• Home
  • News
  • બીજા વિશ્વયુદ્ધમાં લડનાર 99 વર્ષના સૈનિકે કોરોનાને હરાવ્યો, ફ્રાન્સે ચીનના રાજદૂતને સમન્સ મોકલ્યું
post

અમેરિકામાં કુલ 6.14 લાખ કેસ નોંધાયા અને 26 હજાર 47 લોકોએ જીવ ગુમાવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 11:18:08

ન્યૂયોર્ક: વિશ્વભરમાં કોરોનાના 20 લાખ કેસ થઈ ગયા છે. અત્યારસુધીમાં 1.27 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. ચાર લાખ 78 હજાર 932 લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. વિશ્વના અન્ય દેશની સરખામણીમાં અમેરિકાની સ્થિતિ ખરાબ છે. અહીં 24 કલાકમાં 2407 લોકોના મોત થયા છે. અમેરિકામાં કુલ 6.14 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે અને 26 હજાર 47 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

બીજા વિશ્વયુદ્ધમાં લડનાર 99 વર્ષના સૈનિકે કોરોનાને હરાવ્યો
બીજા વિશ્વયુદ્ધમાં લડનાર 99 વર્ષના સૈનિક ઈર્માંડો પિવેટાએ કોરોના વાઈરસને હરાવ્યો છે, તેઓને મંગળવારે હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. પિવેટાએ બ્રાઝીલની સેનામાં સેકન્ડ લેફ્ટનેન્ટ તરીકે સેવા આપી હતી.આઠ દિવસની સારવાર પછી તેમને આર્મીની હોસ્પિટલમાંથી રજા અપાઈ  હતી.

20
લાખ કુલ કેસમાંથી યુરોપમાં 9.37 લાખ કેસ નોંધાયા છે અને 84 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્પેનની વાત કરીએ તો અહીં કુલ કેસ 1.74 લાખ નોંધાયા છે. જ્યારે 18 હજાર 255 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં 1.62 લાખ લોકો કોરોના સંક્રમિત છે, જયારે 21 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે.

અમેરિકા: ટ્રમ્પે WHOના ફંડને રોક્યુ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ના ફંડને રોકવાનો આદેશ આપ્યો છે. તેઓએ કહ્યું કે આ સંગઠને પ્રાથમિક સ્તરે કામ કર્યું હોત તો વિશ્વભરમાં ઓછા લોકોના જીવ જાત. મંગળવારે વ્હાઈટ હાઉસમાં તેમણે કહ્યું કે આજે હું તંત્રને WHOના ફંડને રોકવાનનો આદેશ આપું છું. કોરોનાને લઈને WHOની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. અમેરિકા WHOને દર વર્ષે ચારથી પાંચ લાખ ડોલરની નાણાકીય સહાય કરે છે.

તેમણે WHOને સમગ્ર રીતે ચીન તરફી હોવાનો આરોપ પણ લગાવ્યો છે. કોરોનાને લઈને WHOએ હંમેશા ચીનનો સાથ આપ્યો છે. WHOએ ચીનમાં વાસ્તવિક સ્થિતિનું મુલ્યાંકન કરવા માટે ડોક્ટરોની ટીમ મોકલી હતી. પરંતું શું ચીનની પાર્દર્શકતાની ઉણપને દૂર કરવા માટે તેઓએ કામ કર્યું. તેની અસર ઓછી થાત અને મોત પણ ઓછા થાત. હજારો લોકોના મોતને અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને થનાર નુકસાનને અટકાવી શકાત. 

ઈટાલી: એક દિવસમાં 602 લોકોના મોત
ઈટાલીમાં છેલ્લા બે દિવસમાં વધારો થયો છે. અહીં 24 કલાકમાં 602 લોકોના જીવ ગયા છે. અહીં સોમવારે 566 અને રવિવારે 431 લોકોના મોત થયા હતા. દેશમાં કુલ મૃત્યુઆંક 21 હજાર 67 લોકોના મોત થયા છે. કુલ પોઝિટિવ કેસ 1 લાખ 62 હજાર 488 છે.

ફ્રાન્સ:ચીનના રાજદૂતને સમન્સ
રોયટર્સ મુજબ ફ્રાન્સના વિદેશ મંત્રીએ પેરિસ સ્થિત રાજદૂતને સમન્સ મોકલ્યું છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે ચીનની વેબસાઈટ ુપર સતત બીજા લેખો પ્રકાશિત કરયા, જેમા કોરોના સંકટને લઈને યુરોપની ટિક્કા કરાઈ હતી.પ્રકાશિત લેખમાં કહેવામાં આવ્યું હતું કે પશ્ચિમી દેશોએ પોતાના વડિલોને નર્સિંગ હોમમાં મરવા માટે છોડી દીધા છે.


બ્રાઝીલ: રિયો ડી જનેરિયાના ગવર્નર કોરોના પોઝિટિવ
બ્રાઝીલના રિયો ડી જનેરિયા પ્રાંતના  ગવર્નર વિલ્સન વિજેલને કોરોનાનો ચેપ લાગ્યો છે. ટ્વિટ કરીને તેઓએ આ વાતની લોકોને જાણ કરી છે. તેઓએ કહ્યું કે મને તાવ, ઉધરસ અને થાક લાગતો હતો. હવે સારું છે અને ડોક્ટરની વાતનું પાલન કરું છું. હું સેલ્ફ આઈસોલેશનમાં રહીને કામ કરીશ. તેમણે લોકોને ઘરમાં રહેવાની અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવાની સલાહ આપી છે.

adv

Related News

post
post
post
post
post
post
post