખતે ઓનલાઈન પૂજા 30 જૂન સુધી જ થશે. જેમાં શ્રીમદ્ ભાગવત પાઠ માટે 51 હજાર રૂપિયા તો મહાભિષેક માટે રૂ.12 હજાર નક્કી થયા છે.