• Home
  • News
  • IPL 2021:ઓક્શન 11 ફેબ્રુઆરીએ થાય એવી પ્રબળ સંભાવના, તમામ ફ્રેન્ચાઇઝે 20 જાન્યુઆરી સુધીમાં રિટેન કરેલા ખેલાડીઓનું લિસ્ટ સબ્મિટ કરવાનું રહેશે
post

દર વખતની જેમ આ વખતે પણ ઓક્શન પહેલાં દરેક ફ્રેન્ચાઈઝને 3 કરોડ રૂપિયા આપવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-07 11:55:47

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ની સીઝન માટેનું ઓક્શન 11 ફેબ્રુઆરીના રોજ થાય એવી પ્રબળ સંભાવના છે તેમજ દરેક ફ્રેન્ચાઈઝે 20 જાન્યુઆરી સુધીમાં રિટેન અને રિલીઝ કરેલા ખેલાડીઓનું લિસ્ટ સબ્મિટ કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે IPL 2021 માટે હજી તારીખ કે જગ્યા નક્કી કરવામાં આવી નથી. જોકે BCCIએ તાજેતરમાં થયેલી એન્યુલ જનરલ મીટિંગમાં સ્પષ્ટ કર્યું કે આ વખતે ટૂર્નામેન્ટમાં 8 ટીમો જ ભાગ લેશે અને 2022થી 2 નવી ટીમ ઉમેરવામાં આવશે.

ઇંગ્લેન્ડ સામેની પ્રથમ અને બીજી ટેસ્ટ વચ્ચેના દિવસોમાં ઓક્શન થશે
ઇએસપીએન ક્રિકઇન્ફોએ પોતાના એક આર્ટિકલમાં જણાવ્યું છે કે ઓક્શન ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝ દરમિયાન પ્રથમ અને બીજી ટેસ્ટ વચ્ચે થશે. પ્રથમ ટેસ્ટ 5-9 ફેબ્રુઆરી દરમિયાન, જયારે બીજી ટેસ્ટ 13-17 ફેબ્રુઆરી દરમિયાન રમાશે, એટલે કે 10-12 ફેબ્રુઆરીની વચ્ચે ઓક્શન થશે અને 11 તારીખે યોજાય એવી સંભાવના પ્રબળ છે.

કઈ ટીમ પાસે કેટલું બેલેન્સ?
દર વખતની જેમ આ વખતે પણ ઓક્શન પહેલાં દરેક ફ્રેન્ચાઈઝને 3 કરોડ રૂપિયા આપવામાં આવશે. 2020માં સૌથી નિરાશાજનક દેખાવ કરનાર ચેન્નઈ સુપરકિંગ્સ પાસે ગયા ઓક્શન પછી સૌથી ઓછા 0.15 કરોડ રૂપિયા બચ્યા હતા, જયારે કિંગ્સ ઇલેવન પંજાબ પાસે સૌથી વધુ 16.5 કરોડ રૂપિયા હતા. એ સિવાય રાજસ્થાન રોયલ્સ પાસે (14.75 કરોડ), સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે (10.1 કરોડ), દિલ્હી કેપિટલ્સ પાસે (9 કરોડ), કોલકાતા નાઈટ રાઈડર્સ (8.5 કરોડ), રોયલ ચેલેન્જર્સ બેંગલોર (6.4 કરોડ) અને મુંબઈ ઇન્ડિયન્સ (1.95 કરોડ)નું બેલેન્સ છે. નોંધનીય છે કે ટીમો ખેલાડીઓ રિલીઝ કરે એ પ્રમાણે તેમનું પર્સ પણ વધે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post