• Home
  • News
  • 1લી જૂનથી દરરોજ 200 નોન-એસી ટ્રેન દોડશે, ટૂંક સમયમાં ટાઈમ ટેબલ આવશે અને ઓનલાઈન બુકિંગ શરૂ થશે
post

શ્રમિકો માટે વિશેષ ટ્રેનો ચલાવવા રાજ્યો પાસેથી મંજૂરી મેળવવી જરૂરી નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 10:01:04

નવી દિલ્હી: લોકડાઉનનીસ્થિતિ વચ્ચે રેલવે યાત્રીઓને રાહત મળે તેવી શક્યતા છે. રેલવે પ્રધાન પિયૂષ ગોયલે મંગળવારે એક ટ્વિટ કરી કહ્યું છે કે 1લી જૂનથી રોજ 200 નોન એસી ટ્રેન ચાલશે. ટૂંક સમયમાં આ ટ્રેનોનો ટાઈમ ટેબલ જારી કરી ઓનલાઈન બૂકિંગ શરૂ થશે. ગોયલના મતે રેલવે 19 દિવસમાં શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો મારફતે તેમના રાજ્યો સુધી પહોંચાડ્યા છે. તેમણે રાજ્ય સરકારોને અપીલ કરી છે કે તેઓ પ્રવાસી શ્રમિકોની નોંધણી કરે અને તેમની યાદી રેલવેને આપે. શ્રમિક ટ્રેનોની સંખ્યા વધારવામાં આવશે.

હવે શ્રમિકો માટે વિશેષ ટ્રેનો ચલાવવા રાજ્યોની મંજૂરીની જરૂર નથી
રેલવેએ મંગળવારે કહ્યું હતું કે શ્રમિકો માટે વિશેષ ટ્રેનો ચલાવવા અંગે રાજ્યો પાસેથી મંજૂરીની જરૂર નથી. આ અગાઉ ગૃહ મંત્રાલયે પ્રવાસી શ્રમિકોને તેમના ઘરે પહોંચાડવા માટે આ ટ્રેનોને ચલાવવા સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ સિસ્ટમ (SOP) જારી કરી હતી.રેલવેના પ્રવક્તા રાજેશ વાજપેયીએ કહ્યું કે SOP બાદ શ્રમિક માટે વિશેષ ટ્રેનો ચલાવવા રાજ્યોની મંજૂરી આવશ્યક બનશે નહીં.ગોયલે કહ્યું કે સૌથી વધારે ઉત્તર પ્રદેશ માટે 837 ટ્રેનોની મંજૂરી આપી


આ અગાઉ રેલવે પ્રધાન પીયૂષ ગોયલે મંગળવારે ટ્વિટમાં કહ્યું કે પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢ આ ટ્રેનોને મંજૂરી આપવાની બાબતમાં પાછળ છે.1લી મેથી રેલવેએ 1,565 પ્રવાસી શ્રમિક ટ્રેન ચલાવી છે. 20 લાખથી વધારે પ્રવાસીઓને તેમના ગૃહ રાજ્યો પહોંચાડ્યા છે.

અત્યાર સુધી શું થતુ રહ્યું છે?

·         અગાઉ આ ટ્રેનો રાજ્ય સરકારોની માંગ પર ચાલતી હતી. આ દરમિયાન ગૃહ મંત્રાલયની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું છે. કોચમાં યાત્રીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસાડવામાં આવી રહ્યા છે. રવાના અને સંબંધિત સ્ટેશનો પર પહોંચવાના સંજોગોમાં તેમનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવે છે.

·         ગૃહ જીલ્લામાં 14 દિવસ ક્વોરન્ટીન કર્યા બાદ તેમને ઘરે મોકલવામાં આવે છે. લોકોને મોકલવામાં આવનાર અને તેમને બોલાવી રહેલી રાજ્ય સરકારોના આગ્રહ પર આ વિશેષ ટ્રેન ચાલી રહી છે. શ્રમિકોને ટ્રેનમાં બેસતા પહેલા સ્ક્રીનિંગ કરવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. જેમને લક્ષણો ન હોય તેમને જવા માટે મંજૂરી મળશે. 

adv

Related News

post
post
post
post
post
post
post