• Home
  • News
  • દુનિયાની સૌથી વૃદ્ધ જાપાનની અર્થવ્યવસ્થા, ભારતીય ઉઠાવી રહ્યા છે તેનો લાભ
post

દેશની અર્થવ્યવસ્થા જ દેશને આગળ પણ લઇ જઈ શકે છે અથવા પાછળ પણ ધકેલી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-21 18:12:08

વિશ્વમાં કુલ 197 દેશ છે. જેમાંથી અમુક દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ સારી છે તો અમુકની કફોડી હાલત છે. જો દેશની અર્થવ્યવસ્થા સારી હોય તો તે દેશનો વિકાસ થઇ રહ્યો છે એમ કહી શકાય છે. તેમજ જો દેશની અર્થવ્યવસ્થા ખોરવાઈ છે તો દેશમાં ગરીબીની સ્થિતિ સર્જાય છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે અર્થવ્યવસ્થા જૂની થશે ત્યારે શું સ્થિતિ હશે અને ક્યાં દેશની અર્થવ્યવસ્થા ખૂબ જૂની છે. 

વૃદ્ધાવસ્થા તરફ આગળ વધી રહી છે જાપાનની અર્થવ્યવસ્થા 

વૃદ્ધાવસ્થા તરફ આગળ વધતો દેશ જાપાન છે. જાપાનની મોટાભાગની વસ્તી વધતી ઉંમરના સંકટનો સામનો કરી રહી છે. જેની અસર દેશના આર્થિક વિકાસ પર પડી રહી છે. તેમજ જાપાનના લોકોની વધતી ઉંમર પણ એ દર્શાવે છે કે જાપાનની અર્થવ્યવસ્થા સૌથી જૂની અર્થવ્યવસ્થા છે. હાલમાં જ જાપાનમાં આવેલી મંદીના કારણે જાપાને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકેનું પોતાનું સ્થાન પણ ગુમાવ્યું હતું. 

વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની અણી પર હતું જાપાન 

આઈએમએફના આંકડા અનુસાર 2012માં જાપાનનું અર્થતંત્ર 6.3 લાખ કરોડ ડોલર હતું જે હવે ઘટી રહ્યું છે. સ્થાનિક ચલણ યેન અમેરિકન ડોલર સામે 80ની સપાટીથી નબળો પડી અત્યારે 140 પટકાતા, સરકાર અને સેન્ટ્રલ બેંકની નેગેટીવ વ્યાજ દર (એટલે કે બેંકમાં નાણા જમા કરાવવા માટે થાપણદારને ખર્ચ થાય એવી હોવાથી યેન સતત નબળો પડી રહ્યો છે. યેનની નબળાઈથી નિકાસ આધારિત અર્થતંત્ર ચાલી રહ્યું છે. જાપાનમાં વસતી ઘટી રહી છે, જન્મદર એકદમ નબળો છે એટલે વયસ્કની વસતી વિશ્વમાં સૌથી વધુ છે. દેશની ત્રીજા ભાગની વસતી 65 વર્ષથી વધારે ઉંમર ધરાવે છે એટલે સ્થાનિક ખરીદી અને લોકોની ખરીદશક્તિ એકદમ ઓછી હોવાથી અર્થતંત્ર છેલ્લા એક દાયકાથી લગભગ 0.2 ટકાથી 1 ટકા વચ્ચે જ વિકસી રહ્યું છે અને તેના કારણે અર્થતંત્રનું કદ ઘટયું છે.

જાપાન પાંચમો સૌથી મોટો રોકાણકાર દેશ

જાપાનના લોકોની વધતી ઉંમરના કારણે ત્યાંની સરકાર અન્ય દેશના લોકોને તક આપી રહી છે. જેનો લાભ ભારતીયો પણ ઉઠાવી રહ્યા છે. ભારતમાં એપ્રિલ 2000 થી સપ્ટેમ્બર 2022 વચ્ચે જાપાન દ્વારા લગભગ 38 બિલિયન યુએસ ડોલરના એફડીઆઈ કરવામાં આવ્યું છે. આ સાથે જ ભારત માટે જાપાન પાંચમો સૌથી મોટો રોકાણકાર દેશ બન્યો છે. તેમજ વર્ષ 2023માં જાપાનની અર્થવ્યવસ્થા 1.9 ટકાના દરે વૃદ્ધિ પામી છે. 

ભારતની અર્થવ્યવસ્થાની શું સ્થિતિ છે?

ભારતની અર્થવ્યવસ્થા જોઈએ તો હાલમાં આપણો દેશ યુવાન છે. અહીંની મોટાભાગની વસ્તી યુવાનોની છે. આ જ કારણ છે કે ભારત સૌથી ઝડપી વિકાસશીલ દેશોમાં પણ આગળ છે.

adv

Related News

post
post
post
post
post
post
post