• Home
  • News
  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું- કોઈ પણ દેશ ચૂક ન કરશો, કોરોના સંક્રમણ લાંબા સમય સુધી આપણા વચ્ચે રહેશે
post

દુનિયામાં અત્યાર સુધી 1 લાખ 84 હજાર 217 લોકોના મોત અને 26 લાખ 37 હજાર 673 સંક્રમિત થયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-23 12:01:04

જીનીવા: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના સંક્રમણ અંગે દુનિયાને ચેતવણી આપી છે. તેના કહ્યાં પ્રમાણે, આ વાઈરસ આપણી વચ્ચે લાંબા સમય સુધી રહેશે. એટલા માટે કોઈ ચૂક ન કરશો અને સતર્ક રહો. ઘણા દેશ આ મહામારી સામે લડવાના પ્રારંભિક તબક્કામાં છે. સંગઠનના પ્રમુખ ડો.ટેડ્રોસ આધાનોમ ગેબ્રેસસે જણાવ્યું કે, જે દેશોને લાગી રહ્યું છે કે, તેમને કોરોના વાઈરસને નિયંત્રિત કરી લીધો છે, ત્યાં કેસ પાછા વધી શકે છે. આફ્રીકા અને અમેરિકામાં સંક્રમણના વધતા કેસો આપણા માટે ચેતવણી છે. 

ડો, ટડ્રોસેએ કહ્યું કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને યોગ્ય સમયે 30 જાન્યુઆરીએ વૈશ્વિક કટોકટીની જાહેરાત કરી હતી. જેથી દુનિયાના તમામ દેશ કોરોના મહામારી સામે યોજના બનાવી શકે અને તૈયારી કરી શકે, પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, પશ્વિમ યૂરોપમાં આ મહામારી હવે સ્થિર થઈ છે તો ક્યાંય ઘટાડો જોવા મળી રહ્યો છે.પરંતુ અહીંયા પણ કેસ વધી શકે છે તેમણે કહ્યું કે, મારી સલાહ છે કે કોઈ ભૂલ ન કરશો. આપણી લડાઈ લાંબી છે, કારણ કે આ વાઈરસ આપણી સાથે લાંબા સમય સુધી રહેશે.

ટ્રમ્પે WHO પર સવાલ ઉઠાવ્યો, ફંડીંગ અટકાવ્યું 
અમેરિકા કોરોના અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ભૂમિકા પર સવાલ ઉઠાવતું રહ્યું છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે સંગઠને ચીનમાં ફેલાયેલા કોવિડ-19ની ગંભીરતાને છુપાવી છે.જો સંગઠને પ્રારંભિક તબક્કે કામ કર્યું હતો તો આ મહામારી આખી દુનિયામાં ન ફેલાઈ હોત અને મૃત્યુઆંક પણ આટલો બધો ન વધ્યો હોત. ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલા સંગઠનને આપવામાં આવતું ફંડ અટકાવી દીધું હતું. અમેરિકા દર વર્ષે WHOને 400-500 મિલિયન ડોલરનું ફંડ આપે છે, જ્યારે ચીનનું યોગદાન 40 મિલિયન ડોલર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post