• Home
  • News
  • યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂર અને વાધવાનની 2,203 કરોડની સંપત્તિ જપ્ત
post

ઈડીનો આરોપ છે કે કપૂર અને તેમના પરિવારના સભ્યો તથા અન્ય લોકોએ બેન્કના માધ્યમથી મોટી લોન આપવા બદલ લાંચ લીધી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-10 09:26:11

નવી દિલ્હી: ઈડીએ મની લોન્ડરિંગ મામલે યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂર, તેમના પરિવારના સભ્યો, દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લી.(ડીએચએફએલ)ના પ્રમોટર કપિલ અને ધીરજ વધાવન અને અન્યોની 2,203 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. 3,700 કરોડની રૂપિયાની છેતરપિંડી મામલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત એજન્સીએ કપૂરની અમુક વિદેશી સંપત્તિઓ ઉપર પણ રોક લગાવી હતી. 

ઈડીનો આરોપ છે કે કપૂર અને તેમના પરિવારના સભ્યો તથા અન્ય  લોકોએ બેન્કના માધ્યમથી મોટી લોન આપવા બદલ લાંચ લીધી હતી. પછી આ લોન એનપીએમાં ફેરવાઈ ગઇ. કપૂરની સીબીઆઈએ માર્ચમાં ધરપકડ કરી હતી. હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post