• Home
  • News
  • યુક્રેનના બુચામાં રશિયન સેનાના નરસંહારથી હચમચી દુનિયા, જાણો રશિયાનો કેટલાં શહેરો પર કબજો, ક્યાં હટ્યું પાછળ
post

યુક્રેને રશિયા પર આરોપ લગાવ્યો છે કે તેણે રાજધાની કિવની ઉત્તરે સ્થિત બુચા શહેરમાં યુક્રેનના લોકોનો નરસંહાર કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-05 11:48:44

કીવ: યુક્રેને બુચા શહેરમાં રશિયન સેના પર નરસંહારનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, રશિયા-યુક્રેન વચ્ચે વાતચીતમાં કેટલીક શરતો પર સમજૂતીની આશા પણ જાગી છે. હાલમાં જ તુર્કીમાં બંને દેશ વચ્ચે થયેલી વાતચીતમાં કેટલીક શરતો સાથે સમજૂતીની આશા નજરે પડી. જોકે આ વાતચીત પછી પણ યુદ્ધના મેદાનમાં રશિયા હજુ પણ અનેક વિસ્તારોમાં હુમલા કરી રહ્યું છે અને યુક્રેનની ફોજ પણ પૂરેપૂરી તાકાતથી જવાબ આપી રહી છે. આ દરમિયાન આ યુદ્ધમાં પ્રથમવાર યુક્રેને સીમા પાર રશિયન વિસ્તાર પર હુમલો કર્યો.

એવામાં ચાલો, સમજીએ કે આખરે શું છે એ શરતો, જેનાથી રશિયા-યુક્રેન વચ્ચે અટકી શકે છે યુદ્ધ? રશિયા કયા વિસ્તારો પર જમાવી ચૂક્યું છે કબજો, ક્યાં યુક્રેનની સેનાએ આપી છે ટક્કર?

બુચા શહેરમાં રશિયા પર નરસંહારનો આરોપ
યુક્રેને રશિયા પર આરોપ લગાવ્યો છે કે તેણે રાજધાની કિવની ઉત્તરે સ્થિત બુચા શહેરમાં યુક્રેનના લોકોનો નરસંહાર કર્યો છે. બુચાના મેયર કહે છે કે 300થી વધુ લોકોની હત્યા કરાઈ છે. બુચાની ગલીઓમાં લોકોની સળગેલી લાશોની તસવીરો ઈન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે. બુચાના લોકો કહે છે કે આ લોકોની હત્યા રશિયન સેનાએ કરી છે. જોકે રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ આરોપોનું ખંડન કર્યું છે.

યુક્રેને પ્રથમવાર રશિયન સીમાની અંદર કર્યો હુમલો
રશિયા-યુક્રેનનું યુદ્ધ શરૂ થયાનાં પાંચ સપ્તાહ પછી શુક્રવારે પ્રથમવાર યુક્રેને રશિયન સીમાની અંદર હુમલો કરીને એક ફ્યુઅલ ડેપો ઉડાવી દીધો. રશિયાના અનુસાર, પશ્ચિમી રશિયાના બેલગોરોડ શહેર સ્થિત એક ફ્યુઅલ સ્ટોરેજ ડેપો પર યુક્રેનના હેલિકોપ્ટરે બોમ્બ ફેંક્યા. આ યુદ્ધની શરૂઆત પછી આ રશિયન ધરતી પર યુક્રેનનો પ્રથમ હુમલો છે. યુક્રેને ન તો આ હુમલા અંગે સમર્થન આપ્યું છે કે ન તો એ વાતનું ખંડન કર્યું છે.

આ શરતો પર રશિયા-યુક્રેન વચ્ચે થઈ શકે છે સમજૂતી?
હાલમાં જ તુર્કીમાં રશિયા-યુક્રેન વચ્ચે થયેલી વાતચીતમાં કેટલાક એવા મુદ્દા સામે આવ્યા, જેનાથી આ બંને દેશ વચ્ચે સમજૂતી થઈ શકે છે.

·         સમજૂતી પ્રસ્તાવમાં યુક્રેને કહ્યું કે તે પોતાનો ન્યૂટ્રલ એટલે કે તટસ્થ દેશનો દરજ્જો જાળવી રાખશે અને NATO સહિત કોઈપણ પશ્ચિમી દેશના સૈન્ય બેઝને પોતાના દેશમાં નહીં બનવા દે.

·         એટલે કે યુક્રેનનું કહેવું છે કે તે NATO સાથે નહીં જોડાય. રશિયાના યુક્રેન પર હુમલાનું સૌથી મુખ્ય કારણ જ યુક્રેનની NATO સાથે જોડાવાની ઈચ્છા રહી છે.

·         આ સાથે જ યુક્રેને પોતાના માટે સુરક્ષાની ગેરંટી માગી છે અને એના માટે ઈઝરાયેલ અને NATO સભ્યો કેનેડા, પોલેન્ડ અને તુર્કીનાં નામ લીધા છે. તેની સુરક્ષાની જવાબદારીમાં રશિયા, અમેરિકા, બ્રિટન, જર્મની અને ઈટાલી પણ સામેલ થઈ શકે છે.

·         પ્રસ્તાવ અનુસાર, ક્રિમિયાના દરજ્જા અંગે 15 વર્ષની પરામર્શ અવધિની વાત કહેવામાં આવી છે, પરંતુ એ ત્યારે થશે, જ્યારે પૂર્ણ સંઘર્ષવિરામ થઈ જાય. યુક્રેનનો હિસ્સો રહેલા ક્રિમિયા પર 2014માં રશિયાએ કબજો કરી લીધો હતો.

·         જ્યારે યુક્રેનના લુહાન્સ્ક અને ડોનેત્સ્કને લઈને નિર્ણય રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી વચ્ચે વાતચીતથી થશે. લુહાન્સ્ક અને ડોનેત્સ્કના મોટા હિસ્સા પર 2014થી જ રશિયા સમર્થિત અલગતાવાદીઓનો કબજો છે.

રશિયાના પાછા હટવાને ચાલ ગણાવે છે યુક્રેન
રશિયાએ આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે તે યુક્રેનના ઉત્તરીય વિસ્તારમાં પોતાનું સૈન્ય અભિયાન રોકશે, જેનાથી શાંતિની વાતચીતને આગળ વધારી શકાય. આ સાથે જ આનાથી તે પોતાનું ધ્યાન લુહાન્સ્ક અને ડોનેત્સ્ક વિસ્તારોવાળા પૂર્વીય યુક્રેન પર લગાવી શકશે.

રિપોર્ટ્સ અનુસાર, પશ્ચિમી દેશો અને યુક્રેનના અનેક અધિકારીઓએ રશિયાની આ ઘોષણા પર આશંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે વાસ્તવમાં રશિયા ઉત્તરીય યુક્રેનના વિસ્તારોમાં પોતાની સેનાને હથિયાર અને ફ્યુઅલ સહિત અન્ય લોજિસ્ટિક્સ પહોંચાડવા માટે જ પાછળ હટવાનો દેખાવ કરી રહ્યું છે.

કયા વિસ્તારો પર રશિયાનો કબજો, ક્યાં ચાલી રહી છે લડાઈ?
કયા વિસ્તારો વિરુદ્ધ 24 ફેબ્રુઆરીએ યુદ્ધ છેડ્યા પછીથી જ રશિયાને પોતાનાથી 30 ગણા નાના દેશમાં આગળ વધવામાં મુશ્કેલીઓ આવી છે.

ચાલો મેપ દ્વારા સમજીએ કે અત્યારે યુક્રેનમાં કયા વિસ્તાર પર રશિયાએ કબજો કરી લીધો છે, ક્યાં યુક્રેનની સેનાએ કાઉન્ટર એટેક કર્યો છે અને કયા વિસ્તારો તરફ રશિયન સેના આગળ વધી રહી છે.

·         યુક્રેનની સેનાએ રાજધાની કિવની આસપાસ મહત્ત્વપૂર્ણ જગ્યાઓ પર ફરી કબજો જમાવી લીધો છે.

·         રાજધાની કિવમાં ભારે તોપમારો જારી છે.

·         યુક્રેન કહે છે કે રશિયન સેના ચેર્નિહિવ વિસ્તારને ખાલી કરી રહી છે.

·         રશિયન સેના ન્યૂક્લિયર પ્લાન્ટ ચેર્નોબિલ વિસ્તારમાંથી પણ હટી રહી છે, જોકે તે યુક્રેનના અનેક સૈનિકોને બંધક બનાવીને સાથે લઈ ગઈ છે.

·         પોર્ટ સિટી મારિયુપોલમાં રશિયાએ પોતાની પકડ ખૂબ મજબૂત કરી લીધી છે અને તેના પર ટૂંક સમયમાં જ કબજો થવાની સંભાવના છે.

·         ડોનબાસ વિસ્તારમાં યુક્રેનની સેના રશિયાના હુમલાનો જોરદાર જવાબ આપી રહી છે.

·         જ્યોર્જિયા તરફથી રશિયા યુક્રેનમાં ફરીથી પોતાની સેનાઓની તહેનાતી કરી રહ્યું છે.

(i) રાજધાની કિવની આસપાસના વિસ્તારો પર યુક્રેને કરી જોરદાર વાપસી
હાલના દિવસોમાં રશિયન સેનાની પકડ કિવની આસપાસના વિસ્તારો પર ઢીલી પડી છે. શરૂઆતમાં રશિયન સેનાઓએ કિવને ચોતરફથી ઘેરવાની યોજના બનાવી હતી, પરંતુ યુક્રેનની જોરદાર જવાબી કાર્યવાહીએ તેની યોજના પર પાણી ફેરવી દીધું છે.

·         યુક્રેનની સેનાએ રશિયન સેનાને કિવના બાહ્ય વિસ્તારોમાં સ્થિત અનેક ક્ષેત્રોમાં સફળતાપૂર્વક પાછળ ધકેલી દીધી છે. એમાં કિવના પશ્ચિમમાં લગભગ 20 કિમી દૂર સ્થિત ઈરપિન શહેર પણ સામેલ છે, જ્યાં યુક્રેનની સેનાએ ફરી કબજો જમાવી લીધો છે.

·         યુક્રેનની સેનાના આ જવાબી હુમલા રશિયન સેનાને સેન્ટ્રલ કિવની સરહદેથી વધુ દૂર ધકેલી રહ્યા છે. જોકે કિવમાં હજુ પણ તોપમારો ચાલુ છે, કેમ કે રશિયન સેના પોતાની પકડવાળા વિસ્તારોમાં પોતાની સ્થિતિ નબળી પાડવા ઈચ્છતી નથી.

·         રશિયન સેનાનું પૂર્વની તરફથી કિવ તરફ આગળ વધવું એટલા માટે સફળ ન થઈ શક્યું, કેમ કે તે ચેર્નિહિવ શહેર પર કબજો કરવામાં નિષ્ફળ રહી. ચેર્નિહિવ ઉત્તર-પૂર્વમાં એક મહત્ત્વપૂર્ણ શહેર છે, જે કિવ અને રશિયન બોર્ડરની વચ્ચે છે.

·         હાલના દિવસોમાં રશિયન સેનાએ ચેર્નિહિવ પર જોરદાર બોમ્બવર્ષા કરી છે, પરંતુ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટડી ઓફ વોર એટલે કે ISWના મતે રશિયા ચેર્નિહિવ, કિવ, સુમી અને ચેર્નોબિલમાંથી પોતાની સેના હટાવી રહ્યું છે, જેથી યુક્રેનના પૂર્વીય હિસ્સા (લુહાન્સ્ક અને ડોનેત્સ્ક તહેનાત કરી શકે.

  • યુક્રેન સાથેની લડાઈમાં રશિયા સૌથી મજબૂત દક્ષિણી વિસ્તારમાં જ નજરે પડ્યું છે. આ વિસ્તારમાં રશિયાનો મુખ્ય ઉદ્દેશ ક્રિમિયાથી લઈને રશિયન સમર્થિત અલગતાવાદીઓ દ્વારા શાસિત લુહાન્સ્ક અને ડોનેત્સ્ક વિસ્તારો સુધી એક લેન્ડ કોરિડોર બનાવવાનો છે.
  • રશિયાની આ યોજનાના માર્ગમાં સિટી મારિયુપોલ છે. રશિયન સેનાએ આ શહેરને માર્ચની શરૂઆતથી જ ઘેરી રાખ્યું છે અને હવે તે જીતવાની નજીક છે.
  • રિપોર્ટ્સ અનુસાર, મારિયુપોલ શહેરમાં એક લાખથી વધુ નાગરિકો ફસાયેલા છે અને અહીંના મેયરનો દાવો છે કે લોકો ભૂખ અને તરસથી મરી રહ્યા છે.

(iii) પશ્ચિમમાં આગળ વધવાની રશિયાની કોશિશો નિષ્ફળ

·         રશિયન સેનાઓ પશ્ચિમમાં ઓડેસાની તરફ આગળ વધવાની કોશિશ કરી રહી છે, જેથી યુક્રેનનો બ્લેક સી સાથે સંપર્ક તોડી શકાય.

·         રશિયાની આ કોશિશને માઈકોલાઈવ શહેરમાં જોરદાર જવાબી હુમલાથી યુક્રેનની સેનાએ રોકી દીધી અને રશિયન સેનાને ખેરસાન શહેર તરફ પાછા જવા મજબૂર કરી.

·         હવે એ વિસ્તારમાં રહેલી રશિયન સેના નવા વિસ્તારો પર કબજો જમાવવાના બદલે પોતાના હાલના વિસ્તારોને બચાવવા પર ભાર આપી રહી છે.

(iv) પૂર્વીય યુક્રેન પર કબજાના મૂડમાં રશિયા

·         જાણકારોના કહેવા પ્રમાણે, યુક્રેનના બાકી હિસ્સાઓમાં લાગેલા આંચકા પછી હવે રશિયન સેનાનું લક્ષ્ય પૂર્વીય યુક્રેન પર સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કરવાનું છે અને તેનું લક્ષ્ય ડોનબાસની સંપૂર્ણ આઝાદી છે.

·         ડોનબાસ વિસ્તારનો અર્થ યુક્રેનના પૂર્વીય વિસ્તાર લુહાન્સ્ક અને ડોનેત્સ્ક અંગે છે, જ્યાં 2014થી જ રશિયન સમર્થિત અલગતાવાદીઓએ એક મોટા હિસ્સા પર કબજો જમાવી રાખ્યો છે. જાણકારોના મતે ડોનબાસ વિસ્તારોને ચોતરફથી ઘેરવા માટે રશિયન સેના ખાર્કિવથી ઉત્તર તરફ અને દક્ષિણથી મારિયુપોલની તરફ આગળ વધી રહી છે.

·         પરંતુ યુક્રેનની સેનાએ રશિયાના અનેક હાલના હુમલાઓને નિષ્ફળ કરી દીધા છે, ખાસ કરીને રુબિજન શહેરની આસપાસ. આ જ કાણથી આ વિસ્તારમાં રશિયન સેના હાલના દિવસોમાં ખૂબ આગળ વધી શકી નથી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post