• Home
  • News
  • AAP vs BJP: દુનિયાની સૌથી મોટી પાર્ટી નાનકડા પક્ષની સામે હારી ગઇ
post

આમ આદમી પાર્ટીના મફત વીજળી, પાણી અને મહિલાઓને ડીટીસીમાં ફ્રી મુસાફરીના મુદ્દાનો ભાજપ કોઇ તોડ નીકાળી શકી નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-12 11:43:59

અંદાજે સાત વર્ષ પહેલાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં બનેલી આમ આદમી પાર્ટીએ દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરનાર ભાજપને દિલ્હીમાં કારમી માત આપી છે. આમ ભાજપની દિલ્હીમાં 22 વર્ષના સત્તાના વનવાસને ખત્મ કરવાની કોશિષ એમને એમ રહી ગઇ. ફરી એકવખત 5 વર્ષ માટે વનવાસ ભોગવવો પડશે, ભાજપને આમ આદમી પાર્ટીએ સતત બીજી વખત માત આપી અને ભાજપ બંને વખત ડબલ ડિજીટ પણ પાર કરી શકી નહીં. દિલ્હીમાં ફરીથી આમ આદમી પાર્ટીને મળેલી પ્રચંડ જીતે ભાજપની રણનીતિ પર પ્રશ્નો ઉભા કરી દીધા છે.

 

અન્ના આંદોલનમાંથી નીકળી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની રચનાને માંડ સાત વર્ષ થયા છે. કહી શકાય કે AAPનો રાજકીય આધાર દિલ્હી સુધી સીમિત છે અને થોડું ઘણું પંજાબમાં છે. ત્યાં ભાજપના 12 કરોડથી વધુ સભ્ય છે અને હાલના સમયમાં ભાજપ કે તેના સહયોગીઓની 16 રાજ્યોમાં સરકારમાં છે. એવામાં ભાજપે દિલ્હીની સલ્તનત પર કબ્જો જમાવા માટે પોતાના તમામ મોટા નેતાઓને પ્રચારમાં ઉતાર્યા હતા પરંતુ કેજરીવાલનો વિજય રથ રોકી શકયા નહીં.


આમ આદમી પાર્ટીના મફત વીજળી, પાણી અને મહિલાઓને ડીટીસીમાં ફ્રી મુસાફરીના મુદ્દાનો ભાજપ કોઇ તોડ નીકાળી શકી નહીં. જો કે ભાજપે શાહીનબાગને પણ મુદ્દો બનાવ્યો પરંતુ તેનાથી પણ કોઇ લાભ મળ્યો નહીં. એટલું નહીં તેઓ આમ આદમી પાર્ટીથી બરાબરીનો મુકાબલો કરી શકે.

 

જે રીતે 2019ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સાથે થયુ હતું ઠીક એવી રીતે દિલ્હીમાં કેજરીવાલ માટે રહ્યું કે (કોઇ વિકલ્પ નહીં) ફેકટરે કામ કર્યું. આમ આદમી પાર્ટીએ ખૂબ ચાલાકીથી દિલ્હીના મતદાતાઓને સમજાવ્યા કે ભાજપની પાસે કેજરીવાલની જગ્યા લેવા માટે કોઇ યોગ્ય વ્યક્તિ નથી. છેલ્લાં મહિના દરમ્યાન કેજરીવાલ સરકારે તેમને મફત આપવાની જાહેરાતો કરી જેમાં બસ અને મેટ્રોમિાં મહિલાઓ અને વિદ્યાર્થીઓને મફત યાત્રા સમેલ છે. તેના લીધે મહિલાઓની વચ્ચે કેજરીવાલની પકડ મજબૂત થઇ.

 

દિલ્હીમાં ભાજપ જે રીતે શાહીનબાગ મુદ્દા પર આક્રમક રહી તેનાથી મુસ્લિમ મતદાતા આમ આદમી પાર્ટીના પક્ષમાં એકજૂથ થઇ ગઇ, જેને અંદાજે એક ડઝન સીટોને પ્રભાવિત કરી. ત્યાં કેજરીવાલે સોફ્ટ હિન્દુત્વની રાહને પણ અપનાવી અને તમણે હનુમાન ચાલીસાના પાઠ કર્યા. આથી તેઓ હિન્દુ વોટોને ભાજપના પક્ષમાં ધ્રુવીતરણ થવાથી રોકવામાં સફળ રહ્યા.

 

ભાજપના કેન્દ્રીય નેતૃત્વે વખતે ચૂંટણીને પ્રતિષ્ઠાની ચૂંટણી બનાવી લડ્યા. ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ભાજપે ગલી-ગૂચી સુધી પહોંચીને આમ આદમી પાર્ટીને બરાબરીની ટક્કર આપવાની કોશિષ કરી. દિલ્હી ચૂંટણીમાં પીએમ મોદીએ બે જનસભાઓ કરી અને ગૃહમંત્રી અમિત શાહે અંદાજે 50 રેલીઓ અને રોડ શો કર્યા. શાહે ડોર ટુ ડોર કેમ્પેઇન પણ કર્યું. ભાજપ અધ્યક્ષલ જેપી નડ્ડાએ 30 સામાન્ય સભાઓ કરી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ 25થી વધુ રેલીઓને સંબોધિત કરી. રક્ષામંત્રી રાજનાથ સિંહે 12 અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ 10 રેલીઓને સંબોધિત કરી.

 

મુખ્યમંત્રીઓની વાત કરીએ તો ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથે દિલ્હીમાં 15 રેલીઓને સંબોધિત કરી. ગુજરાતના સીએમ રૂપાણી, હિમાચલના સીએમ જયરામ ઠાકુર, ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ કેટલીય રેલીઓ કરી. એમપીના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ દિલ્હીમાં પાર્ટી માટે કેમ્પેઇન કર્યું. સિવાય બીજા કેટલાંય મંત્રીઓના આક્રમક પ્રચાર છતાંય ભાજપ બેવડો અંક પણ પાર ના કરી શકી. 2015મા ભાજપે 3 સીટો જીતી હતી તો વખતે પાર્ટી 8 સીટો સુધી પહોંચી શકી.

 

બીજીબાજુ આમ આદમી પાર્ટીને 62 સીટો મળી અને તેને દિલ્હીમાં 54 ટકા વોટ મળ્યા. 2015ની સરખામણીમાં ભાજપનો વોટ શેર 32 ટકાથી વધી 38 ટકા સુધી પહોંચ્યો પરંતુ તેનાથી તેમની પાર્ટીને મોટો કોઇ ફાયદો થયો નહીં. ભાજપને માત્ર 8 સીટો પર જીત મળી. વખતે પણ કોંગ્રેસ ચૂંટણીમાં પોતાનું ખાતું ના ખોલી શકી. ખાસ વાત રહી કે કોંગ્રેસની 67 સીટો પર જમાનત જપ્ત થઇ ગઇ.

 

દિલ્હીના પરિણામો ભાજપ માટે ચિંતનનો વિષય છે. ભાજપમાં હવે નવું નેતૃત્વ આવી ગયું છે. અસફળતા ભાજપના નવા અધ્યક્ષ જેપી નડ્ડાના સિરે તો બંધાશે નહીં પરંતુ તેમને હવે દિલ્હીનો તોડ નીકાળવો પડશે ત્યારે દુનિયાની સૌથી મોટી પોલિટિકલ પાર્ટીને ભારતના દિલ પર કબ્જો મેળવવાનું સપનું સાકાર થઇ શકશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post