• Home
  • News
  • રિપોર્ટ : વિશ્વના અબજોપતિઓની સંપતિ ગત વર્ષે 27.55 લાખ કરોડ રૂપિયા ઘટી, 3 વર્ષમાં પ્રથમ વાર ઘટાડો
post

અબજપતિઓની સંપતિમાં અગાઉ 2015માં ઘટાડો આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-09 10:14:26

જ્યૂરિખઃ વિશ્વના અબજોપતિઓની સંપતિ ગત વર્ષે 388 અબજ ડોલર(27.55 લાખ કરોડ રૂપિયા) ઘટીને 8.53 ટ્રિલિયન ડોલર(606 લાખ કરોડ રૂપિયા) રહી. 2015 બાદ પ્રથમ વાર તેમાં ઘટાડો આવ્યો. વૈશ્વિક રાજકારણમાં ઉથલપાથલ અને શેરબજારોમાં અસ્થિરતાના કારણે આમ થયું. મલ્ટીનેશનલ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક યુબીએસ અને પ્રોફેશનલ સર્વિસિસ ફર્મ પીડબલ્યુસીએ શુક્રવારે આ રિપોર્ટ આપ્યો.

 

છેલ્લા 5 વર્ષમાં વિશ્વમાં અબજપતિઓની સંખ્યા

વર્ષ

અબજપતિ

2014

1751

2015

1760

2016

1979

2017

2158

2018

2101

 

રિપોર્ટ મુજબ અબજોપતિઓની સંખ્યાના મામલામાં બીજા મોટા દેશ ગ્રેટર ચાઈનાના અમીરોની સંપતિમાં ઝડપથી ઘટાડો આવ્યો છે. તેની નેટવર્થ 12.3% ઘટી. ત્યાંના શેરબજાર, કરન્સી અને વિકાસદરમાં ઘટાડો આવવાથી અમીરોને નુકસાન થયું. ત્યાં 48 લોકો અબજોપતિઓના લિસ્ટમાંથી બહા થઈ ગયા. આમ છતા ચીનમાં દર બીજા દિવસે એક નવો વ્યક્તિ અબજપતિ બની રહ્યો છે.

 

ચીન અને ભારત સહિત સમગ્ર એશિયા પેસેફિક ક્ષેત્રના અબજોપતિઓની સંપતિમાં ગત વર્ષે મોટો ઘટાડો નોંધાયો. યુબીએસ સહિત વિશ્વભરની પ્રાઈવેટ બેન્કોનું માનવું છે કે અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ વોર અને વૈશ્વિક રાજકારણમાં અસ્થિરતાના કારણે રોકાણકારોએ શેરબજારમાં રોકાણ કર્યું નથી, તેમણે પૈસા જમા કરવા પર વધુ ફોકસ આપ્યું.

 

અમેરિકાને છોડીને બાકીના દેશોમાં અબજોપતિઓની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. અમેરિકામાં ટેક્નોલોજી સાથે જોડાયેલા કારોબારીઓ અમીરોના લિસ્ટમાં સતત જગ્યા બનાવી રહ્યાં છે. 2018ના અંત સુધીમાં અબજપતિઓની સંખ્યા 749 હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post